🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (30 આયત)
0/30
67:1
🔁 0/5
تَبَٰرَكَ ٱلَّذِي بِيَدِهِ ٱلۡمُلۡكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٍ قَدِيرٌ ١
Tabaarakal lazee biyadihil mulku wa huwa `alaa kulli shai-in qadeer
ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં સલ્તનત છે. અને જે દરેક વસ્તુઓ પર શક્તિમાન છે
🎤 Your recording:
67:2
🔁 0/5
ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلًاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ ٢
Allazee khalaqal mawta walhayaata liyabluwakum ayyukum ahsanu `amalaa; wa huwal `azeezul ghafoor
જેણે મૃત્યુ અને જીવનને તે માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે સર્વોપરી (અને) ક્ષમા કરનાર છે
🎤 Your recording:
67:3
🔁 0/5
ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٍ طِبَاقًاۖ مَّا تَرَىٰ فِي خَلۡقِ ٱلرَّحۡمَٰنِ مِن تَفَٰوُتٍۖ فَٱرۡجِعِ ٱلۡبَصَرَ هَلۡ تَرَىٰ مِن فُطُورٍ ٣
Allazee khalaqa sab`a samaawaatin tibaaqam maa taraa fee khalqir rahmaani min tafaawutin farji`il basara hal taraa min futoor
જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, (તો એ જોવાવાળા) અલ્લાહ કૃપાળુ ના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુએ, ફરીવાર (નજર થમાવીને) જોઇ લે શું કોઇ તિરાડ પણ દેખાઇ છે
🎤 Your recording:
67:4
🔁 0/5
ثُمَّ ٱرۡجِعِ ٱلۡبَصَرَ كَرَّتَيۡنِ يَنقَلِبۡ إِلَيۡكَ ٱلۡبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ ٤
Summar ji`il basara karrataini yanqalib ilaikal basaru khaasi`anw wa huwa haseer
ફરીવાર બે બે વખત જોઇ લે, તારી નજર તારી તરફ અપમાનિત (અને લાચાર) થઇને થાકીને પાછી ફરશે
🎤 Your recording:
67:5
🔁 0/5
وَلَقَدۡ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَجَعَلۡنَٰهَا رُجُومًا لِّلشَّيَٰطِينِۖ وَأَعۡتَدۡنَا لَهُمۡ عَذَابَ ٱلسَّعِيرِ ٥
Wa laqad zaiyannas samaaa`ad dunyaa bimasaa beeha wa ja`alnaahaa rujoomal lish shayaateeni wa a`tadnaa lahum `azaabas sa`eer
નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી
🎤 Your recording:
67:6
🔁 0/5
وَلِلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ عَذَابُ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ٦
Wa lillazeena kafaroo bi rabbihim `azaabu jahannama wa bi`sal maseer
અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે
🎤 Your recording:
67:7
🔁 0/5
إِذَآ أُلۡقُواْ فِيهَا سَمِعُواْ لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ ٧
Izaaa ulqoo feehaa sami`oo lahaa shaheeqanw wa hiya tafoor
જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે
🎤 Your recording:
67:8
🔁 0/5
تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلۡغَيۡظِۖ كُلَّمَآ أُلۡقِيَ فِيهَا فَوۡجٌ سَأَلَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ نَذِيرٌ ٨
Takaadu tamayyazu minal ghaizi kullamaaa uliqya feehaa fawjun sa alahum khazanatuhaaa alam yaatikum nazeer
નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો
🎤 Your recording:
67:9
🔁 0/5
قَالُواْ بَلَىٰ قَدۡ جَآءَنَا نَذِيرٌ فَكَذَّبۡنَا وَقُلۡنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٍ كَبِيرٍ ٩
Qaaloo balaa qad jaaa`anaa nazeerun fakazzabnaa wa qulnaa maa nazzalal laahu min shai in in antum illaa fee dalaalin kabeer
તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો
🎤 Your recording:
67:10
🔁 0/5
وَقَالُواْ لَوۡ كُنَّا نَسۡمَعُ أَوۡ نَعۡقِلُ مَا كُنَّا فِيٓ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ ١٠
Wa qaaloo law kunnaa nasma`u awna`qilu maa kunnaa feee as haabis sa`eer
