La sourate Al-Qiyamah en Gujarati
હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના |
અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના |
શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં |
કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ |
પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે |
સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે |
બસ ! જે સમયે નજર પથરાઇ જશે |
અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે |
સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે |
તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે |
ના ના કોઇ શરણ નથી |
આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે |
يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ(13) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે |
પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે |
કેટલાય બહાના રજૂ કેમ ન કરે |
(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં |
તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે |
અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો |
પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે |
ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો |
અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો |
તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે |
પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે |
અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે |
સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે |
ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે |
અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે |
અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે |
અને પિંડી સાથે પિંડી વળગી જશે |
આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે |
તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી |
પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી |
પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો |
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર |
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે |
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે |
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું |
પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો |
પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા |
أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ(40) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Qiyamah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Qiyamah complète en haute qualité.















Donnez-nous une invitation valide