🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (93 આયત)
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/93
27:1 🔁 0/5
طسٓۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡقُرۡءَانِ وَكِتَابٍ مُّبِينٍ  ۝١
Taa-Seeen; tilka Aayaatul Qur-aani wa Kitaabim Mubeen
તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની
🎤 Your recording:
27:2 🔁 0/5
هُدًى وَبُشۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ  ۝٢
Hudanw wa bushraa lil mu`mineen
સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે
🎤 Your recording:
27:3 🔁 0/5
ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ  ۝٣
Allazeena yuqeemoonas Salaata wa yu`toonaz Zakaata wa hum bil Aakhirati hum yooqinoon
જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે
🎤 Your recording:
27:4 🔁 0/5
إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ زَيَّنَّا لَهُمۡ أَعۡمَٰلَهُمۡ فَهُمۡ يَعۡمَهُونَ  ۝٤
Innal lazeena laa yu`mimoona bil Aakhirati zaiyannaa lahum a`maalahum fahum ya`mahoon
જે લોકો કયામતના દિવસ પર ઈમાન નથી લાવતા અમે તેમના કાર્યો શણગારીને બતાવ્યા, બસ ! તેઓ ભટકતા ફરે છે
🎤 Your recording:
27:5 🔁 0/5
أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَهُمۡ سُوٓءُ ٱلۡعَذَابِ وَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ هُمُ ٱلۡأَخۡسَرُونَ  ۝٥
Ulaaa`ikal lazeena lahum sooo`ul `azaabi wa hum fil Aakhirati humul akhsaroon
આ જ તે લોકો છે, જેમના માટે ખરાબ યાતના છે અને આખેરતમાં પણ તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવશે
🎤 Your recording:
27:6 🔁 0/5
وَإِنَّكَ لَتُلَقَّى ٱلۡقُرۡءَانَ مِن لَّدُنۡ حَكِيمٍ عَلِيمٍ  ۝٦
Wa innaka latulaqqal Qur-aana mil ladun Hakeemin `Aleem
નિ:શંક તમને હિકમતવાળા અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી કુરઆન શિખવાડવામાં આવે છે
🎤 Your recording:
27:7 🔁 0/5
إِذۡ قَالَ مُوسَىٰ لِأَهۡلِهِۦٓ إِنِّيٓ ءَانَسۡتُ نَارًا سَـَٔاتِيكُم مِّنۡهَا بِخَبَرٍ أَوۡ ءَاتِيكُم بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمۡ تَصۡطَلُونَ  ۝٧
Iz qaala Moosaa li ahliheee inneee aanastu naaran saaateekum minhaa bikhabarin aw aateekum bishihaabin qabasil la`allakum tastaloon
(યાદ હશે) જ્યારે મૂસા અ.સ.એ પોતાના ઘરવાળાઓને કહ્યું કે મેં આગ જોઇ છે, હું ત્યાં જઇ કોઈ જાણકારી લઇ અથવા આગનો કોઈ સળગતો અંગારો લઇને હમણાં તમારી તરફ આવી જઇશ, જેથી તમે તાપણી કરી લો
🎤 Your recording:
27:8 🔁 0/5
فَلَمَّا جَآءَهَا نُودِيَ أَنۢ بُورِكَ مَن فِي ٱلنَّارِ وَمَنۡ حَوۡلَهَا وَسُبۡحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ  ۝٨
Falammaa jaaa`ahaa noodiya am boorika man finnnnaari wa man hawlahaa wa Subhaanal laahi Rabbil `aalameen
જ્યારે ત્યાં પહોંચ્યા તો અવાજ આપવામાં આવી કે બરકતવાળો છે તે, જે આ આગમાં છે, અને તેની આજુબાજુની વસ્તુને બરકતવાળી બનાવવામાં આવી છે અને પવિત્ર છે તે અલ્લાહ જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
🎤 Your recording:
27:9 🔁 0/5
يَٰمُوسَىٰٓ إِنَّهُۥٓ أَنَا ٱللَّهُ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ  ۝٩
Yaa Moosaaa innahooo Anal laahul `Azeezul Hakeem
મૂસા ! સાંભળો, વાત એવી છે કે હું જ વિજયી, હિકમતવાળો અલ્લાહ છું
🎤 Your recording:
27:10 🔁 0/5
وَأَلۡقِ عَصَاكَۚ فَلَمَّا رَءَاهَا تَهۡتَزُّ كَأَنَّهَا جَآنٌّ وَلَّىٰ مُدۡبِرًا وَلَمۡ يُعَقِّبۡۚ يَٰمُوسَىٰ لَا تَخَفۡ إِنِّي لَا يَخَافُ لَدَيَّ ٱلۡمُرۡسَلُونَ  ۝١٠
Wa alqi `asaak; falammmaa ra aahaa tahtazzu ka annahaa jaaannunw wallaa mudbiranw wa lam yu`aqqib; yaa Moosaa laa takhaf innee laa yakhaafu ladaiyal mursaloon
તમે પોતાની લાકડી નાખી દો, મૂસાએ જ્યારે લાકડીને હલનચલન કરતી જોઇ, એવી રીતે જાણે કે તે એક સાંપ છે, તો મોઢું ફેરવી ભાગ્વા લાગ્યા અને પાછું વળીને જોયું પણ નહીં. હે મૂસા ! ડરો નહીં, મારી સામે પયગંબર ડરતા નથી
🎤 Your recording:
27:11 🔁 0/5
إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسۡنَۢا بَعۡدَ سُوٓءٍ فَإِنِّي غَفُورٌ رَّحِيمٌ  ۝١١
Illaa man zalama summa baddala husnam ba`da sooo`in fa innee Ghafoorur Raheem
પરંતુ જે લોકો અત્યાચાર કર્યા પછી સત્કાર્ય કરે, તો તે બૂરાઇ પછી (સત્યના કારણે) હું માફ કરનાર, દયાળુ છું
🎤 Your recording:
27:12 🔁 0/5
وَأَدۡخِلۡ يَدَكَ فِي جَيۡبِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٍۖ فِي تِسۡعِ ءَايَٰتٍ إِلَىٰ فِرۡعَوۡنَ وَقَوۡمِهِۦٓۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمًا فَٰسِقِينَ  ۝١٢
Wa adkhil yadaka fee jaibika takhruj baidaaa`a min ghairisooo`in feetis`i Aayaatin ilaa Fir`awna wa qawmih; innahum kaanoo qawman faasiqeen
અને પોતાનો હાથ પોતાના કોલરમાં નાખ, તે સફેદ પ્રકાશિત થઇ કોઈ ખામી વગર નીકળશે, તમે નવ નિશાની લઇને ફિરઔન અને તેમની કોમ તરફ જાઓ, ખરેખર તે વિદ્રોહીઓનું જૂથ છે
🎤 Your recording:
27:13 🔁 0/5
فَلَمَّا جَآءَتۡهُمۡ ءَايَٰتُنَا مُبۡصِرَةً قَالُواْ هَٰذَا سِحۡرٌ مُّبِينٌ  ۝١٣
Falammaa jaaa`at hum Aayaatunaa mubsiratan qaaloo haazaa sihrum mubeen
બસ ! જ્યારે તેમની પાસે આંખો ખોલી દેનારા અમારા ચમત્કારો પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા કે આતો સ્પષ્ટ જાદુ છે
