🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (75 આયત)
0/75
39:1
🔁 0/5
تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ ١
Tanzeelul Kitaabi minal laahil `Azeezil Hakeem
આ કિતાબનું અવતરણ, વિજયી, હિકમતવાળા અલ્લાહ તરફથી છે
🎤 Your recording:
39:2
🔁 0/5
إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصًا لَّهُ ٱلدِّينَ ٢
Innaaa anzalnaaa ilaikal Kitaaba bilhaqqi fa`budil laaha mukhlisal lahud deen
નિ:શંક અમે આ કિતાબને તમારી તરફ સત્ય સાથે અવતરિત કરી, બસ ! તમે અલ્લાહ તઆલાની જ બંદગી કરો, તેના માટે જ દીનને નિખાલસ કરતા
🎤 Your recording:
39:3
🔁 0/5
أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٌ كَفَّارٌ ٣
Alaa lillaahid deenul khaalis; wallazeenat takhazoo min dooniheee awliyaaa`a maa na`buduhum illaa liyuqar riboonaaa ilal laahi zulfaa; innal laaha yahkumu baina hum fee maa hum feehi yakhtalifoon; innal laaha laa yahdee man huwa kaazibun kaffaar
સચેત રહો ! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ તેને છોડીને બીજાને દોસ્ત બનાવી રાખ્યા છે, (અને કહે છે) કે અમે તો તેમની બંદગી ફક્ત એટલા માટે કરી રહ્યા છે કે અલ્લાહની નિકટ પહોંચી જવા માટે અમારા માટે ભલામણ કરી દે, આ લોકો જેના વિશે વિવાદ કરી રહ્યા છે તેનો નિર્ણય અલ્લાહ કરશે, જુઠ્ઠા અને કૃતઘ્ની લોકોને અલ્લાહ માર્ગ નથી બતાવતો
🎤 Your recording:
39:4
🔁 0/5
لَّوۡ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّٱصۡطَفَىٰ مِمَّا يَخۡلُقُ مَا يَشَآءُۚ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ ٤
Law araadal laahu aiyattakhiza waladal lastafaa mimmaa yakhluqu maa yashaaa`; Subhaanahoo Huwal laahul Waahidul Qahhaar
જો અલ્લાહ તઆલાની ઇચ્છા સંતાનની હોત, તો પોતાના સર્જન માંથી જેને ઇચ્છતો પસંદ કરી લેતો, (પરંતુ) તે તો પવિત્ર છે, તે જ અલ્લાહ છે, જે એક જ છે અને ખૂબ જ શક્તિશાળી છે
🎤 Your recording:
39:5
🔁 0/5
خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ يُكَوِّرُ ٱلَّيۡلَ عَلَى ٱلنَّهَارِ وَيُكَوِّرُ ٱلنَّهَارَ عَلَى ٱلَّيۡلِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلٌّ يَجۡرِي لِأَجَلٍ مُّسَمًّىۗ أَلَا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفَّٰرُ ٥
Khalaqas samaawaati wal arda bilhaqq; yukawwirul laila `alan nahaari wa yukawwirun nahaara `alaal laili wa sakhkharash shamsa walqamara kulluny yajree li ajalim musammaa; alaa Huwal `Azeezul Ghaffaar
અત્યંત સારી કુશળતાથી તેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, તે રાતને દિવસ પર તથા દિવસને રાતમાં લપેટી દે છે અને તેણે સૂર્ય તથા ચંદ્રને કામ પર લગાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલી રહ્યા છે, નિ:શંક તે જ જબરદસ્ત અને પાપોનો માફ કરનાર છે
🎤 Your recording:
39:6
🔁 0/5
خَلَقَكُم مِّن نَّفۡسٍ وَٰحِدَةٍ ثُمَّ جَعَلَ مِنۡهَا زَوۡجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلۡأَنۡعَٰمِ ثَمَٰنِيَةَ أَزۡوَٰجٍۚ يَخۡلُقُكُمۡ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡ خَلۡقًا مِّنۢ بَعۡدِ خَلۡقٍ فِي ظُلُمَٰتٍ ثَلَٰثٍۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ ٦
Khalaqakum min nafsinw waahidatin summa ja`ala minhaa zawjahaa wa anzala lakum minal-an`aami samaani yata azwaaj; yakhuluqukum fee butooni ummahaatikum khalqam mim ba`di khalqin fee zulumaatin salaas; zaalikumul laahu Rabbukum lahul mulk; laaa ilaaha illaa Huwa fa annaa tusrafoon
તેણે તમારા સૌનું સર્જન એક જ પ્રાણ વડે કર્યું છે, પછી તેનાથી જ તેના જોડીદાર બનાવ્યા અને તમારા માટે ઢોરો માંથી (આઠ પ્રકારના જોડીઓ) ઉતારી, તે તમારું સર્જન તમારી માતાઓના ગર્ભમાં એક બનાવટ પછી બીજી બનાવટે કરે છે, ત્રણ-ત્રણ અંધારાઓમાં, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, તેની જ બાદશાહત છે, તેના સિવાય કોઇ પૂજ્ય નથી. તો પણ તમે ક્યાં પથભ્રષ્ટ થઇ રહ્યા છો
🎤 Your recording:
39:7
🔁 0/5
إِن تَكۡفُرُواْ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنكُمۡۖ وَلَا يَرۡضَىٰ لِعِبَادِهِ ٱلۡكُفۡرَۖ وَإِن تَشۡكُرُواْ يَرۡضَهُ لَكُمۡۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ٧
In takfuroo fa innal laaha ghaniyyun `ankum; wa laa yardaa li`ibaadihil kufra wa in tashkuroo yardahu lakum; wa laa taziru waaziratunw wizra ukhraa; summa ilaa Rabikum marji`ukum fa-yunabbi`ukum bimaa kuntum ta`maloon; innahoo `aleemum bizaatissudoor
જો તમે કૃતઘ્નતા કરો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) બેનિયાઝ છે અને તે પોતાના બંદાઓની કૃતઘ્નતાથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવતો, પછી તમારે સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે
🎤 Your recording:
39:8
🔁 0/5
۞ وَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرٌّ دَعَا رَبَّهُۥ مُنِيبًا إِلَيۡهِ ثُمَّ إِذَا خَوَّلَهُۥ نِعۡمَةً مِّنۡهُ نَسِيَ مَا كَانَ يَدۡعُوٓاْ إِلَيۡهِ مِن قَبۡلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِۦۚ قُلۡ تَمَتَّعۡ بِكُفۡرِكَ قَلِيلًا إِنَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلنَّارِ ٨