અને કહેશે કે અગર અમે સાંભળતા હોત અથવા તો સમજ્યા હોત તો જહન્નમીઓમાં ન હોત
🎤 Your recording:
67:11
🔁 0/5
فَٱعۡتَرَفُواْ بِذَنۢبِهِمۡ فَسُحۡقًا لِّأَصۡحَٰبِ ٱلسَّعِيرِ ١١
Fa`tarafoo bizambihim fasuhqal li as haabis sa`eer
બસ તેમણે પોતાનું પાપ સ્વીકારી લીધું, હવે આ જહન્નમીઓ દૂર થઇ જાવ
🎤 Your recording:
67:12
🔁 0/5
إِنَّ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ لَهُم مَّغۡفِرَةٌ وَأَجۡرٌ كَبِيرٌ ١٢
Innal lazeena yakhshawna rabbahum bilghaibi lahum maghfiratunw wa ajrun kabeer
નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે
🎤 Your recording:
67:13
🔁 0/5
وَأَسِرُّواْ قَوۡلَكُمۡ أَوِ ٱجۡهَرُواْ بِهِۦٓۖ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ١٣
Wa asirroo qawlakum awijharoo bihee innahoo `aleemum bizaatis sudoor
તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે
🎤 Your recording:
67:14
🔁 0/5
أَلَا يَعۡلَمُ مَنۡ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلۡخَبِيرُ ١٤
Alaa ya`lamu man khalaq wa huwal lateeful khabeer
શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે
🎤 Your recording:
67:15
🔁 0/5
هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ ذَلُولًا فَٱمۡشُواْ فِي مَنَاكِبِهَا وَكُلُواْ مِن رِّزۡقِهِۦۖ وَإِلَيۡهِ ٱلنُّشُورُ ١٥
Huwal lazee ja`ala lakumul arda zaloolan famshoo fee manaakibihaa wa kuloo mir rizqihee wa ilaihin nushoor
તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે
🎤 Your recording:
67:16
🔁 0/5
ءَأَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يَخۡسِفَ بِكُمُ ٱلۡأَرۡضَ فَإِذَا هِيَ تَمُورُ ١٦
A-amintum man fissamaaa`i aiyakhsifa bi kumul arda fa izaa hiya tamoor
શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય
🎤 Your recording:
67:17
🔁 0/5
أَمۡ أَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يُرۡسِلَ عَلَيۡكُمۡ حَاصِبًاۖ فَسَتَعۡلَمُونَ كَيۡفَ نَذِيرِ ١٧
Am amintum man fissamaaa`i ai yursila `alaikum haasiban fasata`lamoona kaifa nazeer
અથવા શું તમે આ વાતથી નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હતી
🎤 Your recording:
67:18
🔁 0/5
وَلَقَدۡ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَكَيۡفَ كَانَ نَكِيرِ ١٨
Wa laqad kazzabal lazeena min qablihim fakaifa kaana nakeer
અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો તેમના પર નજર દોડાવો કે મારી પકડ કેવી સખત થઇ
🎤 Your recording:
67:19
🔁 0/5
أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ فَوۡقَهُمۡ صَٰٓفَّٰتٍ وَيَقۡبِضۡنَۚ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱلرَّحۡمَٰنُۚ إِنَّهُۥ بِكُلِّ شَيۡءِۭ بَصِيرٌ ١٩
Awalam yaraw ilat tairi fawqahum saaaffaatinw wa yaqbidn; maa yumsikuhunna illaar rahmaan; innahoo bikulli shai im baseer
શું આ લોકો પોતાના ઉપર ફેલાયેલા અને (કયારેક) સમેટાયેલા (ઉડતા) પંખીઓ ને નથી જોતા, તેમને (અલ્લાહ) કૃપાળુ એ જ (હવા અને વાતાવરણમાં) ટકાવી રાખ્યા છે, નિ:શંક દરેક વસ્તુ તેની દેખરેખ હેઠળ છે
🎤 Your recording:
67:20
🔁 0/5
أَمَّنۡ هَٰذَا ٱلَّذِي هُوَ جُندٌ لَّكُمۡ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحۡمَٰنِۚ إِنِ ٱلۡكَٰفِرُونَ إِلَّا فِي غُرُورٍ ٢٠
Amman haazal lazee huwa jundul lakum yansurukum min doonir rahmaan; inilkaafiroona illaa fee ghuroor
સિવાય અલ્લાહના તમારૂ તે કેવું લશ્કર છે, જે તમારી મદદ કરી શકે, ઇન્કારીઓ તો ખરેખર ધોકામાં જ છે
🎤 Your recording:
67:21
🔁 0/5
أَمَّنۡ هَٰذَا ٱلَّذِي يَرۡزُقُكُمۡ إِنۡ أَمۡسَكَ رِزۡقَهُۥۚ بَل لَّجُّواْ فِي عُتُوٍّ وَنُفُورٍ ٢١