🎤 Your recording:
27:14 🔁 0/5
وَجَحَدُواْ بِهَا وَٱسۡتَيۡقَنَتۡهَآ أَنفُسُهُمۡ ظُلۡمًا وَعُلُوًّاۚ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُفۡسِدِينَ  ۝١٤
Wa jahadoo bihaa wastaiqanat haaa anfusuhum zulmanw-wa `uluwwaa; fanzur kaifa kaana `aaqibatul mufsideen
તે લોકોએ ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં, ફક્ત અત્યાચાર અને અહંકારના કારણે. બસ ! જોઇ લો કે તે વિદ્રોહીઓની દશા કેવી થઇ
🎤 Your recording:
27:15 🔁 0/5
وَلَقَدۡ ءَاتَيۡنَا دَاوُۥدَ وَسُلَيۡمَٰنَ عِلۡمًاۖ وَقَالَا ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٍ مِّنۡ عِبَادِهِ ٱلۡمُؤۡمِنِينَ  ۝١٥
Wa laqad aatainaa Daawooda wa sulaimaana `ilmaa; wa qaalal hamdu lil laahil lazee faddalanaa `alaa kaseerim min `ibaadihil mu`mineen
અને અમે ખરેખર દાઉદ અને સુલૈમાનને જ્ઞાન આપી રાખ્યું હતું અને બન્નેએ કહ્યું, પ્રશંસા તે અલ્લાહ માટે છે, જેણે અમને પોતાના ઘણા ઈમાનવાળા બંદાઓ પર મહત્વત્તા આપી
🎤 Your recording:
27:16 🔁 0/5
وَوَرِثَ سُلَيۡمَٰنُ دَاوُۥدَۖ وَقَالَ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ عُلِّمۡنَا مَنطِقَ ٱلطَّيۡرِ وَأُوتِينَا مِن كُلِّ شَيۡءٍۖ إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡفَضۡلُ ٱلۡمُبِينُ  ۝١٦
Wa warisa Sulaimaanu Daawooda wa qaala yaaa aiyuhan naasu `ullimnaa mantiqat tairi wa ooteenaa min kulli shai`in inna haazaa lahuwal fadlul mubeen
અને દાઉદના વારસદાર સુલૈમાન બન્યા, અને કહેવા લાગ્યા, લોકો ! અમને પક્ષીઓની ભાષા શિખવાડવામાં આવી છે અને અમને બધી જ વસ્તુ માંથી આપવામાં આવ્યું છે, નિ:શંક આ સ્પષ્ટ અલ્લાહની કૃપા છે
🎤 Your recording:
27:17 🔁 0/5
وَحُشِرَ لِسُلَيۡمَٰنَ جُنُودُهُۥ مِنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ وَٱلطَّيۡرِ فَهُمۡ يُوزَعُونَ  ۝١٧
Wa hushira Sulaimaana junooduhoo minal jinni wal insi wattairi fahum yooza`oon
સુલૈમાનની સામે તેમનું લશ્કર, માનવી અને જિન્નાત તથા પક્ષીઓને ભેગા કરવામાં આવ્યા, (દરેકને હોદ્દા પ્રમાણે) અલગ અલગ કરી દેવામાં આવ્યા
🎤 Your recording:
27:18 🔁 0/5
حَتَّىٰٓ إِذَآ أَتَوۡاْ عَلَىٰ وَادِ ٱلنَّمۡلِ قَالَتۡ نَمۡلَةٌ يَٰٓأَيُّهَا ٱلنَّمۡلُ ٱدۡخُلُواْ مَسَٰكِنَكُمۡ لَا يَحۡطِمَنَّكُمۡ سُلَيۡمَٰنُ وَجُنُودُهُۥ وَهُمۡ لَا يَشۡعُرُونَ  ۝١٨
hattaaa izaaa ataw `alaa waadin namli qaalat namlatuny yaaa aiyuhan namlud khuloo masaakinakum laa yahtimannakum Sulaimaanu wa junooduhoo wa hum laa yash`uroon
જ્યારે તેઓ કીડીઓના મેદાનમાં પહોંચ્યા, તો એક કીડીએ કહ્યું, હે કીડીઓ ! પોતાના દરમાં જતી રહો, એવું ન થાય કે અજાણતામાં સુલૈમાન અને તેનું લશ્કર તમને કચડી નાખે
🎤 Your recording:
27:19 🔁 0/5
فَتَبَسَّمَ ضَاحِكًا مِّن قَوۡلِهَا وَقَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحًا تَرۡضَىٰهُ وَأَدۡخِلۡنِي بِرَحۡمَتِكَ فِي عِبَادِكَ ٱلصَّٰلِحِينَ  ۝١٩
Fatabassama daahikam min qawlihaa wa qaala Rabbi awzi`nee an ashkura ni`mata kal lateee an`amta `alaiya wa `alaa waalidaiya wa an a`mala saalihan tardaahu wa adkhilnee birahmatika fee `ibaadikas saaliheen
તેની આ વાતથી સુલૈમાન હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર ! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅમતોનો આભાર માનું, જે તેં મારા પર અને મારા માતાપિતા પર કરી છે. અને હું એવા સત્કાર્યો કરતો રહું જેના કારણે તું રાજી થઇ જાય, મને પોતાની કૃપાથી સદાચારી લોકોમાં કરી દે
🎤 Your recording:
27:20 🔁 0/5
وَتَفَقَّدَ ٱلطَّيۡرَ فَقَالَ مَالِيَ لَآ أَرَى ٱلۡهُدۡهُدَ أَمۡ كَانَ مِنَ ٱلۡغَآئِبِينَ  ۝٢٠
Wa tafaqqadat taira faqaala maa liya laaa aral hud hud, am kaana minal ghaaa`ibeen
તેમણે પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને કહેવા લાગ્યા કે શું વાત છે કે હું હુદહુદને નથી જોઇ રહ્યો, શું ખરેખર તે ગેરહાજર છે
🎤 Your recording:
27:21 🔁 0/5
لَأُعَذِّبَنَّهُۥ عَذَابًا شَدِيدًا أَوۡ لَأَاْذۡبَحَنَّهُۥٓ أَوۡ لَيَأۡتِيَنِّي بِسُلۡطَٰنٍ مُّبِينٍ  ۝٢١
La-u`azzibanahoo `azaaban shadeedan aw la azbahannahoo aw layaatiyannee bisultaanim mubeen
નિ:શંક હું તેને સખત સજા આપીશ અથવા તેને ઝબહ કરી દઇશ અથવા મારી સામે કોઈ સ્પષ્ટ કારણ જણાવે
🎤 Your recording:
27:22 🔁 0/5
فَمَكَثَ غَيۡرَ بَعِيدٍ فَقَالَ أَحَطتُ بِمَا لَمۡ تُحِطۡ بِهِۦ وَجِئۡتُكَ مِن سَبَإِۭ بِنَبَإٍ يَقِينٍ  ۝٢٢
Famakasa ghaira ba`eedin faqaala ahattu bimaa lam tuhit bihee wa ji`tuka min Sabaim binaba iny-yaqeen
થોડીક જ વારમાં તેણે (હુદહુદે) આવીને કહ્યું, હું એક એવી વસ્તુની જાણકારી લાવ્યો છું. કે તમને તેના વિશે જાણ નથી, હું સબાની એક સાચી ખબર તમારી પાસે લાવ્યો છું
🎤 Your recording:
27:23 🔁 0/5
إِنِّي وَجَدتُّ ٱمۡرَأَةً تَمۡلِكُهُمۡ وَأُوتِيَتۡ مِن كُلِّ شَيۡءٍ وَلَهَا عَرۡشٌ عَظِيمٌ  ۝٢٣
Innee wajattum ra atan tamlikuhum wa ootiyat min kulli shai`inw wa lahaa `arshun `azeem
મેં જોયું કે તેમની બાદશાહત એક સ્ત્રી કરી રહી છે, જેને દરેક પ્રકારની વસ્તુઓ માંથી કંઇક આપવામાં આવ્યું છે અને તેનું સિંહાસન પણ ખૂબ જ જબરદસ્ત છે
🎤 Your recording:
27:24 🔁 0/5