Wa izaa massal insaana durrun da`aa Rabbahoo muneeban ilaihi summa izaa khawwalahoo ni`matam minhu nasiya maa kaana yad`ooo ilaihi min qablu wa ja`ala lillaahi andaadal liyudilla `ansabeelih; qul tamatta` bikufrika qaleelan innaka min Ashaabin Naar
અને માનવીને જ્યારે પણ કોઇ તકલીફ પહોંચે છે, તો તે વિનમ્રતા પોતાના પાલનહારને પોકારે છે, પછી જ્યારે અલ્લાહ તઆલા તેને પોતાની પાસેથી કૃપા આપી દે છે, તો તે (કૃપા મળ્યા) પહેલા જે દુઆ કરતો હતો, તેને ભૂલી જાય છે અને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવવા લાગે છે, જેનાથી (બીજાને પણ) તેના માર્ગથી દૂર કરી દે, તમે કહી દો ! કે પોતાના ઇન્કારનો લાભ થોડા દિવસ હજુ ઉઠાવી લો, (છેવટે) તું જહન્નમી લોકો માંથી થવાનો છે
🎤 Your recording:
39:9
🔁 0/5
أَمَّنۡ هُوَ قَٰنِتٌ ءَانَآءَ ٱلَّيۡلِ سَاجِدًا وَقَآئِمًا يَحۡذَرُ ٱلۡأٓخِرَةَ وَيَرۡجُواْ رَحۡمَةَ رَبِّهِۦۗ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلَّذِينَ يَعۡلَمُونَ وَٱلَّذِينَ لَا يَعۡلَمُونَۗ إِنَّمَا يَتَذَكَّرُ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ٩
Amman huwa qaanitun aanaaa`al laili saajidanw wa qaaa`imai yahzarul Aakhirata wa yarjoo rahmata Rabbih; qul hal yastawil lazeena ya`lamoona wallazeena laa ya`lamoon; innamaa yatazakkaru ulul albaab
શું જે વ્યક્તિ રાત્રિનો સમય સિજદા અને કિયામ (નમાઝ)માં પસાર કરતો હોય, આખેરતથી ડરતો હોય અને પોતાના પાલનહારની કૃપાની આશા રાખતો હોય, (અને જે તેનાથી વિરુદ્ધ હોય સરખા હોઇ શકે છે ?) જણાવો જ્ઞાની અને અજ્ઞાની સરખા હોઇ શકે છે ? નિ:શંક શિખામણ તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ બુદ્ધિશાળી છે. (પોતાના પાલનહાર તરફથી)
🎤 Your recording:
39:10
🔁 0/5
قُلۡ يَٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ رَبَّكُمۡۚ لِلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٌۗ وَأَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٌۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّٰبِرُونَ أَجۡرَهُم بِغَيۡرِ حِسَابٍ ١٠
Qul yaa `ibaadil lazeena aamanut taqoo Rabbakum; lillazeena ahsanoo fee haazihid dunyaa hasanah; wa ardul laahi waasi`ah; innamaa yuwaffas saabiroona ajrahum bighayri hisab
કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના પાલનહારથી ડરતા રહો, જે લોકો આ દુનિયામાં સત્કાર્યો કરે છે તેમના માટે શ્રેષ્ઠ બદલો છે અને અલ્લાહ તઆલાની ધરતી ઘણી જ વિશાળ છે, ધીરજ રાખનારાઓને જ તેમનો સંપૂર્ણ, ખૂબ જ બદલો આપવામાં આવે છે
🎤 Your recording:
39:11
🔁 0/5
قُلۡ إِنِّيٓ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ ٱللَّهَ مُخۡلِصًا لَّهُ ٱلدِّينَ ١١
Qul inneee umirtu an a`budal laaha mukhlisal lahud deen
તમે કહી દો ! કે મને આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહ તઆલાની એવી રીતે બંદગી કરું કે તેના માટે જ નિખાલસતાથી બંદગી કરું
🎤 Your recording:
39:12
🔁 0/5
وَأُمِرۡتُ لِأَنۡ أَكُونَ أَوَّلَ ٱلۡمُسۡلِمِينَ ١٢
Wa umirtu li an akoona awwalal muslimeen
અને મને આદેશ આપવામાં આવ્યો છે કે, હું બધાં કરતા પહેલા આજ્ઞાકારી બની જાઉં
🎤 Your recording:
39:13
🔁 0/5
قُلۡ إِنِّيٓ أَخَافُ إِنۡ عَصَيۡتُ رَبِّي عَذَابَ يَوۡمٍ عَظِيمٍ ١٣
Qul inneee akhaafu in `asaitu Rabbee `azaaba Yawmin `azeem
કહી દો ! કે મને તો પોતાના પાલનહારની અવજ્ઞા કરવામાં, મોટા દિવસની યાતનાનો ડર લાગે છે
🎤 Your recording:
39:14
🔁 0/5
قُلِ ٱللَّهَ أَعۡبُدُ مُخۡلِصًا لَّهُۥ دِينِي ١٤
Qulil laaha a`budu mukhlisal lahoo deenee
કહી દો ! કે હું નિખાલસતાથી પોતાના પાલનહારની જ બંદગી કરું છું
🎤 Your recording:
39:15
🔁 0/5
فَٱعۡبُدُواْ مَا شِئۡتُم مِّن دُونِهِۦۗ قُلۡ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ ١٥
Fa`budoo maa shi`tum min doonih; qul innal khaasireenal lazeena khasirooo anfusahum wa ahleehim yawmal qiyaamah; alaa zaalika huwal khusraanul mubeen
તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો ! કે સાચે જ પથભ્રષ્ટ તે છે, જે પોતે જ પોતાને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં નાંખી દે, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે
🎤 Your recording:
39:16
🔁 0/5
لَهُم مِّن فَوۡقِهِمۡ ظُلَلٌ مِّنَ ٱلنَّارِ وَمِن تَحۡتِهِمۡ ظُلَلٌۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥۚ يَٰعِبَادِ فَٱتَّقُونِ ١٦
Lahum min fawqihim zulalum minan Naari wa min tahtihim zulal; zaalika yukhaw wiful laahu bihee `ibaadah; yaa `ibaadi fattaqoon
તેમને નીચે અને ઉપરથી આગના છાંયડા ઢાંકી રહ્યા હશે, આ જ (યાતના) છે, જેનાથી અલ્લાહ તઆલા પોતાના બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ ! બસ ! તમે મારાથી ડરતા રહો
🎤 Your recording:
39:17
🔁 0/5
وَٱلَّذِينَ ٱجۡتَنَبُواْ ٱلطَّٰغُوتَ أَن يَعۡبُدُوهَا وَأَنَابُوٓاْ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلۡبُشۡرَىٰۚ فَبَشِّرۡ عِبَادِ ١٧
