📖 0/604 વાંચેલા પાનાં
📄 495
إِنَّ ٱلۡمُجۡرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَٰلِدُونَ ٧٤ لَا يُفَتَّرُ عَنۡهُمۡ وَهُمۡ فِيهِ مُبۡلِسُونَ ٧٥ وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُواْ هُمُ ٱلظَّٰلِمِينَ ٧٦ وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ ٧٧ لَقَدۡ جِئۡنَٰكُم بِٱلۡحَقِّ وَلَٰكِنَّ أَكۡثَرَكُمۡ لِلۡحَقِّ كَٰرِهُونَ ٧٨ أَمۡ أَبۡرَمُوٓاْ أَمۡرًا فَإِنَّا مُبۡرِمُونَ ٧٩ أَمۡ يَحۡسَبُونَ أَنَّا لَا نَسۡمَعُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيۡهِمۡ يَكۡتُبُونَ ٨٠ قُلۡ إِن كَانَ لِلرَّحۡمَٰنِ وَلَدٌ فَأَنَا۠ أَوَّلُ ٱلۡعَٰبِدِينَ ٨١ سُبۡحَٰنَ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ ٨٢ فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ ٨٣ وَهُوَ ٱلَّذِي فِي ٱلسَّمَآءِ إِلَٰهٌ وَفِي ٱلۡأَرۡضِ إِلَٰهٌۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡعَلِيمُ ٨٤ وَتَبَارَكَ ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَعِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ٨٥ وَلَا يَمۡلِكُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِ ٱلشَّفَٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلۡحَقِّ وَهُمۡ يَعۡلَمُونَ ٨٦ وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ ٨٧ وَقِيلِهِۦ يَٰرَبِّ إِنَّ هَٰٓؤُلَآءِ قَوۡمٌ لَّا يُؤۡمِنُونَ ٨٨ فَٱصۡفَحۡ عَنۡهُمۡ وَقُلۡ سَلَٰمٌۚ فَسَوۡفَ يَعۡلَمُونَ ٨٩
43:74
إِنَّ ٱلۡمُجۡرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَٰلِدُونَ ٧٤
નિ:શંક અપરાધી લોકો જહન્નમની યાતનામાં હંમેશા રહેશે
43:75
لَا يُفَتَّرُ عَنۡهُمۡ وَهُمۡ فِيهِ مُبۡلِسُونَ ٧٥
આ યાતના ક્યારેય તેમના પરથી હળવી કરવામાં નહીં આવે અને તે તેમાં જ નિરાશ પડ્યા રહેશે
43:76
وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُواْ هُمُ ٱلظَّٰلِمِينَ ٧٦
અને અમે તેમના પર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ અત્યાચારી હતા
43:77
وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ ٧٧
અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ ! તારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, તે કહેશે કે તમને (હંમેશા) રહેવાનું છે
43:78
لَقَدۡ جِئۡنَٰكُم بِٱلۡحَقِّ وَلَٰكِنَّ أَكۡثَرَكُمۡ لِلۡحَقِّ كَٰرِهُونَ ٧٨
અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા
43:79
أَمۡ أَبۡرَمُوٓاْ أَمۡرًا فَإِنَّا مُبۡرِمُونَ ٧٩
શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, નિ:શંક અમે પણ ઠોસ કામ કરવાવાળા છે
43:80
أَمۡ يَحۡسَبُونَ أَنَّا لَا نَسۡمَعُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيۡهِمۡ يَكۡتُبُونَ ٨٠
શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા ? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે
43:81
قُلۡ إِن كَانَ لِلرَّحۡمَٰنِ وَلَدٌ فَأَنَا۠ أَوَّلُ ٱلۡعَٰبِدِينَ ٨١
તમે કહી દો ! કે જો કદાચ રહમાનને સંતાન હોય, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત
43:82
سُبۡحَٰنَ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ ٨٢
આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે સૌથી પવિત્ર છે, જેનું આ લોકો વર્ણન કરે છે
43:83
فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ ٨٣
હવે તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે
43:84
وَهُوَ ٱلَّذِي فِي ٱلسَّمَآءِ إِلَٰهٌ وَفِي ٱلۡأَرۡضِ إِلَٰهٌۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡعَلِيمُ ٨٤
તે જ આકાશોમાં પૂજ્ય છે અને ધરતીમાં પણ બંદગીને લાયક તે જ છે અને તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે
43:85
وَتَبَارَكَ ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَعِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ٨٥
અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેમની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો
43:86
وَلَا يَمۡلِكُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِ ٱلشَّفَٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلۡحَقِّ وَهُمۡ يَعۡلَمُونَ ٨٦
જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય
43:87
وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ ٨٧
જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ", પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે
43:88
وَقِيلِهِۦ يَٰرَبِّ إِنَّ هَٰٓؤُلَآءِ قَوۡمٌ لَّا يُؤۡمِنُونَ ٨٨
અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર ! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા
43:89
فَٱصۡفَحۡ عَنۡهُمۡ وَقُلۡ سَلَٰمٌۚ فَسَوۡفَ يَعۡلَمُونَ ٨٩
બસ ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Sunday, August 30, 2026
Don't forget us in your sincere prayers