وَجَدتُّهَا وَقَوۡمَهَا يَسۡجُدُونَ لِلشَّمۡسِ مِن دُونِ ٱللَّهِ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَصَدَّهُمۡ عَنِ ٱلسَّبِيلِ فَهُمۡ لَا يَهۡتَدُونَ  ۝٢٤
Wajattuhaa wa qawmahaa yasjudoona lishshamsi min doonil laahi wa zaiyana lahumush Shaitaanu a`maalahum fasaddahum `anis sabeeli fahum laa yahtadoon
મેં, તેને અને તેની કોમના લોકોને અલ્લાહ તઆલાને છોડીને સૂર્યને સિજદો કરતા જોયા, શેતાને તેમના કાર્યો તેમને સુંદર દેખાડી, સત્ય માર્ગથી વંચિત કરી દીધા, બસ ! તેઓ સત્ય માર્ગ પર નથી આવતા
🎤 Your recording:
27:25 🔁 0/5
أَلَّاۤ يَسۡجُدُواْۤ لِلَّهِ ٱلَّذِي يُخۡرِجُ ٱلۡخَبۡءَ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَيَعۡلَمُ مَا تُخۡفُونَ وَمَا تُعۡلِنُونَ  ۝٢٥
Allaa yasjudoo lillaahil lazee yukhrijul khab`a fis samaawaati wal ardi wa ya`lamu maa tukhfoona wa maa tu`linoon
કે તે અલ્લાહ માટે જ સિજદો કરે, જે આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને બહાર કાઢે છે અને જે કંઇ તમે છુપાવો છો અને જાહેર કરો છો તે બધું જ જાણે છે
🎤 Your recording:
27:26 🔁 0/5
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ۩  ۝٢٦
Allaahu laaa ilaaha illaa Huwa Rabbul `Arshil Azeem
તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત અર્શનો માલિક છે
🎤 Your recording:
27:27 🔁 0/5
۞ قَالَ سَنَنظُرُ أَصَدَقۡتَ أَمۡ كُنتَ مِنَ ٱلۡكَٰذِبِينَ  ۝٢٧
Qaala sananzuru asadaqta am kunta minal kaazibeen
સુલૈમાને કહ્યું, હવે અમે જોઇ લઇશું કે તું સાચો છે અથવા જુઠ્ઠો છે
🎤 Your recording:
27:28 🔁 0/5
ٱذۡهَب بِّكِتَٰبِي هَٰذَا فَأَلۡقِهۡ إِلَيۡهِمۡ ثُمَّ تَوَلَّ عَنۡهُمۡ فَٱنظُرۡ مَاذَا يَرۡجِعُونَ  ۝٢٨
Izhab bikitaabee haaza fa alqih ilaihim summma tawalla `anhum fanzur maazaa yarji`oon
મારા આ પત્રને લઇ તેમને આપી દે, પછી પાછો આવી જા અને જો, કે તેઓ શું જવાબ આપે છે
🎤 Your recording:
27:29 🔁 0/5
قَالَتۡ يَٰٓأَيُّهَا ٱلۡمَلَؤُاْ إِنِّيٓ أُلۡقِيَ إِلَيَّ كِتَٰبٌ كَرِيمٌ  ۝٢٩
Qaalat yaaa aiyuhal mala`u innee ulqiya ilaiya kitaabun kareem
તે કહેવા લાગી, હે સરદાર ! મારી સામે એક પ્રભાવશાળી પત્ર આવ્યો છે
🎤 Your recording:
27:30 🔁 0/5
إِنَّهُۥ مِن سُلَيۡمَٰنَ وَإِنَّهُۥ بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ  ۝٣٠
Innahoo min Sulaimaana wa innahoo bismil laahir Rahmaanir Raheem
જે સુલૈમાન તરફથી છે અને જે માફ કરનાર, દયાળુ અલ્લાહના નામથી છે
🎤 Your recording:
27:31 🔁 0/5
أَلَّا تَعۡلُواْ عَلَيَّ وَأۡتُونِي مُسۡلِمِينَ  ۝٣١
Allaa ta`loo `alaiya waa toonee muslimeen
એ કે તમે મારી સામે વિદ્રોહ ન કરો અને મુસલમાન બની મારી પાસે આવી જાઓ
🎤 Your recording:
27:32 🔁 0/5
قَالَتۡ يَٰٓأَيُّهَا ٱلۡمَلَؤُاْ أَفۡتُونِي فِيٓ أَمۡرِي مَا كُنتُ قَاطِعَةً أَمۡرًا حَتَّىٰ تَشۡهَدُونِ  ۝٣٢
Qaalat yaaa aiyuhal mala`u aftoonee fee amree maa kuntu qaati`atan amran hattaa tashhhaddon
તેણીએ કહ્યું, હે મારા સરદાર ! તમે મારી આ બાબતે મને સલાહ આપો, હું ત્યાં સુધી કોઈ આદેશ આપતી નથી, જ્યાં સુધી તમારી કોઈ સલાહ ન મળે
🎤 Your recording:
27:33 🔁 0/5
قَالُواْ نَحۡنُ أُوْلُواْ قُوَّةٍ وَأُوْلُواْ بَأۡسٍ شَدِيدٍ وَٱلۡأَمۡرُ إِلَيۡكِ فَٱنظُرِي مَاذَا تَأۡمُرِينَ  ۝٣٣
Qaaloo nahnu uloo quwwatinw wa uloo baasin shadeed; wal amru ilaiki fanzuree maazaa taamureen
તે સૌએ જવાબ આપ્યો કે અમે તાકાતવર અને પ્રભુત્વશાળી બળવાન યોદ્ધા છે, આગળ તમારા હાથમાં છે. તમે પોતે વિચારી લો કે અમને તમે શું આદેશ આપો છો
🎤 Your recording:
27:34 🔁 0/5
قَالَتۡ إِنَّ ٱلۡمُلُوكَ إِذَا دَخَلُواْ قَرۡيَةً أَفۡسَدُوهَا وَجَعَلُوٓاْ أَعِزَّةَ أَهۡلِهَآ أَذِلَّةًۚ وَكَذَٰلِكَ يَفۡعَلُونَ  ۝٣٤
Qaalat innal mulooka izaa dakhaloo qaryatan afsadoohaa wa ja`alooo a`izzata ahlihaaa azillah; wa kazaalika yaf`aloon
તેણીએ કહ્યું કે બાદશાહ જ્યારે કોઈ વસ્તીમાં પ્રવેશ કરે છે, તો તેને વેરાન કરી નાખે છે અને ત્યાંના ઇજજતવાળાઓને અપમાનિત કરે છે અને આ લોકો પણ આવું જ કરશે
🎤 Your recording:
27:35 🔁 0/5
وَإِنِّي مُرۡسِلَةٌ إِلَيۡهِم بِهَدِيَّةٍ فَنَاظِرَةُۢ بِمَ يَرۡجِعُ ٱلۡمُرۡسَلُونَ  ۝٣٥
Wa innee mursilatun ilaihim bihadiyyatin fanaaziratum bima yarji`ul mursaloon
હું તેમને એક ભેટ આપીશ, પછી જોઇ લઇશ કે સંદેશવાહક શું જવાબ લઇ પરત ફરે છે
🎤 Your recording:
27:36 🔁 0/5
فَلَمَّا جَآءَ سُلَيۡمَٰنَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَآ ءَاتَىٰنِۦَ ٱللَّهُ خَيۡرٌ مِّمَّآ ءَاتَىٰكُمۚ بَلۡ أَنتُم بِهَدِيَّتِكُمۡ تَفۡرَحُونَ  ۝٣٦
Falammaa jaaa`a Sulaimaana qaala atumiddoonani bimaalin famaaa aataakum bal antum bihadiy yatikum tafrahoon
બસ ! જ્યારે સંદેશવાહક સુલૈમાન પાસે પહોંચ્યો તો, તેમણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા ઇચ્છો છો ? મને તો મારા પાલનહારે આના કરતા વધારે શ્રેષ્ઠ આપી રાખ્યું છે, જે વસ્તું તેણીએ તમને આપી છે, બસ ! તમે જ પોતાની ભેટથી ખુશ થાવ
🎤 Your recording:
27:37 🔁 0/5
ٱرۡجِعۡ إِلَيۡهِمۡ فَلَنَأۡتِيَنَّهُم بِجُنُودٍ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخۡرِجَنَّهُم مِّنۡهَآ أَذِلَّةً وَهُمۡ صَٰغِرُونَ  ۝٣٧
Irji` ilaihim falanaatiyan nahum bijunoodil laa qibala lahum bihaa wa lanukhri jannahum minhaaa azillatanw wa hum saaghiroon