Wallazeenaj tanabut Taaghoota ai ya`budoohaa wa anaabooo ilal laahi lahumul bushraa; fabashshir `ibaad
અને જે લોકો તાગૂતની બંદગીથી અળગા રહ્યા અને અલ્લાહ તઆલા તરફ ધ્યાન ધરતા રહ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો
🎤 Your recording:
39:18
🔁 0/5
ٱلَّذِينَ يَسۡتَمِعُونَ ٱلۡقَوۡلَ فَيَتَّبِعُونَ أَحۡسَنَهُۥٓۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَىٰهُمُ ٱللَّهُۖ وَأُوْلَٰٓئِكَ هُمۡ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ١٨
Allazeena yastami`oonal qawla fayattabi`oona ahsanah; ulaaa`ikal lazeena hadaahumul laahu wa ulaaa`ika hum ulul albaab
જે વાતને કાન લગાવી સાંભળે છે, પછી જે શ્રેષ્ઠ વાત હોય, તેનું અનુસરણ કરે છે, આ જ તે લોકો છે, જેમને અલ્લાહ તઆલાએ સત્ય માર્ગ બતાવ્યો છે અને આ જ લોકો બુદ્ધિશાળી પણ છે
🎤 Your recording:
39:19
🔁 0/5
أَفَمَنۡ حَقَّ عَلَيۡهِ كَلِمَةُ ٱلۡعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي ٱلنَّارِ ١٩
Afaman haqqa `alaihi kalimatul `azaab; afa anta tunqizu man fin Naar
જે વ્યક્તિ માટે યાતનાનો નિર્ણય થઇ ગયો છે, તો શું તમે તેને જહન્નમથી બચાવી શકો છો
🎤 Your recording:
39:20
🔁 0/5
لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ غُرَفٌ مِّن فَوۡقِهَا غُرَفٌ مَّبۡنِيَّةٌ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَعۡدَ ٱللَّهِ لَا يُخۡلِفُ ٱللَّهُ ٱلۡمِيعَادَ ٢٠
Laakinil lazeenat taqaw Rabbahum lahum ghurafum min fawqihaa ghurafum mabniyyatun tajree min tahtihal anhaar; wa`dal laah; laa yukhliful laahul mee`aad
હાં ! તે લોકો જેઓ પોતાના પાલનહારથી ડરતા રહ્યા, તેમના માટે ઉચ્ચ સ્થાનો છે, જેના ઉપર પણ ઉચ્ચ સ્થાનો બનેલા છે અને તેની નીચે નહેરો વહી રહી છે, પાલનહારનું વચન છે અને તે વચનભંગ નથી કરતો
🎤 Your recording:
39:21
🔁 0/5
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَسَلَكَهُۥ يَنَٰبِيعَ فِي ٱلۡأَرۡضِ ثُمَّ يُخۡرِجُ بِهِۦ زَرۡعًا مُّخۡتَلِفًا أَلۡوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرًّا ثُمَّ يَجۡعَلُهُۥ حُطَٰمًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ٢١
Alam tara annal laaha anzala minas samaaa`i maaa`an fasalakahoo yanaabee`a fil ardi summa yukhriju bihee zar`am mukhtalifan alwaanuhoo summa yaheeju fatarahu musfarran summa yaj`aluhoo hutaamaa; inna fee zaalika lazikraa li ulil albaab
શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે અને તેને ભૂગર્ભ સુધી પહોંચાડે છે, ત્યાર પછી તેના વડે અલગ-અલગ પ્રકારની ઊપજો ઊપજાવે છે, પછી તે સૂકી પડી જાય છે અને તમે તેને પીળા કલરની જુઓ છો, પછી તેને ચૂરે-ચૂરા કરી દે છે, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણો છે
🎤 Your recording:
39:22
🔁 0/5
أَفَمَن شَرَحَ ٱللَّهُ صَدۡرَهُۥ لِلۡإِسۡلَٰمِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِۦۚ فَوَيۡلٌ لِّلۡقَٰسِيَةِ قُلُوبُهُم مِّن ذِكۡرِ ٱللَّهِۚ أُوْلَٰٓئِكَ فِي ضَلَٰلٍ مُّبِينٍ ٢٢
Afaman sharahal laahu sadrahoo lil Islaami fahuwa `alaa noorim mir Rabbih; fa wailul lilqaasiyati quloobuhum min zikril laah; ulaaa`ika fee dalaalim mubeen
શું તે વ્યક્તિ, જેનું હૃદય અલ્લાહ તઆલાએ ઇસ્લામ માટે ખોલી દીધું છે, બસ ! તે પોતાના પાલનહાર તરફથી એક પ્રકાશમાં છે અને બરબાદી છે તે લોકો માટે, જેમના હૃદય અલ્લાહની યાદથી સખત થઇ ગયા છે, આ લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે
🎤 Your recording:
39:23
🔁 0/5
ٱللَّهُ نَزَّلَ أَحۡسَنَ ٱلۡحَدِيثِ كِتَٰبًا مُّتَشَٰبِهًا مَّثَانِيَ تَقۡشَعِرُّ مِنۡهُ جُلُودُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُمۡ ثُمَّ تَلِينُ جُلُودُهُمۡ وَقُلُوبُهُمۡ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِۚ ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٍ ٢٣
Allahu nazzala ahsanal hadeesi Kitaabam mutashaa biham masaaniy taqsha`irru minhu juloodul lazeena yakhshawna Rabbahum summa taleenu julooduhum wa quloo buhum ilaa zikril laah; zaalika hudal laahi yahdee bihee mai yashaaa`; wa mai yudlilil laahu famaa lahoo min haad
અલ્લાહ તઆલાએ ઉત્તમ વાત અવતરિત કરી છે, જે એવી કિતાબ છે કે એકબીજા સાથે મળતી અને વારંવાર પઢવામાં આવતી આયતો છે, જેનાથી તે લોકોના રુંવાટા ઊભા થઇ જાય છે, જેઓ પોતાના પાલનહારથી ડરે છે, છેવટે તેમના શરીર અને હૃદય અલ્લાહની યાદથી નરમ પડી જાય છે, આ છે અલ્લાહ તઆલાનું માર્ગદર્શન, જેના દ્વારા જેને ઇચ્છે, સત્ય માર્ગ બતાવે છે અને જેને અલ્લાહ તઆલા જ માર્ગ ભૂલાવી દે, તેને માર્ગ બતાવનાર કોઇ નથી
🎤 Your recording:
39:24
🔁 0/5
أَفَمَن يَتَّقِي بِوَجۡهِهِۦ سُوٓءَ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَقِيلَ لِلظَّٰلِمِينَ ذُوقُواْ مَا كُنتُمۡ تَكۡسِبُونَ ٢٤
Afamai yattaqee biwaj hihee sooo`al `azaabi Yawmal Qiyaamah; wa qeela lizzaali meena zooqoo maa kuntum taksiboon
જે વ્યક્તિ કયામતના દિવસે ખરાબ યાતનાથી બચવા પોતાના ચહેરાને આડ બનાવશે, (આવા) અત્યાચારી લોકોને કહેવામાં આવશે કે પોતે કરેલા (કાર્યોની સજા) ચાખો
🎤 Your recording:
39:25
🔁 0/5
كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ٢٥
Kazzabal lazeena min qablihim fa ataahumul `azaabu min haisu laa yash`uroon
તેમના કરતા પહેલાના લોકોએ પણ જુઠલાવ્યું, પછી તેમના પર ત્યાંથી પ્રકોપ આવી પહોંચ્યો જેના વિશે તેઓ વિચારતા પણ ન હતા
🎤 Your recording:
39:26
🔁 0/5
فَأَذَاقَهُمُ ٱللَّهُ ٱلۡخِزۡيَ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَكۡبَرُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ ٢٦
Fa azaaqahumul laahul khizya fil hayaatid dunyaa wa la`azaabul Aakirati akbar; law kaanoo ya`lamoon
અને અલ્લાહ તઆલાએ તે લોકોને દુનિયાના જીવનમાં અપમાનનો સ્વાદ ચખાડ્યો અને હજુ આખેરતની સખત યાતના છે, કદાચ આ લોકો સમજતા હોત
🎤 Your recording:
39:27
🔁 0/5
وَلَقَدۡ ضَرَبۡنَا لِلنَّاسِ فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ مِن كُلِّ مَثَلٍ لَّعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ٢٧
Wa laqad darabnaa linnaasi fee haazal Qur-aani min kulli masalil la`allahum yatazakkaroon
અને નિ:શંક અમે આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણ આપી દીધા, કેવું સારું થાત કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લેતા
🎤 Your recording:
39:28
🔁 0/5
قُرۡءَانًا عَرَبِيًّا غَيۡرَ ذِي عِوَجٍ لَّعَلَّهُمۡ يَتَّقُونَ ٢٨
Qur-aanan `Arabiyyan ghaira zee `iwajil la`allahum yattaqoon
કુરઆન છે અરબીમાં, જેમાં કોઇ ખામી નથી, બની શકે છે કે તેઓ ડરવા લાગે
🎤 Your recording:
39:29
🔁 0/5
ضَرَبَ ٱللَّهُ مَثَلًا رَّجُلًا فِيهِ شُرَكَآءُ مُتَشَٰكِسُونَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ هَلۡ يَسۡتَوِيَانِ مَثَلًاۚ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ٢٩
Darabal laahu masalar rajulan feehi shurakaaa`u mutashaakisoona wa rajulan salamal lirajulin hal tastawi yaani masalaa; alhamdu lillaah; bal aksaruhum laa ya`lamoon
અલ્લાહ તઆલા ઉદાહરણ વર્ણવી રહ્યો છે, તે (દાસ) વ્યક્તિ, જેના માલિક થવામાં પરસ્પર ઘણા વિરોધી લોકો ભાગીદાર છે, તથા બીજો તે વ્યક્તિ, જે ફક્ત (માલિક)નો જ (દાસ) છે, શું આ બન્ને સરખા હોઇ શકે છે, અલ્લાહ તઆલા માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, વાત એવી છે કે તેમાંથી ઘણા લોકો સમજતા નથી
🎤 Your recording:
39:30
🔁 0/5
إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ ٣٠
Innaka maiyitunw wa inna hum maiyitunw wa inna hum maiyitoon
નિ:શંક તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે
🎤 Your recording:
39:31
🔁 0/5
ثُمَّ إِنَّكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عِندَ رَبِّكُمۡ تَخۡتَصِمُونَ ٣١
Summa innakum Yawmal Qiyaamati `inda Rabbikum takhtasimoon
પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો
🎤 Your recording:
39:32
🔁 0/5
۞ فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَبَ عَلَى ٱللَّهِ وَكَذَّبَ بِٱلصِّدۡقِ إِذۡ جَآءَهُۥٓۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوًى لِّلۡكَٰفِرِينَ ٣٢
Faman azlamu mimman kazaba `alal laahi wa kazzaba bissidqi iz jaaa`ah; alaisa fee Jahannama maswal lilkaafir
તેના કરતાં વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ માટે જુઠ બોલે ? અને સાચો દીન જ્યારે તેની પાસે આવે તો તેને જુઠો ઠેરવે, શું જહન્નમ આવા ઇન્કાર કરનારાઓ માટે ઠેકાણું નથી
🎤 Your recording:
39:33
🔁 0/5
وَٱلَّذِي جَآءَ بِٱلصِّدۡقِ وَصَدَّقَ بِهِۦٓ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُتَّقُونَ ٣٣
Wallazee jaaa`a bissidqi wa saddaqa biheee ulaaa`ika humul muttaqoon
અને જે સાચો દીન લાવે અને જેણે તેને માની લીધો, આવા જ લોકો ડરવાવાળા છે
🎤 Your recording:
39:34
🔁 0/5
لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمۡۚ ذَٰلِكَ جَزَآءُ ٱلۡمُحۡسِنِينَ ٣٤
Lahum maa yashaaa`oona `inda Rabbihim; zaalika jazaaa`ul muhsineen
તેમના માટે તેમના પાલનહાર પાસે તે (દરેક) વસ્તુઓ છે, જેની ઇચ્છા આ લોકો કરશે, સદાચારી લોકોનો આ જ બદલો છે
🎤 Your recording:
39:35
🔁 0/5
لِيُكَفِّرَ ٱللَّهُ عَنۡهُمۡ أَسۡوَأَ ٱلَّذِي عَمِلُواْ وَيَجۡزِيَهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ ٱلَّذِي كَانُواْ يَعۡمَلُونَ ٣٥
Liyukaffiral laahu `anhum aswa allazee `amiloo wa yajziyahum ajrahum bi ahsanil lazee kaano ya`maloon
જેથી અલ્લાહ તઆલા તેમનાથી, તેમના ખરાબ કૃત્યોને દૂર કરી દે અને જે સત્કાર્યો તે લોકોએ કર્યા છે, તેનો શ્રેષ્ઠ બદલો આપે
🎤 Your recording:
39:36
🔁 0/5
أَلَيۡسَ ٱللَّهُ بِكَافٍ عَبۡدَهُۥۖ وَيُخَوِّفُونَكَ بِٱلَّذِينَ مِن دُونِهِۦۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٍ ٣٦
Alaisal laahu bikaafin `abdahoo wa yukhawwi foonaka billazeena min doonih; wa mai yudlilil laahu famaa lahoo min haad
શું અલ્લાહ તઆલા પોતાના બંદા માટે પૂરતો નથી ? આ લોકો તમને અલ્લાહ સિવાય બીજા બધાથી ડરાવી રહ્યા છે અને જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે, તેને માર્ગદર્શન આપનાર કોઇ નથી
🎤 Your recording:
39:37
🔁 0/5
