Surah Qaf with Gujarati
કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે |
بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَٰذَا شَيْءٌ عَجِيبٌ(2) પરંતુ તેઓને આશ્ર્ચર્ય થયું કે તેઓ પાસે તેમના માંથી જ એક સચેત કરનાર આવ્યો. તો ઇન્કારીઓ એ કહ્યુ કે આ એક વિચિત્ર વસ્તુ છે |
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ(3) શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું ? પછી આ પાછા ફરવાનું (સમજની બહાર) છે |
قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ(4) ધરતી જે કંઇ પણ તેમાંથી ઘટાડે છે તેને અમે જાણીએ છીએ, અને અમારી પાસે દરેક વસ્તુ યાદરાખનારૂ પુસ્તક છે |
بَلْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَهُمْ فِي أَمْرٍ مَّرِيجٍ(5) પરંતુ તેઓએ સાચીવાતને જૂઠ ઠેરાવી છે, જ્યારે કે તે તેમની પાસે પહોંચી ગઇ, બસ ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે |
શું તેઓએ આકાશને પોતાની ઉપર નથી જોયું ? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ ફાટ નથી |
وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ(7) અને ધરતીને અમે પાથરી દીધી છે અને તેમાં અમે પહાડો નાખી દીધા છે, અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી છે |
જેથી દરેક પાછા ફરનાર માટે જોવા અને સમજવા માટેનું કારણ બને |
وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُّبَارَكًا فَأَنبَتْنَا بِهِ جَنَّاتٍ وَحَبَّ الْحَصِيدِ(9) અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને કાપવાવાળી ખેતીનું અનાજ પેદા કર્યુ |
અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે |
رِّزْقًا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ الْخُرُوجُ(11) બંદાઓની રોજી માટે અને અમે પાણી વડે મૃત શહેરને જીવિત કરી દીધુ, આવી જ રીતે (કબરો માંથી) નીકળવાનું છે |
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَابُ الرَّسِّ وَثَمُودُ(12) આ પહેલા નૂહની કોમે અને રસવાળાઓએ (એક કોમનું નામ) અને ષમૂદીયોએ |
આદ અને ફિરઔને, અને લૂતના લોકોએ |
وَأَصْحَابُ الْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ ۚ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِيدِ(14) અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ જુઠલાવ્યુ હતું, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ ! મારી યાતનાનું વચન તેઓ પર સાચુ થઇ ગયું |
أَفَعَيِينَا بِالْخَلْقِ الْأَوَّلِ ۚ بَلْ هُمْ فِي لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ(15) શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા ? પરંતુ આ લોકો નવા સર્જન વિશે શંકામાં છે |
અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે |
إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ(17) જે સમયે બે લેનારા લઇ લે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ બેઠેલા છે |
مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ(18) (માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર બે દેખરેખ રાખનારા તૈયાર છે |
وَجَاءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ(19) અને મૃતની બેહોશી સત્ય લઇને આવી પહોંચી, આ જ જેનાથી તું કતરાતો હતો |
અને સૂરમાં ફૂંક મારવામાં આવશે, યાતનાના વચનનો દિવસ આ જ છે |
અને દરેક વ્યક્તિ એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર |
لَّقَدْ كُنتَ فِي غَفْلَةٍ مِّنْ هَٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَاءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ(22) નિ:શંક તમે તેનાથી બેદરકાર હતા, પરંતુ અમે તમારી સામેથી પરદોહટાવી લીધો, બસ ! આજે તારી નઝર ખુબ જ તેઝ છે |
તેની સાથે જે ફરિશ્તો છે તે કહેશે આ હાજર છે જે મારી પાસે હતું |
ધકેલી દો જહન્નમમાં દરેક ઇન્કારી પ્રથભ્રષ્ટ ને |
જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા |
الَّذِي جَعَلَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَأَلْقِيَاهُ فِي الْعَذَابِ الشَّدِيدِ(26) જેણે અલ્લાહ સાથે બીજાને પૂજ્ય બનાવી રાખ્યા હતા, બસ ! તેને સખત યાતનામાં ધકેલી દો |
۞ قَالَ قَرِينُهُ رَبَّنَا مَا أَطْغَيْتُهُ وَلَٰكِن كَانَ فِي ضَلَالٍ بَعِيدٍ(27) તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને પથભ્રષ્ટ નહતો કર્યો, પરંતુ આ પોતે જ ખુલ્લા ગેરમાર્ગે હતો |
قَالَ لَا تَخْتَصِمُوا لَدَيَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِالْوَعِيدِ(28) (અલ્લાહ) કહેશે બસ ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (યાતનાનું વચન) મોકલી ચુકયો હતો |
مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِّلْعَبِيدِ(29) મારી પાસે વાત બદલાતી નથી અને ન તો હું મારા બંદાઓ પર થોડોક પણ અત્યાચાર કરવાવાળો છું |
يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ(30) પછી હમે જહન્નમ થી પૂછીશું શું તું ભરાઇ ગઇ ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે |
અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય |
આ તે છે જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે પાછો ફરનાર અને નિયંત્રણ રાખનાર હશે |
مَّنْ خَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ وَجَاءَ بِقَلْبٍ مُّنِيبٍ(33) જે રહમાનથી વણદેખે ડરતો હોય અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે |
તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, આ હંમેશા માટે નો દિવસ છે |
આ (લોકો) ત્યાં ઇચ્છશે, તેઓનું જ છે, (પરંતુ) અમારી પાસે ઘણું બધું છે |
અને આ પહેલા પણ અમે ઘણા સમૂદાયોને નષ્ટ કરી ચુકયા છે, જે આ લોકોથી હિમ્મતમાં ઘણી વધારે હતી |
إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُ قَلْبٌ أَوْ أَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيدٌ(37) આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય |
નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે સૌનું છ દિવસમાં સર્જન કરી દીધું અને અમે થાકયા પણ નહી |
બસ ! આ જે કંઇ પણ કહે છે તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારના નામનું સ્મરણ પ્રશંસા સાથે કરો, સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા પણ |
અને રાતના કોઇ પણ સમયે સ્મરણ કરો અને નમાઝ પછી પણ |
وَاسْتَمِعْ يَوْمَ يُنَادِ الْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ(41) અને સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે |
يَوْمَ يَسْمَعُونَ الصَّيْحَةَ بِالْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ الْخُرُوجِ(42) જે દિવસે તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ દિવસ નીકળવાનો હશે |
અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી જ પાસે પાછા ફરીને આવવાનું છે |
يَوْمَ تَشَقَّقُ الْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ(44) જે દિવસે ધરતી ફાટી પડશે અને આ દોડતા (નીકળી પડશે), આ ભેગા કરી દેવું અમારા માટે ખુબ જ સરળ છે |
આ લોકો જે કંઇ કહી રહ્યા છે અમે ખુબ જ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે કુરઆન વડે તેઓને સમજાવતા રહો, જે મારી યાતના (ચેતવણીનું વચન) થી ડરે છે |
More surahs in Gujarati:
Download surah Qaf with the voice of the most famous Quran reciters :
surah Qaf mp3 : choose the reciter to listen and download the chapter Qaf Complete with high quality
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
لا تنسنا من دعوة صالحة بظهر الغيب