જા ! તેની પાસે પાછો જા, અમે તેમના માટે તે લશ્કર લાવીશું, જેમનો સામનો કરવાની શક્તિ તેઓમાં નથી. અમે તેમને અપમાનિત કરી ત્યાંથી કાઢી મૂકીશું
🎤 Your recording:
27:38 🔁 0/5
قَالَ يَٰٓأَيُّهَا ٱلۡمَلَؤُاْ أَيُّكُمۡ يَأۡتِينِي بِعَرۡشِهَا قَبۡلَ أَن يَأۡتُونِي مُسۡلِمِينَ  ۝٣٨
Qaala yaaa aiyuhal mala`u aiyukum yaateenee bi`arshihaa qabla ai yaatoonee muslimeen
સુલૈમાને કહ્યું કે હે સરદાર ! તમારા માંથી કોઈ છે, જે તેમના મુસલમાન થઇ, પહોંચ્યા પહેલા જ તેનું સિંહાસન મારી પાસે લાવી બતાવે
🎤 Your recording:
27:39 🔁 0/5
قَالَ عِفۡرِيتٌ مِّنَ ٱلۡجِنِّ أَنَا۠ ءَاتِيكَ بِهِۦ قَبۡلَ أَن تَقُومَ مِن مَّقَامِكَۖ وَإِنِّي عَلَيۡهِ لَقَوِيٌّ أَمِينٌ  ۝٣٩
Qaala `ifreetum minal jinni ana aateeka bihee qabla an taqooma mim maqaamika wa innee `alaihi laqawiyyun ameen
એક શક્તિશાળી જિન્ને કહ્યું, તમે તમારી આ સભા માંથી ઊભા થાવ તે પહેલા જ તેને હું તમારી સામે હાજર કરી દઇશ, નિ:શંક હું આના માટે શક્તિ ધરાવું છું અને નિષ્ઠાવાન પણ છું
🎤 Your recording:
27:40 🔁 0/5
قَالَ ٱلَّذِي عِندَهُۥ عِلۡمٌ مِّنَ ٱلۡكِتَٰبِ أَنَا۠ ءَاتِيكَ بِهِۦ قَبۡلَ أَن يَرۡتَدَّ إِلَيۡكَ طَرۡفُكَۚ فَلَمَّا رَءَاهُ مُسۡتَقِرًّا عِندَهُۥ قَالَ هَٰذَا مِن فَضۡلِ رَبِّي لِيَبۡلُوَنِيٓ ءَأَشۡكُرُ أَمۡ أَكۡفُرُۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشۡكُرُ لِنَفۡسِهِۦۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌّ كَرِيمٌ  ۝٤٠
Qaalal lazee indahoo `ilmum minal Kitaabi ana aateeka bihee qabla ai yartadda ilaika tarfuk; falammaa ra aahu mustaqirran `indahoo qaala haazaa min fadli Rabbee li yabluwaneee `a-ashkuru am akfuru wa man shakara fa innamaa yashkuru linafsihee wa man kafara fa inna Rabbee Ghaniyyun Kareem
જેની પાસે કિતાબનું જ્ઞાન હતું, તેણે કહ્યું કે તમારું પલક ઝબકાવતા પહેલા જ હું તમારી સામે તેને લાવી શકું છું, જ્યારે સુલૈમાને તે સિંહાસનને પોતાની સમક્ષ જોયું, તો કહેવા લાગ્યા, આ જ મારા પાલનહારની કૃપા છે, જેથી તે મારી કસોટી કરે કે હું આભારી બનું છું કે કૃતઘ્ની. આભારી પોતાના ફાયદા માટે જ આભાર વ્યક્ત કરે છે અને જે આભાર વ્યક્ત ન કરે તો મારો પાલનહાર (બેપરવાહ) ધનવાન અને ઉદાર છે
🎤 Your recording:
27:41 🔁 0/5
قَالَ نَكِّرُواْ لَهَا عَرۡشَهَا نَنظُرۡ أَتَهۡتَدِيٓ أَمۡ تَكُونُ مِنَ ٱلَّذِينَ لَا يَهۡتَدُونَ  ۝٤١
Qaala nakkiroo lahaa `arshahaa nanzur atahtadeee am takoonu minal lazeena laa yahtadoon
આદેશ આપ્યો કે તેના સિંહાસનમાં થોડો ફેરફાર કરી દો, જેથી ખબર પડી જાય કે, તેણી સત્યમાર્ગ મેળવે છે અથવા નથી મેળવતી
🎤 Your recording:
27:42 🔁 0/5
فَلَمَّا جَآءَتۡ قِيلَ أَهَٰكَذَا عَرۡشُكِۖ قَالَتۡ كَأَنَّهُۥ هُوَۚ وَأُوتِينَا ٱلۡعِلۡمَ مِن قَبۡلِهَا وَكُنَّا مُسۡلِمِينَ  ۝٤٢
Falammaa jaaa`at qeela ahaakaza `arshuki qaalat kaanna hoo; wa ooteenal `ilma min qablihaa wa kunnaa muslimeen
પછી જ્યારે તે આવી ગઇ તો તેને કહેવામાં આવ્યું કે આવું જ તારું (પણ) સિંહાસન છે ? તેણીએ જવાબ આપ્યો કે આ તે જ છે, અમને આની જાણ પહેલાથી જ કરી દેવામાં આવી હતી અને અમે મુસલમાન હતાં
🎤 Your recording:
27:43 🔁 0/5
وَصَدَّهَا مَا كَانَت تَّعۡبُدُ مِن دُونِ ٱللَّهِۖ إِنَّهَا كَانَتۡ مِن قَوۡمٍ كَٰفِرِينَ  ۝٤٣
Wa saddahaa maa kaanat ta`budu min doonil laahi innahaa kaanat min qawmin kaafireen
જે લોકોની બંદગી તેણી અલ્લાહ સિવાય કરતી હતી, તેઓએ તેણીને રોકી રાખી હતી, (અલ્લાહની બંદગી કરવાથી) નિ:શંક તે ઇન્કાર કરનારાઓ માંથી હતી
🎤 Your recording:
27:44 🔁 0/5
قِيلَ لَهَا ٱدۡخُلِي ٱلصَّرۡحَۖ فَلَمَّا رَأَتۡهُ حَسِبَتۡهُ لُجَّةً وَكَشَفَتۡ عَن سَاقَيۡهَاۚ قَالَ إِنَّهُۥ صَرۡحٌ مُّمَرَّدٌ مِّن قَوَارِيرَۗ قَالَتۡ رَبِّ إِنِّي ظَلَمۡتُ نَفۡسِي وَأَسۡلَمۡتُ مَعَ سُلَيۡمَٰنَ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ  ۝٤٤
Qeela lahad khulis sarha falammaa ra at hu hasibat hu lujjatanw wa khashafat `an saaqaihaa; qaala innahoo sarhum mumarradum min qawaareer; qaalat Rabbi innee zalamtu nafsee wa aslamtu ma`a Sulaimaana lillaahi Rabbil `aalameen
તેણીને કહેવામાં આવ્યું કે મહેલમાં ચાલતા રહો, જ્યારે તેણીએ મહેલ જોયો તો તેણીને હોજ લાગ્યો જેથી તેણી પોતાના કપડા સમેટવા લાગી, કહ્યું કે આ તો કાચથી બનેલી ઇમારત છે, કહેવા લાગી, મારા પાલનહાર ! મેં પોતાના પર અત્યાચાર કર્યો, હવે હું સુલૈમાનની જેમ સમગ્ર સૃષ્ટિના પાલનહાર અલ્લાહની આજ્ઞાકારી બનું છું
🎤 Your recording:
27:45 🔁 0/5
وَلَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰ ثَمُودَ أَخَاهُمۡ صَٰلِحًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ فَإِذَا هُمۡ فَرِيقَانِ يَخۡتَصِمُونَ  ۝٤٥
Wa laqad arsalnaaa ilaa Samoda akhaahum Saalihan ani`budul lahha fa izaa hum fareeqaani yakhtasimoon
નિ:શંક અમે ષમૂદના લોકો તરફ તેમના ભાઇ સાલિહ અ.સ.ને મોકલ્યા કે તમે સૌ અલ્લાહની બંદગી કરો, તો પણ તેઓ બે જૂથ બની અંદરોઅંદર ઝઘડો કરવા લાગ્યા
🎤 Your recording:
27:46 🔁 0/5
قَالَ يَٰقَوۡمِ لِمَ تَسۡتَعۡجِلُونَ بِٱلسَّيِّئَةِ قَبۡلَ ٱلۡحَسَنَةِۖ لَوۡلَا تَسۡتَغۡفِرُونَ ٱللَّهَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ  ۝٤٦
Qaala yaa qawmi lima tasta`jiloona bissaiyi`ati qablal hasanati law laa tas taghfiroonal laaha la`allakum turhamoon