وَمَن يَهۡدِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّضِلٍّۗ أَلَيۡسَ ٱللَّهُ بِعَزِيزٍ ذِي ٱنتِقَامٍ ٣٧
Wa mai yahdil laahu famalahoo mim mudlil; alai sal laahu bi`azeezin zin tiqaam
અને જેને તે સત્ય માર્ગ બતાવી દે, તેને કોઇ પથભ્રષ્ટ કરવાવાળો નથી, શું અલ્લાહ તઆલા વિજયી અને બદલો લેનાર નથી
🎤 Your recording:
39:38
🔁 0/5
وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلۡ أَفَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ إِنۡ أَرَادَنِيَ ٱللَّهُ بِضُرٍّ هَلۡ هُنَّ كَٰشِفَٰتُ ضُرِّهِۦٓ أَوۡ أَرَادَنِي بِرَحۡمَةٍ هَلۡ هُنَّ مُمۡسِكَٰتُ رَحۡمَتِهِۦۚ قُلۡ حَسۡبِيَ ٱللَّهُۖ عَلَيۡهِ يَتَوَكَّلُ ٱلۡمُتَوَكِّلُونَ ٣٨
Wa la`in sa altahum man khalaqas samaawaati wal arda la yaqoolunal laah; qul afara`aitum maa tad`oona min doonil laahi in araadaniyal laahu bidurrin hal hunna kaashi faatu durriheee aw araadanee birahmatin hal hunna mumsikaatu rahmatih; qul hasbiyal laahu `alaihi tatawakkalul mutawakkiloon
જો તમે તેમને પૂછશો કે આકાશ અને ધરતીનું સર્જન કોણે કર્યું ? તો નિ:શંક તેઓ આ જવાબ આપશે કે “અલ્લાહ”. તમે તેમને કહી દો કે જરા જણાવો, જે લોકોને તમે અલ્લાહને છોડીને પોકારો છો, જો અલ્લાહ તઆલા મને નુકસાન પહોંચાડવા માંગે, તો શું તેઓ નુકસાનને હઠાવી શકે છે ? અથવા અલ્લાહ તઆલા મારા પર કૃપા કરે, તો શું આ લોકો તેની કૃપાને રોકી શકે છે ? તમે કહી દો કે અલ્લાહ મારા માટે પૂરતો છે, ભરોસો કરનારા તેના પર જ ભરોસો કરે છે
🎤 Your recording:
39:39
🔁 0/5
قُلۡ يَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٌۖ فَسَوۡفَ تَعۡلَمُونَ ٣٩
Qul yaa qawmi`maloo `alaa makaanatikum innee `aamilun fasawfa ta`lamoon
કહી દો કે, હે મારી કોમના લોકો ! તમે પોતાની જગ્યા પર કર્મો કરતા રહો, હું પણ કરતો રહીશ, નજીકમાં જ તમે જાણી જશો
🎤 Your recording:
39:40
🔁 0/5
مَن يَأۡتِيهِ عَذَابٌ يُخۡزِيهِ وَيَحِلُّ عَلَيۡهِ عَذَابٌ مُّقِيمٌ ٤٠
Mai yaateehi `azaabuny yukhzeehi wa yahillu `alaihi `azaabum muqeem
કે કોના માટે અપમાનજનક યાતના આવશે અને કોના માટે હંમેશાની માર હશે અને કોના માટે હંમેશાની સજા હશે
🎤 Your recording:
39:41
🔁 0/5
إِنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ لِلنَّاسِ بِٱلۡحَقِّۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَلِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٍ ٤١
Innaa anzalnaa `alaikal Kitaaba linnaasi bilhaqq; famanih tadaa falinafsihee wa man dalla fa innamaa yadillu `alaihaa wa maaa anta `alaihim biwakeel
તમારા ઉપર અમે આ કિતાબ સત્ય સાથે લોકો માટે અવતરિત કરી, બસ ! જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય, તે પોતે ફાયદો ઉઠાવશે અને જે પથભ્રષ્ટ થઇ જાય, તેની પથભ્રષ્ટતાની (સજા) તેના પર જ છે. તમે તેમના જવાબદાર નથી
🎤 Your recording:
39:42
🔁 0/5
ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّىۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٍ لِّقَوۡمٍ يَتَفَكَّرُونَ ٤٢
Allaahu yatawaffal anfusa heena mawtihaa wallatee lam tamut fee manaamihaa fa yumsikul latee qadaa `alaihal mawta wa yursilul ukhraaa ilaaa ajalim musammaa; inna fee zaalika la Aayaatil liqawmai yatafakkarron
અલ્લાહ જ રૂહોને, તેમના મૃત્યુના સમયે અને જેમનું મૃત્યુ નથી આવ્યું તેમને, તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો છે તેને રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે
🎤 Your recording:
39:43
🔁 0/5
أَمِ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ شُفَعَآءَۚ قُلۡ أَوَلَوۡ كَانُواْ لَا يَمۡلِكُونَ شَيۡـًٔا وَلَا يَعۡقِلُونَ ٤٣
Amit takhazoo min doonillaahi shufa`aaa`; qul awalaw kaanoo laa yamlikoona shai`aw wa laa ya`qiloon
શું તે લોકોએ અલ્લાહ તઆલા સિવાય (બીજાને) ભલામણ માટે નક્કી કર્યા છે ? તમે કહી દો ! કે ભલેને તેમના અધિકારમાં કંઈ હોય કે ન હોય, અને તેઓ સમજતા પણ ન હોય
🎤 Your recording:
39:44
🔁 0/5
قُل لِّلَّهِ ٱلشَّفَٰعَةُ جَمِيعًاۖ لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ ٤٤
Qul lillaahish shafaa`atu jamee`aa; lahoo mulkus samaawaati wal ardi summa ilaihi turj`oon
કહી દો ! કે દરેક ભલામણ કરવાનો અધિકાર આપનાર અલ્લાહ જ છે, દરેક આકાશ અને ધરતીનો ભેદ તેના માટે જ છે, તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો
🎤 Your recording:
39:45
🔁 0/5
وَإِذَا ذُكِرَ ٱللَّهُ وَحۡدَهُ ٱشۡمَأَزَّتۡ قُلُوبُ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِۖ وَإِذَا ذُكِرَ ٱلَّذِينَ مِن دُونِهِۦٓ إِذَا هُمۡ يَسۡتَبۡشِرُونَ ٤٥
Wa izaa zukiral laahu wahdahush ma azzat quloobul lazeena laa yu`minoona bil Aakhirati wa izaa zukiral lazeena min dooniheee izaa hum yastabshiroon
જ્યારે ફક્ત અલ્લાહનું નામ લેવામાં આવે, તો તે લોકોના હૃદય નફરત કરવા લાગે છે, જેઓ આખેરત પર ઈમાન નથી ધરાવતા અને જ્યારે તેના સિવાય (બીજાના) નામ લેવામાં આવે તો તેમના હૃદય ખુશ થઇ જાય છે
🎤 Your recording:
39:46
🔁 0/5