Amman haazal lazee yarzuqukum in amsaka rizqah; bal lajjoo fee `utuwwinw wa nufoor
અગર અલ્લાહ તઆલા તમારી રોજી રોકી લે તો બતાઓ કોણ છે જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને વિમુખતા પર હઠે ચઢી ગયા છે
🎤 Your recording:
67:22
🔁 0/5
أَفَمَن يَمۡشِي مُكِبًّا عَلَىٰ وَجۡهِهِۦٓ أَهۡدَىٰٓ أَمَّن يَمۡشِي سَوِيًّا عَلَىٰ صِرَٰطٍ مُّسۡتَقِيمٍ ٢٢
Afamai yamshee mukibban `alaa wajhihee ahdaaa ammany yamshee sawiyyan `alaa siratim mustaqeem
હાં, તે વ્યક્તિ વધુ સત્યના માર્ગ ઉપર છે જે ઊંધું ઘાલીને ચાલી રહ્યો છે, અથવા તો તે જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય
🎤 Your recording:
67:23
🔁 0/5
قُلۡ هُوَ ٱلَّذِيٓ أَنشَأَكُمۡ وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَۚ قَلِيلًا مَّا تَشۡكُرُونَ ٢٣
Qul huwal lazee ansha akum wa ja`ala lakumus sam`a wal absaara wal af`idata qaleelam maa tashkuroon
કહી દો ! કે તે જ (અલ્લાહ) છે જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો
🎤 Your recording:
67:24
🔁 0/5
قُلۡ هُوَ ٱلَّذِي ذَرَأَكُمۡ فِي ٱلۡأَرۡضِ وَإِلَيۡهِ تُحۡشَرُونَ ٢٤
Qul huwal lazee zara akum fil ardi wa ilaihi tuhsharoon
કહી દો ! કે તે જ છે જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને જેની તરફ તમને એકઠા કરવામાં આવશે
🎤 Your recording:
67:25
🔁 0/5
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ ٢٥
Wa yaqooloona mataa haazal wa`du in kuntum saadiqeen
(ઇન્કારીઓ) સવાલ કરે છે કે તે વચન ક્યારે થશે, અગર તમે સાચા હોય (તો બતાવો)
🎤 Your recording:
67:26
🔁 0/5
قُلۡ إِنَّمَا ٱلۡعِلۡمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ ٢٦
Qul innamal `ilmu `indallaahi wa innamaaa ana nazeerum mubeen
તમે કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું
🎤 Your recording:
67:27
🔁 0/5
فَلَمَّا رَأَوۡهُ زُلۡفَةً سِيٓـَٔتۡ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُواْ وَقِيلَ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَدَّعُونَ ٢٧
Falaammaa ra-awhu zulfatan seee`at wujoohul lazeena kafaroo wa qeela haazal lazee kuntum bihee tadda`oon
જ્યારે આ લોકો તે વચનને નજીક જોઇ લેશે તે વખતે તે ઇન્કારીઓના મુખ બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ છે જેની તમે ઇચ્છા કરતા હતા
🎤 Your recording:
67:28
🔁 0/5
قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَهۡلَكَنِيَ ٱللَّهُ وَمَن مَّعِيَ أَوۡ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٍ أَلِيمٍ ٢٨
Qul ara`aytum in ahlaka niyal laahu wa mam ma`iya aw rahimanaa famai-yujeerul kaafireena min `azaabin aleem
તમે કહી દો! અગર મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે ઇન્કારીઓને દુ:ખદાયી યાતનાથી કોણ બચાવશે
🎤 Your recording:
67:29
🔁 0/5
قُلۡ هُوَ ٱلرَّحۡمَٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيۡهِ تَوَكَّلۡنَاۖ فَسَتَعۡلَمُونَ مَنۡ هُوَ فِي ضَلَٰلٍ مُّبِينٍ ٢٩
Qul huwar rahmaanu aamannaa bihee wa `alaihi tawakkalnaa fasata`lamoona man huwa fee dalaalim mubeen
તમે કહી દો ! કે તે જ કૃપાળુ છે. અમે તો તેના પર ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે નરી પથભ્રષ્ટતામાં કોણ છે
🎤 Your recording:
67:30
🔁 0/5
قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَصۡبَحَ مَآؤُكُمۡ غَوۡرًا فَمَن يَأۡتِيكُم بِمَآءٍ مَّعِينِۭ ٣٠
Qul ara`aytum in asbaha maaa`ukum ghawran famai yaateekum bimaaa`im ma`een
તમે કહી દો ! હા એ તો બતાવો કે જો તમારૂ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે જે તમારા માટે વહેતું પાણી લાવે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