સાલિહ અ.સ.એ કહ્યું, કે હે મારી કોમના લોકો ! તમે સત્કાર્ય પહેલા જ દુષ્કર્મોની ઉતાવળ કેમ કરો છો ? તમે અલ્લાહ પાસે માફી કેમ નથી માંગતા જેથી તમારા પર દયા કરવામાં આવે
🎤 Your recording:
27:47 🔁 0/5
قَالُواْ ٱطَّيَّرۡنَا بِكَ وَبِمَن مَّعَكَۚ قَالَ طَٰٓئِرُكُمۡ عِندَ ٱللَّهِۖ بَلۡ أَنتُمۡ قَوۡمٌ تُفۡتَنُونَ  ۝٤٧
Qaalut taiyarnaa bika wa bimam ma`ak; qaala taaa`irukum `indal laahi bal antum qawmun tuftanoon
તે કહેવા લાગ્યા કે અમે તો તારાથી અને તારા અનુયાયીઓથી છેતરામણીનો આભાસ કરી રહ્યા છે. સાલિહએ કહ્યું, તમારો આભાસ અલ્લાહ પાસે છે, પરંતુ તમે વિદ્રોહી છો
🎤 Your recording:
27:48 🔁 0/5
وَكَانَ فِي ٱلۡمَدِينَةِ تِسۡعَةُ رَهۡطٍ يُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ وَلَا يُصۡلِحُونَ  ۝٤٨
Wa kaana fil madeenati tis`atu rahtiny yufsidoona fil ardi wa laa yuslihoon
આ શહેરમાં નવ સરદાર હતાં, જેઓ ધરતી પર વિદ્રોહ ફેલાવતા હતાં અને સુધારો ન હતા કરતા
🎤 Your recording:
27:49 🔁 0/5
قَالُواْ تَقَاسَمُواْ بِٱللَّهِ لَنُبَيِّتَنَّهُۥ وَأَهۡلَهُۥ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِۦ مَا شَهِدۡنَا مَهۡلِكَ أَهۡلِهِۦ وَإِنَّا لَصَٰدِقُونَ  ۝٤٩
Qaaloo taqaasamoo billaahi lanubaiyitannahoo wa ahlahoo summaa lanaqoolana liwaliy yihee maa shahidnaa mahlika ahliee wa innaa lasaadiqoon
તેઓએ અંદરોઅંદર સોગંદો ખાઇ વચન લીધું કે રાત્રિના સમયે જ આપણે સાલિહ અને તેના ઘરવાળાઓ પર છાપો મારીશું અને તેના વારસદારોને સ્પષ્ટ કહી દઇશું કે આના ઘરવાળાઓના મૃત્યુના સમયે હાજર ન હતાં અને અમે ખરેખર સાચા છે
🎤 Your recording:
27:50 🔁 0/5
وَمَكَرُواْ مَكۡرًا وَمَكَرۡنَا مَكۡرًا وَهُمۡ لَا يَشۡعُرُونَ  ۝٥٠
Wa makaroo makranw wa makarnaa makranw wa hum laa yash`uroon
તેઓએ યુક્તિ કરી અને અમે પણ એક યુક્તિ કરી, તેઓ તેને સમજતા ન હતાં
🎤 Your recording:
27:51 🔁 0/5
فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ مَكۡرِهِمۡ أَنَّا دَمَّرۡنَٰهُمۡ وَقَوۡمَهُمۡ أَجۡمَعِينَ  ۝٥١
Fanzur kaifa kaana `aaqibatu makrihim annaa dammar naahum wa qawmahum ajma`een
(હવે) જોઇ લો, તેમની યુક્તિઓની દશા કેવી થઇ ? કે અમે તેમને અને તેમની કોમના લોકોને દરેકને નષ્ટ કરી દીધા
🎤 Your recording:
27:52 🔁 0/5
فَتِلۡكَ بُيُوتُهُمۡ خَاوِيَةَۢ بِمَا ظَلَمُوٓاْۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةً لِّقَوۡمٍ يَعۡلَمُونَ  ۝٥٢
Fatilka buyootuhum khaa wiyatam bimaa zalamoo; inna fee zaalika la Aayatal liqaw miny-ya`lamoon
આ છે તેમના ઘરો, જે તેમના અત્યાચારના કારણે વેરાન પડ્યા છે, જે લોકો જ્ઞાન ધરાવે છે તેમના માટે આમાં મોટી શિખામણ છે
🎤 Your recording:
27:53 🔁 0/5
وَأَنجَيۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ وَكَانُواْ يَتَّقُونَ  ۝٥٣
Wa anjainal lazeena aamanoo wa kaanoo yattaqoon
અમે જેઓ ઈમાન લાવ્યા છે અને ડરવાવાળા છે, તેઓને બચાવી લીધા
🎤 Your recording:
27:54 🔁 0/5
وَلُوطًا إِذۡ قَالَ لِقَوۡمِهِۦٓ أَتَأۡتُونَ ٱلۡفَٰحِشَةَ وَأَنتُمۡ تُبۡصِرُونَ  ۝٥٤
Wa lootan iz qaala liqawmiheee ataatoonal faa hishata wa antum qawmun tajjhaloon
અને લૂતને (યાદ કર), જ્યારે તેણે પોતાની કોમના લોકોને કહ્યું કે શું જાણવા છતાં તમે અશ્લીલ કાર્ય કરી રહ્યા છો
🎤 Your recording:
27:55 🔁 0/5
أَئِنَّكُمۡ لَتَأۡتُونَ ٱلرِّجَالَ شَهۡوَةً مِّن دُونِ ٱلنِّسَآءِۚ بَلۡ أَنتُمۡ قَوۡمٌ تَجۡهَلُونَ  ۝٥٥
A`innakum lataatoonar rijaala shahwatam min doonin nisaaa`; bal antum qawmun tajhaloon
આ કેવી વાત છે કે તમે સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના કરો છો, ખરેખર તમે ખૂબ જ અજાણ બની રહ્યા છો
🎤 Your recording:
27:56 🔁 0/5
۞ فَمَا كَانَ جَوَابَ قَوۡمِهِۦٓ إِلَّآ أَن قَالُوٓاْ أَخۡرِجُوٓاْ ءَالَ لُوطٍ مِّن قَرۡيَتِكُمۡۖ إِنَّهُمۡ أُنَاسٌ يَتَطَهَّرُونَ  ۝٥٦
Fammaa kaana jawaaba qawmiheee illaaa an qaalooo akrijoon aalaa Lootim min qaryatikum innahum unaasuny yatatahharoon
કોમના લોકોનો જવાબ, એ સિવાય કંઇ ન હતો કે લૂતના ખાનદાનને દેશનિકાલ કરી દો, આ તો ખૂબ જ પવિત્ર બની રહ્યા છે
🎤 Your recording:
27:57 🔁 0/5
فَأَنجَيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ إِلَّا ٱمۡرَأَتَهُۥ قَدَّرۡنَٰهَا مِنَ ٱلۡغَٰبِرِينَ  ۝٥٧
Fa anjainaahu wa ahlahooo illam ra atahoo qaddarnaahaa minal ghaabireen
બસ ! અમે તેમને અને તેમના ખાનદાનને, તેમની પત્ની સિવાય, સૌને બચાવી લીધા, તેના વિશે અનુમાન કરી રાખ્યું હતું કે તે બાકી રહેવાવાળા લોકો માંથી છે
🎤 Your recording:
27:58 🔁 0/5
وَأَمۡطَرۡنَا عَلَيۡهِم مَّطَرًاۖ فَسَآءَ مَطَرُ ٱلۡمُنذَرِينَ  ۝٥٨
Wa amtarnaa `alaihimm mataran fasaaa`a matarul munzareen
અને તેમના પર એક (ખાસ) વરસાદ વરસાવી દીધો, બસ ! તે ધમકી આપનારા પર ખરાબ વરસાદ પડ્યો
🎤 Your recording:
27:59 🔁 0/5
قُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ وَسَلَٰمٌ عَلَىٰ عِبَادِهِ ٱلَّذِينَ ٱصۡطَفَىٰٓۗ ءَآللَّهُ خَيۡرٌ أَمَّا يُشۡرِكُونَ  ۝٥٩
Qulil hamdu lillaahi wa salaamun `alaa `ibaadihil lazeenas tafaa; aaallaahu khairun ammmaa yushrikoon
તમે કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે અને તેના નિકટના લોકો પર સલામ છે, શું અલ્લાહ શ્રેષ્ઠ છે કે તે લોકો, જેમને આ લોકો ભાગીદાર ઠેરવી રહ્યા છે