قُلِ ٱللَّهُمَّ فَاطِرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ عَٰلِمَ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ أَنتَ تَحۡكُمُ بَيۡنَ عِبَادِكَ فِي مَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ٤٦
Qulil laahumma faatiras samaawaati wal ardi `Aalimal Ghaibi washshahaadati Anta tahkumu baina `ibaadika fee maa kaanoo fee yakhtalifoon
તમે કહી દો કે, હે અલ્લાહ ! આકાશો અને ધરતીનું સર્જન કરનાર, છૂપું-જાહેરને જાણનાર, તું જ પોતાના બંદાઓ વચ્ચે તે વાતોનો નિર્ણય કરીશ, જેમાં તેઓ તકરાર કરી રહ્યા હતા
🎤 Your recording:
39:47
🔁 0/5
وَلَوۡ أَنَّ لِلَّذِينَ ظَلَمُواْ مَا فِي ٱلۡأَرۡضِ جَمِيعًا وَمِثۡلَهُۥ مَعَهُۥ لَٱفۡتَدَوۡاْ بِهِۦ مِن سُوٓءِ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَبَدَا لَهُم مِّنَ ٱللَّهِ مَا لَمۡ يَكُونُواْ يَحۡتَسِبُونَ ٤٧
Wa law anna lillazeena zalamoo maa fil ardi jamee`anw wa mislahoo ma`ahoo laftadaw bihee min sooo`il azaabi Yawmal Qiyaamah; wa badaa lahum minal laahi maa lam yakkoonoo yahtasiboon
જો અત્યાચાર કરવાવાળા પાસે તે બધું જ હોય, જે ધરતી પર છે અને તેની સાથે બીજું એટલું જ હોય, અને ખૂબ જ ખરાબ સજાના બદલામાં કયામતના દિવસે આ બધું જ આપી દે, છતાં તેમની સામે અલ્લાહ તરફથી તે જાહેર થશે, જેનું અનુમાન પણ તેઓને ન હતું
🎤 Your recording:
39:48
🔁 0/5
وَبَدَا لَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ٤٨
Wa badaa lahum saiyiaatu maa kasaboo wa haaqa bihim maa kaanoo bihee yastahzi`oon
જે કંઈ તે લોકોએ કર્યું હતું, તેની બૂરાઈ તેમના ઉપર આવી જશે અને જેની મશ્કરી તે લોકો કરતા હતા, તે તેમને ઘેરાવમાં લઇ લેશે
🎤 Your recording:
39:49
🔁 0/5
فَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلۡنَٰهُ نِعۡمَةً مِّنَّا قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلۡمِۭۚ بَلۡ هِيَ فِتۡنَةٌ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ٤٩
Fa izaa massal insaana durrun da`aanaa summa izaa khawwalnaahu ni`matam minna qaala innamaaa ootee tuhoo `alaa `ilm; bal hiya fitna tunw wa laakinna aksarahum laa ya`lamoon
માનવીને જ્યારે કોઇ તકલીફ પહોંચે છે, તો અમને પોકારવા લાગે છે, પછી જ્યારે અમે તેના પર કોઇ કૃપા કરીએ, તો કહેવા લાગે છે કે આ તો મને ફક્ત મારા જ્ઞાનના બદલામાં આપવામાં આવ્યું છે, જો કે આ કસોટી છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાન છે
🎤 Your recording:
39:50
🔁 0/5
قَدۡ قَالَهَا ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَمَآ أَغۡنَىٰ عَنۡهُم مَّا كَانُواْ يَكۡسِبُونَ ٥٠
Qad qaalahul lazeena min qablihim famaaa aghnaa `anhum maa kaanoo yaksiboon
તેમના પહેલાના લોકો પણ આ જ વાત કહી ચૂક્યા છે, બસ ! તેમની યુક્તિ તેમને કંઈ કામ ન આવી
🎤 Your recording:
39:51
🔁 0/5
فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْۚ وَٱلَّذِينَ ظَلَمُواْ مِنۡ هَٰٓؤُلَآءِ سَيُصِيبُهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَمَا هُم بِمُعۡجِزِينَ ٥١
Fa asaabahum saiyi aatu maa kasaboo; wallazeena zalamoo min haaa`ulaaa`i sa yuzeebuhum saiyi aatu maa kasaboo wa maa hum bimu`jizeen
પછી તેમના દરેક દુષ્કર્મો તેમના પર આવી પડ્યા અને તેમના માંથી જે અપરાધી છે, તેમણે કરેલા દુષ્કર્મો પણ તેમના પર આવી પડશે, આ લોકો (અમને) હરાવી નથી શકતા
🎤 Your recording:
39:52
🔁 0/5
أَوَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٍ لِّقَوۡمٍ يُؤۡمِنُونَ ٥٢
Awalam ya`lamooo annal laaha yabsutur rizqa limai yashaaa`u wa yaqdir; inna fee zaalika la Aayaatil liqamai yu`minoon
શું તેમને ખબર નથી કે અલ્લાહ તઆલા જેના માટે ઇચ્છે, તેની રોજી પુષ્કળ કરી દે છે અને તંગ (પણ). ઈમાન લાવવાવાળાઓ માટે આમાં નિશાનીઓ છે
🎤 Your recording:
39:53
🔁 0/5
۞ قُلۡ يَٰعِبَادِيَ ٱلَّذِينَ أَسۡرَفُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ لَا تَقۡنَطُواْ مِن رَّحۡمَةِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يَغۡفِرُ ٱلذُّنُوبَ جَمِيعًاۚ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ٥٣
Qul yaa`ibaadiyal lazeena asrafoo `alaaa anfusihim laa taqnatoo mirrahmatil laah; innal laaha yaghfiruz zunooba jamee`aa; innahoo Huwal Ghafoorur Raheem
(મારા તરફથી) કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ, ખરેખર અલ્લાહ તઆલા દરેક પાપોને માફ કરી દે છે, ખરેખર તે ખૂબ જ માફ કરનાર, કૃપાળુ છે
🎤 Your recording:
39:54
🔁 0/5
وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُۥ مِن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ ٥٤
Wa aneebooo ilaa Rabbikum wa aslimoo lahoo min qabli ai yaatiyakumul `azaabu summ laa tunsaroon
તમે પોતાના પાલનહાર તરફ ઝૂકી જાઓ અને તેના આદેશોનું પાલન કરતા રહો, તમારા પર પ્રકોપ આવતા પહેલાં, અને પછી તમારી મદદ કરવામાં નહીં આવે
🎤 Your recording:
39:55
🔁 0/5
وَٱتَّبِعُوٓاْ أَحۡسَنَ مَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ بَغۡتَةً وَأَنتُمۡ لَا تَشۡعُرُونَ ٥٥
Wattabi`ooo ahsana maaa unzila ilaikum mir Rabbikum min qabli aiyaatiyakumal `azaabu baghtatanw wa antum laa tash`uroon
અને તે ઉત્તમ વસ્તુનું અનુસરણ કરો, જે તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવી, તમારા પર અચાનક પ્રકોપ આવતા પહેલા અને તમને ખબર પણ ન પડે
🎤 Your recording:
39:56
🔁 0/5
أَن تَقُولَ نَفۡسٌ يَٰحَسۡرَتَىٰ عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنۢبِ ٱللَّهِ وَإِن كُنتُ لَمِنَ ٱلسَّٰخِرِينَ ٥٦
An taqoola nafsuny yaahasrataa `alaa maa farrattu fee jambil laahi wa in kuntu laminas saakhireen
(એવું ન થાય કે) કોઇ વ્યક્તિ કહે, હાય અફસોસ ! એ વાત પર, કે મેં અલ્લાહ તઆલાના અધિકારમાં બેદરકારી કરી, પરંતુ હું તો મશ્કરી કરનારાઓ માંથી રહ્યો
🎤 Your recording:
39:57
🔁 0/5
أَوۡ تَقُولَ لَوۡ أَنَّ ٱللَّهَ هَدَىٰنِي لَكُنتُ مِنَ ٱلۡمُتَّقِينَ ٥٧
Aw taqoola law annal laaha hadaanee lakuntu minal muttaqeen
અથવા કહે કે, જો અલ્લાહ મને માર્ગ બતાવતો, તો હું પણ ડરવાવાળા લોકો માંથી હોત
🎤 Your recording:
39:58
🔁 0/5
أَوۡ تَقُولَ حِينَ تَرَى ٱلۡعَذَابَ لَوۡ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ ٱلۡمُحۡسِنِينَ ٥٨
Aw taqoola heena taral `azaaba law anna lee karratan fa akoona minal muhsineen
અથવા પ્રકોપને જોઇને કહે, કદાચ ! કે કોઇ પણ રીતે હું પાછો ફરી શકતો હોત, તો હું પણ સદાચારી લોકો માંથી થઇ જાત
🎤 Your recording:
39:59
🔁 0/5
بَلَىٰ قَدۡ جَآءَتۡكَ ءَايَٰتِي فَكَذَّبۡتَ بِهَا وَٱسۡتَكۡبَرۡتَ وَكُنتَ مِنَ ٱلۡكَٰفِرِينَ ٥٩
Balaa qad jaaa`atka Asyaatee fakazzabta bihaa wastak barta wa kunta minal kaafireen
હાં, નિ:શંક તારી પાસે મારી આયતો પહોંચી હતી, જેને તે જુઠલાવી અને ઘમંડ કરતો રહ્યો અને તું ઇન્કાર કરનારાઓ માંથી હતો
🎤 Your recording:
39:60
🔁 0/5
وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ تَرَى ٱلَّذِينَ كَذَبُواْ عَلَى ٱللَّهِ وُجُوهُهُم مُّسۡوَدَّةٌۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوًى لِّلۡمُتَكَبِّرِينَ ٦٠
Wa Yawmal Qiyaamati taral lazeena kazaboo `alallaahi wujoohuhum muswaddah; alaisa fee Hahannama maswal lilmutakabbireen
અને જે લોકોએ અલ્લાહ પર જૂઠાણું બાંધ્યું છે, તો તમે જોશો કે કયામતના દિવસે તેમના ચહેરા કાળાં પડી જશે, શું ઘમંડી લોકોનું ઠેકાણું જહન્નમ નથી
🎤 Your recording:
39:61
🔁 0/5
وَيُنَجِّي ٱللَّهُ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ بِمَفَازَتِهِمۡ لَا يَمَسُّهُمُ ٱلسُّوٓءُ وَلَا هُمۡ يَحۡزَنُونَ ٦١
Wa yunajjil laahul lazee nat taqaw bimafaazatihim laa yamassuhumus sooo`u wa laa hum uahzanoon
અને જે લોકો ડરતા રહ્યા, તેમને અલ્લાહ તઆલા તેમની સફળતા સાથે બચાવી લેશે, તેમને કોઇ દુ:ખ સ્પર્શ પણ નહીં કરી શકે અને ન તો તેઓ નિરાશ થશે
🎤 Your recording:
39:62
🔁 0/5
ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٍۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٍ وَكِيلٌ ٦٢
Allaahu khaaliqu kulli shai`inw wa Huwa `alaa kulli shai`inw Wakeel
અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે
🎤 Your recording:
39:63
🔁 0/5
لَّهُۥ مَقَالِيدُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ٦٣
Lahoo maqaaleedus sa maawaati wal ard; wallazeena kafaroo bi ayaatil laahi ulaaa`ika humul khaasiroon
આકાશો અને ધરતીના (ખજાનાની) ચાવીઓનો માલિક તે જ છે. જે-જે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તે જ નુકસાન ઉઠાવનારા છે
🎤 Your recording:
39:64
🔁 0/5
قُلۡ أَفَغَيۡرَ ٱللَّهِ تَأۡمُرُوٓنِّيٓ أَعۡبُدُ أَيُّهَا ٱلۡجَٰهِلُونَ ٦٤
Qul afaghairal laahi taamurooonneee a`budu ayyuhal jaahiloon
તમે કહી દો કે, હે અજ્ઞાની લોકો ! શું તમે મને અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવાનું કહો છો
🎤 Your recording:
39:65
🔁 0/5
وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ ٦٥
Wa laqad oohiya ilaika wa ilal lazeena min qablika la in ashrakta la yahbatanna `amalu ka wa latakoonanna minal khaasireen
નિ:શંક તમારી તરફ પણ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે, કે જો તમે અલ્લાહના ભાગીદાર ઠેરવ્યા, તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો
🎤 Your recording:
39:66
🔁 0/5
بَلِ ٱللَّهَ فَٱعۡبُدۡ وَكُن مِّنَ ٱلشَّٰكِرِينَ ٦٦
Balil laahha fa`bud wa kum minash shaakireen
પરંતુ તમે અલ્લાહની જ બંદગી કરો અને આભાર વ્યક્ત કરનારાઓ માંથી બની જાવ
🎤 Your recording:
39:67
🔁 0/5
وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦ وَٱلۡأَرۡضُ جَمِيعًا قَبۡضَتُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَٱلسَّمَٰوَٰتُ مَطۡوِيَّٰتُۢ بِيَمِينِهِۦۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ٦٧
Wa maa qadarul laaha haqqa qadrihee wal ardu jamee `an qabdatuhoo Yawmal Qiyaamit wassamaawaatu matwiyyaatum biyameenih; Subhaanahoo wa Ta`aalaa `amma yushrikoon
અને તે લોકોએ જેવી કદર અલ્લાહની કરવી જોઇતી હતી, તેવી ન કરી, સંપૂર્ણ ધરતી કયામતના દિવસે તેની મુઠ્ઠીમાં હશે અને સંપૂર્ણ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે
🎤 Your recording:
39:68
🔁 0/5
وَنُفِخَ فِي ٱلصُّورِ فَصَعِقَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخۡرَىٰ فَإِذَا هُمۡ قِيَامٌ يَنظُرُونَ ٦٨
Wa nufikha fis Soori fas`iqa man fis samaawaati wa man fil ardi illaa man shaa`al lahu summa nufikha feehi ukhraa fa izaa hum qiyaamuny yanzuroon
અને સૂર ફૂંકી દેવામાં આવશે, બસ ! આકાશો અને ધરતીવાળા બેભાન થઇ પડી જશે, સિવાય અલ્લાહ જેને ઇચ્છે, પછી બીજી વખત સૂર ફૂંકવામાં આવશે, બસ ! તેઓ અચાનક ઊભા થઇ જોવા લાગશે
🎤 Your recording:
39:69
🔁 0/5
وَأَشۡرَقَتِ ٱلۡأَرۡضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلۡكِتَٰبُ وَجِاْيٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ ٦٩
Wa ashraqatil ardu binoori Rabbihaa wa wudi`al Kitaabu wa jeee`a bin nabiyyeena wash shuhadaaa`i wa qudiya bainahum bilhaqqi wa hum laa yuzlamoon
અને ધરતી પોતાના પાલનહારના નૂરથી પ્રકાશિત થઇ જશે, કર્મનોંધ હાજર કરવામાં આવશે, પયગંબરો અને સાક્ષીઓને લાવવામાં આવશે અને લોકો વચ્ચે સત્યતાથી નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમના પર અત્યાચાર કરવામાં નહીં આવે
🎤 Your recording:
39:70
🔁 0/5
وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ وَهُوَ أَعۡلَمُ بِمَا يَفۡعَلُونَ ٧٠
Wa wuffiyat kullu nafsim maa `amilat wa Huwa a`lamubimaa yaf`aloon
અને જે વ્યક્તિએ જે કંઈ કર્યું છે, તેને ભરપૂર આપવામાં આવશે, જે કંઈ લોકો કરી રહ્યા છે તેને ખૂબ સારી રીતે જાણે છે
🎤 Your recording:
39:71
🔁 0/5
وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٌ مِّنكُمۡ يَتۡلُونَ عَلَيۡكُمۡ ءَايَٰتِ رَبِّكُمۡ وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ بَلَىٰ وَلَٰكِنۡ حَقَّتۡ كَلِمَةُ ٱلۡعَذَابِ عَلَى ٱلۡكَٰفِرِينَ ٧١
Wa seeqal lazeena kafaroon ilaa jahannama zumaran battaaa izaa jaaa`oohaa futihat abwaabuhaa wa qaala lahum khazanatuhaaa alam yaatikum Rusulum minkum yatloona `alaikum Aayaati Rabbikum wa yunziroonakum liqaaa`a Yawmikum haazaa; qaaloo balaa wa laakin haqqat kalimatul `azaabi `alal kaafireen
ઇન્કાર કરનારાઓના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ તેની પાસે પહોંચી જશે, તેના દ્વાર તેમના માટે ખોલી નાંખવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને સવાલ કરશે કે, શું તમારી પાસે તમારા માંથી પયગંબર નહતા આવ્યા ? જે તમારી સામે તમારા પાલનહારની આયતો પઢતા હતા અને તમને આજના દિવસની મુલાકાતથી સચેત કરતા હતા ? તે લોકો જવાબ આપશે કે હાં, સાચું છે, પરંતુ યાતનાનો નિર્ણય ઇન્કાર કરનારાઓ માટે સાબિત થઇ ગયો
🎤 Your recording:
39:72
🔁 0/5
قِيلَ ٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ ٧٢
Qeelad khuloo abwaaba jahannama khaalideena feeha fabi`sa maswal mutakabbireen
કહેવામાં આવશે, હવે જહન્નમના દ્વારમાં દાખલ થઇ જાઓ, જ્યાં હંમેશા રહેશે, બસ ! વિદ્રોહ કરનારાઓનું ઠેકાણું ઘણું જ ખરાબ છે
🎤 Your recording:
39:73
🔁 0/5
وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ إِلَى ٱلۡجَنَّةِ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَا سَلَٰمٌ عَلَيۡكُمۡ طِبۡتُمۡ فَٱدۡخُلُوهَا خَٰلِدِينَ ٧٣
Wa seeqal lazeenat taqaw Rabbahum ilal Jannati zumaran hattaaa izaa jaaa`oohaa wa futihat abwaabuhaa wa qaala lahum khazanatuhaa salaamun `alaikum tibtum fadkhuloohaa khaalideen
અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ લઇ જવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની પાસે આવી જશે અને દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને કહેશે કે તમારા ઉપર સલામ છે, તમે પ્રસન્ન રહો, તમે આમાં હંમેશા માટે દાખલ થઇ જાવ
🎤 Your recording:
39:74
🔁 0/5
وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي صَدَقَنَا وَعۡدَهُۥ وَأَوۡرَثَنَا ٱلۡأَرۡضَ نَتَبَوَّأُ مِنَ ٱلۡجَنَّةِ حَيۡثُ نَشَآءُۖ فَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ٧٤
Wa waalull hamdulillaahil lazee sadaqanaa wa`dahoo wa awrasanal arda natabaw wa-u minal jannati haisu nashaaa`u fani`ma ajrul `aamileen
તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર, જેણે અમારી સાથેનું પોતાનું વચન પૂરું કર્યું અને અમને આ ધરતીના વારસદાર બનાવી દીધા કે જન્નતમાં જ્યાં ઇચ્છીએ, ત્યાં પોતાની જગ્યા બનાવી લઇએ, બસ ! કર્મ કરનારાઓનો કેટલો સારો બદલો છે
🎤 Your recording:
39:75
🔁 0/5
وَتَرَى ٱلۡمَلَٰٓئِكَةَ حَآفِّينَ مِنۡ حَوۡلِ ٱلۡعَرۡشِ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡۚ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّۚ وَقِيلَ ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ٧٥
Wa taral malaaa`ikata haaaffeena min hawlil `Arshi yusabbihoona bihamdi Rabbihim wa qudiya bainahum bilhaqqi wa qeelal hamdu lillaahi Rabbil `aalameen
અને તમે ફરિશ્તાઓને અલ્લાહના અર્શની આસપાસ, વર્તુળ બનાવીને પોતાના પાલનહારની પ્રશંસા અને તસ્બીહ કરતા જોશો અને તેમની વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દેવામાં આવશે અને કહી દેવામાં આવશે કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