🎤 Your recording:
27:60 🔁 0/5
أَمَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَأَنزَلَ لَكُم مِّنَ ٱلسَّمَآءِ مَآءً فَأَنۢبَتۡنَا بِهِۦ حَدَآئِقَ ذَاتَ بَهۡجَةٍ مَّا كَانَ لَكُمۡ أَن تُنۢبِتُواْ شَجَرَهَآۗ أَءِلَٰهٌ مَّعَ ٱللَّهِۚ بَلۡ هُمۡ قَوۡمٌ يَعۡدِلُونَ  ۝٦٠
Amman khalaqas samaawaati wal arda wa anzala lakum minas samaaa`i maaa`an fa ambatnaa bihee hadaaa`iqa zaata bahjjah; maa kanna lakum an tumbitoo shajarahaa; `a-ilaahum ma`al laah; bal hum qawmuny ya`diloon
જણાવો તો ખરા ! કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું ? આકાશ માંથી પાણી કોણે વરસાવ્યું ? પછી તેનાથી હર્યા-ભર્યા, સુંદર બગીચા બનાવ્યા, તે બગીચાઓના વૃક્ષોને તમે ક્યારેય ઊપજાવી શક્તા ન હતાં, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? જો કે આ લોકો પથભ્રષ્ટ થઇ જાય છે (સત્ય માર્ગથી)
🎤 Your recording:
27:61 🔁 0/5
أَمَّن جَعَلَ ٱلۡأَرۡضَ قَرَارًا وَجَعَلَ خِلَٰلَهَآ أَنۡهَٰرًا وَجَعَلَ لَهَا رَوَٰسِيَ وَجَعَلَ بَيۡنَ ٱلۡبَحۡرَيۡنِ حَاجِزًاۗ أَءِلَٰهٌ مَّعَ ٱللَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ  ۝٦١
Ammann ja`alal arda qaraaranw wa ja`ala khilaalahaaa anhaaranw wa ja`ala lahaa rawaasiya wa ja`ala bainal bahraini haajizaa; `a-ilaahumma`allah; bal aksaruhum la ya`lamoon
શું તે, જેણે ધરતીને રહેવા માટેનું કારણ બનાવ્યું અને તેની વચ્ચે નહેરો વહાવી દીધી અને તેના માટે પર્વતો બનાવ્યા અને બે સમુદ્રોની વચ્ચે પરદો બનાવ્યો, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? પરંતુ તેમના માંથી ઘણા લોકો જાણતા જ નથી
🎤 Your recording:
27:62 🔁 0/5
أَمَّن يُجِيبُ ٱلۡمُضۡطَرَّ إِذَا دَعَاهُ وَيَكۡشِفُ ٱلسُّوٓءَ وَيَجۡعَلُكُمۡ خُلَفَآءَ ٱلۡأَرۡضِۗ أَءِلَٰهٌ مَّعَ ٱللَّهِۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ  ۝٦٢
Ammany-yujeebul mud tarra izaa da`aahu wa yakshifussooo`a wa yaj`alukum khula faaa`al ardi `a-ilaahum ma`al laahi qaleelam maa tazak karoon
પરેશાન વ્યક્તિની પોકાર, જ્યારે તે પોકારે, કોણ કબૂલ કરી તકલીફને દૂર કરે છે ? અને તમને ધરતીનો નાયબ બનાવે છે, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? તમે થોડીક જ શીખામણ પ્રાપ્ત કરો છો
🎤 Your recording:
27:63 🔁 0/5
أَمَّن يَهۡدِيكُمۡ فِي ظُلُمَٰتِ ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِ وَمَن يُرۡسِلُ ٱلرِّيَٰحَ بُشۡرَۢا بَيۡنَ يَدَيۡ رَحۡمَتِهِۦٓۗ أَءِلَٰهٌ مَّعَ ٱللَّهِۚ تَعَٰلَى ٱللَّهُ عَمَّا يُشۡرِكُونَ  ۝٦٣
Ammany-yahdeekum fee zulumaatil barri wal bahri wa many yursilu riyaaha bushram baina yadai rahmatih; `a-ilaahum ma`al laah; Ta`aalal laahu `ammaa yushrikoon
શું તે, જે તમને સૂકી અને ભીની (ધરતી)ના અંધકારમાં રસ્તો બતાવે છે અને જે પોતાની કૃપા પહેલા જ ખુશખબર આપનારી હવાઓને ચલાવે છે, શું અલ્લાહ સિવાય બીજો કોઈ પૂજ્ય પણ છે જેને આ લોકો અલ્લાહનો ભાગીદાર ઠેરવે છે ? અલ્લાહ તે બધાથી ઉચ્ચ અને ઘણો જ પ્રતિષ્ઠિત છે
🎤 Your recording:
27:64 🔁 0/5
أَمَّن يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ وَمَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۗ أَءِلَٰهٌ مَّعَ ٱللَّهِۚ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ  ۝٦٤
Ammmany-yabda`ul khalqa summa yu`eeduhoo wa many-yarzuqukum minas sammaaa`i wal ard; `a-ilaahum ma`allah; qul haatoo burhaanakum in kuntum saadiqeen
શું તે, જે પ્રથમ વખત સર્જન કરે છે, પછી તેને પાછો ફેરવશે અને જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપી રહ્યો છે, શું અલ્લાહ સાથે બીજો કોઈ પૂજ્ય છે ? કહી દો કે જો તમે સાચા હોવ, તો પોતાના પુરાવા રજુ કરો
🎤 Your recording:
27:65 🔁 0/5
قُل لَّا يَعۡلَمُ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلۡغَيۡبَ إِلَّا ٱللَّهُۚ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ  ۝٦٥
Qul laa ya`lamu mman fis sammaawaati wal ardil ghaiba illal laah; wa maa yash`uroona aiyaana yub`asoon
કહી દો કે આકાશો અને ધરતીવાળાઓ માંથી અલ્લાહ સિવાય કોઈ અદૃશ્યની વાતો નથી જાણતો, તેઓ એ પણ નથી જાણતા કે ક્યારે તેમને ફરીવાર જીવિત કરવામાં આવશે
🎤 Your recording:
27:66 🔁 0/5
بَلِ ٱدَّٰرَكَ عِلۡمُهُمۡ فِي ٱلۡأٓخِرَةِۚ بَلۡ هُمۡ فِي شَكٍّ مِّنۡهَاۖ بَلۡ هُم مِّنۡهَا عَمُونَ  ۝٦٦
Balid daaraka `ilmuhum fil Aakhirah; bal hum fee shakkim minhaa bal hum minhaa `amoon
પરંતુ આખેરતના વિશે તેમનું જ્ઞાન પૂરું થઇ ગયું છે. પરંતુ આ લોકો તેના વિશે શંકા કરે છે, પરંતુ આ લોકો તેનાથી આંધળા છે
🎤 Your recording:
27:67 🔁 0/5
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَءِذَا كُنَّا تُرَٰبًا وَءَابَآؤُنَآ أَئِنَّا لَمُخۡرَجُونَ  ۝٦٧
Wa qaalal lazeena kafarooo `a-izaa kunnaa turaabanw wa aabaaa`unaaa a`innaa lamukhrajoon
ઇન્કાર કરનારાઓએ કહ્યું કે જ્યારે અમે માટી થઇ જઇશું અને અમારા પૂર્વજો પણ, શું અમને ફરી જીવિત કરવામાં આવશે
🎤 Your recording:
27:68 🔁 0/5
لَقَدۡ وُعِدۡنَا هَٰذَا نَحۡنُ وَءَابَآؤُنَا مِن قَبۡلُ إِنۡ هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ  ۝٦٨
Laqad wu`idnaa haazaa nahnu wa aabaaa`unaa min qablu in haazaaa illaaa asaateerul awwaleen
અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આવા વચનો આપવામાં આવી રહ્યા છે. આ તો ફક્ત આગળના લોકોની વાર્તાઓ સિવાય કંઈ નથી
🎤 Your recording:
27:69 🔁 0/5
قُلۡ سِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُجۡرِمِينَ  ۝٦٩
Qul seeroo fil ardi fanzuroo kaifa kaana `aaqibatul mujremeen
કહી દો, કે ધરતીમાં હરીફરીને જુઓ તો ખરા કે અપરાધીઓની દશા કેવી થઇ
🎤 Your recording:
27:70 🔁 0/5
وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَلَا تَكُن فِي ضَيۡقٍ مِّمَّا يَمۡكُرُونَ  ۝٧٠
Wa laa tahzan `alaihim wa laa takun fee daiqim mimmaa yamkuroon
તમે તેમના માટે નિરાશ ન થશો અને તેમની યુક્તિઓથી પોતાના હૃદયને તંગ ન કરશો
🎤 Your recording:
27:71 🔁 0/5
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ  ۝٧١
Wa yaqooloona mataa haazal wa`du in kuntum saadiqeen
કહે છે કે આ વચનો ક્યારે પૂરા થશે ? જો સાચા હોવ તો જણાવો
🎤 Your recording:
27:72 🔁 0/5
قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعۡضُ ٱلَّذِي تَسۡتَعۡجِلُونَ  ۝٧٢
Qul `asaaa any-yakoona radifa lakum ba`dul lazee tasta`jiloon
જવાબ આપી દો કે કદાચ કેટલીક તે વસ્તુ, જેના માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, તમારાથી ઘણી નજીક હોય
🎤 Your recording:
27:73 🔁 0/5
وَإِنَّ رَبَّكَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَشۡكُرُونَ  ۝٧٣
Wa innna Rabbaka lazoo fadlin `alan naasi wa laakina aksarahum laa yashkuroon
નિ:શંક તમારો પાલનહાર દરેક લોકો માટે ખૂબ જ કૃપાળુ છે, પરંતુ ઘણા લોકો કૃતઘ્નતા કરે છે
🎤 Your recording:
27:74 🔁 0/5
وَإِنَّ رَبَّكَ لَيَعۡلَمُ مَا تُكِنُّ صُدُورُهُمۡ وَمَا يُعۡلِنُونَ  ۝٧٤
Wa inna Rabbaka la ya`lamu maa tukinnu sudooruhum wa maa yu`linoon
નિ:શંક તમારો પાલનહાર તે વસ્તુઓને પણ જાણે છે, જે વાતોને તેઓના હૃદય છુપાવી રહ્યા છે અને જેને જાહેર કરે છે
🎤 Your recording:
27:75 🔁 0/5
وَمَا مِنۡ غَآئِبَةٍ فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ إِلَّا فِي كِتَٰبٍ مُّبِينٍ  ۝٧٥
Wa maa min ghaaa`ibatin fis samaaa`i wal ardi illaa fee kitaabimm mubeen
આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ એવી નથી, જે સ્પષ્ટ ખુલ્લી કિતાબમાં ન હોય
🎤 Your recording:
27:76 🔁 0/5
إِنَّ هَٰذَا ٱلۡقُرۡءَانَ يَقُصُّ عَلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَكۡثَرَ ٱلَّذِي هُمۡ فِيهِ يَخۡتَلِفُونَ  ۝٧٦
Inna haazal Qur-aana yaqussu `alaa Baneee israaa`eela aksaral lazee hum feehi yakhtalifoon
નિ:શંક આ કુરઆન, ઇસ્રાઇલના સંતાન સામે તે ઘણી વાતોનું વર્ણન કરે છે, જેમાં આ લોકો વિવાદ કરે છે
🎤 Your recording:
27:77 🔁 0/5
وَإِنَّهُۥ لَهُدًى وَرَحۡمَةٌ لِّلۡمُؤۡمِنِينَ  ۝٧٧
Wa innahoo lahudanw wa rahmatul lilmu`mineen
અને આ કુરઆન, ઈમાનવાળાઓ માટે ખરેખર સત્ય માર્ગદર્શન અને કૃપા છે
🎤 Your recording:
27:78 🔁 0/5
إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُم بِحُكۡمِهِۦۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡعَلِيمُ  ۝٧٨
Inna Rabbaka yaqdee bainahum bihukmih; wa Huwal `Azeezul `Aleem
તમારો પાલનહાર તેમની વચ્ચે પોતાના આદેશ વડે બધા ફેંસલા કરી દેશે, તે ઘણો જ પ્રતિષ્ઠિત, જ્ઞાનવાળો છે
🎤 Your recording:
27:79 🔁 0/5
فَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۖ إِنَّكَ عَلَى ٱلۡحَقِّ ٱلۡمُبِينِ  ۝٧٩
Fatawakkal `alal laahi innaka `alal haqqil mubeen
બસ ! તમે અલ્લાહ પર જ ભરોસો રાખો, નિ:શંક તમે સાચા અને સ્પષ્ટ દીન પર છો
🎤 Your recording:
27:80 🔁 0/5
إِنَّكَ لَا تُسۡمِعُ ٱلۡمَوۡتَىٰ وَلَا تُسۡمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوۡاْ مُدۡبِرِينَ  ۝٨٠
Innaka laa tusmi`ul mawtaa wa laa tusmi`us summad du`aaa izaa wallaw mudbireen
નિ:શંક તમે ન તો મૃતકોને સંભળાવી શકો છો અને ન તો બહેરાઓને પોતાનો અવાજ સંભળાવી શકો છો, જ્યારે તે લોકો પીઠ ફેરવી પાછા ફરે છે
🎤 Your recording:
27:81 🔁 0/5
وَمَآ أَنتَ بِهَٰدِي ٱلۡعُمۡيِ عَن ضَلَٰلَتِهِمۡۖ إِن تُسۡمِعُ إِلَّا مَن يُؤۡمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسۡلِمُونَ  ۝٨١
Wa maaa anta bihaadil `umyi `an dalaalatihim in tusmi`u illaa mai yu`minu bi aayaatinaa fahum muslimoon
અને ન તમે આંધળાઓને તેમની પથભ્રષ્ટતાથી હટાવી માર્ગદર્શન આપી શકો છો, તમે તો તે લોકોને જ સંભળાવી શકો છો, જે અમારી આયતો પર ઈમાન લાવ્યા છે, પછી તે લોકો આજ્ઞાકારી બની જાય છે
🎤 Your recording:
27:82 🔁 0/5
۞ وَإِذَا وَقَعَ ٱلۡقَوۡلُ عَلَيۡهِمۡ أَخۡرَجۡنَا لَهُمۡ دَآبَّةً مِّنَ ٱلۡأَرۡضِ تُكَلِّمُهُمۡ أَنَّ ٱلنَّاسَ كَانُواْ بِـَٔايَٰتِنَا لَا يُوقِنُونَ  ۝٨٢
Wa izaa waqa`al qawhu `alaihim akhrajnaa lahum daabbatam minal ardi tukal limuhum annan naasa kaanoo bi aayaatinaa laa yooqinoon
જ્યારે તેમના પર યાતના નક્કી થઇ જશે, અમે ધરતી માંથી તેમના માટે એક જાનવર કાઢીશું, જે તેમની સાથે વાતો કરતું હશે, કે લોકો અમારી આયતો પર વિશ્વાસ કરતા ન હતાં
🎤 Your recording:
27:83 🔁 0/5
وَيَوۡمَ نَحۡشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوۡجًا مِّمَّن يُكَذِّبُ بِـَٔايَٰتِنَا فَهُمۡ يُوزَعُونَ  ۝٨٣
Wa Yawma nahshuru min kulli ummmatin fawjam mim many-yukazzibu bi Aayaatinaa fahum yooza`oon
અને જે દિવસે અમે દરેક કોમ માંથી તે લોકોના જૂથને, જે અમારી આયતોને જુઠલાવતા હતાં, તેઓને ધેરાવમાં લઇશું, પછી તે બધાને અલગ કરી દેવામાં આવશે
🎤 Your recording:
27:84 🔁 0/5
حَتَّىٰٓ إِذَا جَآءُو قَالَ أَكَذَّبۡتُم بِـَٔايَٰتِي وَلَمۡ تُحِيطُواْ بِهَا عِلۡمًا أَمَّاذَا كُنتُمۡ تَعۡمَلُونَ  ۝٨٤
Hattaaa izaa jaaa`oo qaala akazzabtum bi Aayaatee wa lam tuheetoo bihaa `ilman ammaazaa kuntum ta`maloon
જ્યારે બધા આવી જશે તો અલ્લાહ તઆલા કહેશે કે તમે મારી આયતોને કેમ જુઠલાવી ? જ્યારે તમને તેનું જ્ઞાન ન હતું અને એ પણ જણાવો કે તમે શું કરતા રહ્યા
🎤 Your recording:
27:85 🔁 0/5
وَوَقَعَ ٱلۡقَوۡلُ عَلَيۡهِم بِمَا ظَلَمُواْ فَهُمۡ لَا يَنطِقُونَ  ۝٨٥
Wa waqa`al qawlu `alaihim bimaa zalamoo fahum laa yantiqoon
તે લોકોના અત્યાચાર કરવાના કારણે, તેમના પર વાત નક્કી થઇ જશે અને તે લોકો કંઇ બોલી નહીં શકે
🎤 Your recording:
27:86 🔁 0/5
أَلَمۡ يَرَوۡاْ أَنَّا جَعَلۡنَا ٱلَّيۡلَ لِيَسۡكُنُواْ فِيهِ وَٱلنَّهَارَ مُبۡصِرًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٍ لِّقَوۡمٍ يُؤۡمِنُونَ  ۝٨٦
Alam yaraw annaa ja`alnal laila li yaskunoo feehi wannahaara mubsiraa; inna fee zaalika la Aayaatil liqaw miny-yu`minoon
શું તે જોતા નથી કે અમે રાતને એટલા માટે બનાવી કે તે તેમાં આરામ કરી લે અને દિવસને અમે પ્રકાશિત બનાવ્યો, ખરેખર આમાં તે લોકો માટે શિખામણ છે જેઓ ઈમાન ધરાવે છે
🎤 Your recording:
27:87 🔁 0/5
وَيَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَفَزِعَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۚ وَكُلٌّ أَتَوۡهُ دَٰخِرِينَ  ۝٨٧
Wa Yawma yunfakhu fis Soori fafazi`a man fis samaawaati wa man fil ardi illaa man shaaa`al laah; wa kullun atawhu daakhireen
જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, તો બધા જ આકાશો અને ધરતીવાળાઓ ગભરાઇ જશે, સિવાય જેને અલ્લાહ તઆલા ઇચ્છે, બધા જ અલ્લાહ સામે અસમર્થ થઇ હાજર થશે
🎤 Your recording:
27:88 🔁 0/5
وَتَرَى ٱلۡجِبَالَ تَحۡسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ ٱلسَّحَابِۚ صُنۡعَ ٱللَّهِ ٱلَّذِيٓ أَتۡقَنَ كُلَّ شَيۡءٍۚ إِنَّهُۥ خَبِيرُۢ بِمَا تَفۡعَلُونَ  ۝٨٨
Wa taral jibaala tahsabuhaa jaamidatanw wa hiya tamurru marras sahaab; sun`al laahil lazeee atqana kulla shai`; innahoo khabeerum bimaa taf`aloon
અને તમે પર્વતોને જોઇ, પોતાની જગ્યાએ ઊભા રહેલા સમજો છો, પરંતુ તે પણ વાદળોની જેમ ઉડશે, આ અલ્લાહની બનાવટ છે, જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી, જે કંઇ તમે કરો છો, તેને તે સારી રીતે જાણે છે
🎤 Your recording:
27:89 🔁 0/5
مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ خَيۡرٌ مِّنۡهَا وَهُم مِّن فَزَعٍ يَوۡمَئِذٍ ءَامِنُونَ  ۝٨٩
Man jaaa`a bilhasanati falahoo khairum minhaa wa hum min faza`iny Yawma`izin aaminoon
જે લોકો સત્કાર્ય લાવશે તેને ઉત્તમ વળતર મળશે અને તેઓ તે દિવસે નીડર હશે
🎤 Your recording:
27:90 🔁 0/5
وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَكُبَّتۡ وُجُوهُهُمۡ فِي ٱلنَّارِ هَلۡ تُجۡزَوۡنَ إِلَّا مَا كُنتُمۡ تَعۡمَلُونَ  ۝٩٠
Wa man jaaa`a bissai yi`ati fakubbat wujoohuhum fin Naari hal tujzawna illaa maa kuntum ta`maloon
અને જે દુષ્કર્મો લાવશે, તે ઊંધા કરી આગમાં ફેંકી દેવામાં આવશે, ફક્ત તે જ વળતર આપવામાં આવશે જેને તમે કરતા રહ્યા
🎤 Your recording:
27:91 🔁 0/5
إِنَّمَآ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ رَبَّ هَٰذِهِ ٱلۡبَلۡدَةِ ٱلَّذِي حَرَّمَهَا وَلَهُۥ كُلُّ شَيۡءٍۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُسۡلِمِينَ  ۝٩١
Innamaaa umirtu an a`buda Rabba haazihil baldatil lazee harramahaa wa lahoo kullu shai`inw wa umirtu an akoona minal muslimeen
મને તો બસ ! એ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું તે શહેરના પાલનહારની બંદગી કરતો રહું જેને તેણે પવિત્ર બનાવ્યું છે, જેની માલિકી હેઠળ દરેક વસ્તુ છે અને મને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે હું આજ્ઞાકારી લોકો માંથી બની જઉં
🎤 Your recording:
27:92 🔁 0/5
وَأَنۡ أَتۡلُوَاْ ٱلۡقُرۡءَانَۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَإِنَّمَا يَهۡتَدِي لِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَقُلۡ إِنَّمَآ أَنَا۠ مِنَ ٱلۡمُنذِرِينَ  ۝٩٢
Wa an atluwal Qur-aana famanih tadaa fa innnamaa yahtadee linafsihee wa man dalla faqul innamaaa ana minal munzireen
અને હું કુરઆન પઢતો રહું, જે સત્ય માર્ગ પર આવી જાય તે પોતાના ફાયદા માટે સત્ય માર્ગ પર આવશે અને જે પથભ્રષ્ટ થઇ જાય તો કહી દો, કે હું તો સચેત કરનારાઓ માંથી છું
🎤 Your recording:
27:93 🔁 0/5
وَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ سَيُرِيكُمۡ ءَايَٰتِهِۦ فَتَعۡرِفُونَهَاۚ وَمَا رَبُّكَ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ  ۝٩٣
Wa qulil hamdu lillaahi sa yureekum Aayaatihee fata`ri foonahaa; wa maa Rabbuka bighaaflin `ammaa ta`maloon
કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે, તે નજીકમાં જ પોતાની નિશાનીઓ બતાવશે, જેને તમે ઓળખી જશો અને જે કંઇ તમે કરો છો તેનાથી તમારો પાલનહાર અજાણ નથી
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers