સૂરા અલ-આલા અરબી અને ગુજરાતી

સૂરા અલ-આલાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (19 આયત — مكية). અલ-આલા સાંભળો, અલ-આલા ભાષાંતર, અલ-આલા mp3, અલ-આલા pdf.

સૂરા અલ-આલા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى ۝١
📖 ભાષાંતર આયત 1
પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર
الَّذِي خَلَقَ فَسَوَّىٰ ۝٢
📖 ભાષાંતર આયત 2
જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ۝٥
📖 ભાષાંતર આયત 5
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ۝٦
📖 ભાષાંતર આયત 6
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ۝٧
📖 ભાષાંતર આયત 7
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ۝٨
📖 ભાષાંતર આયત 8
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ۝٩
📖 ભાષાંતર આયત 9
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય
سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ۝١٠
📖 ભાષાંતર આયત 10
ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ۝١١
📖 ભાષાંતર આયત 11
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે
الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ ۝١٢
📖 ભાષાંતર આયત 12
જે મોટી આગમાં જશે
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ۝١٣
📖 ભાષાંતર આયત 13
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ۝١٤
📖 ભાષાંતર આયત 14
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ۝١٥
📖 ભાષાંતર આયત 15
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ۝١٦
📖 ભાષાંતર આયત 16
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ۝١٧
📖 ભાષાંતર આયત 17
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે
إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ۝١٨
📖 ભાષાંતર આયત 18
આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે
صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ ۝١٩
📖 ભાષાંતર આયત 19
(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં
← 86 અલ-આલા (87/114) 88 →
વાંચો સૂરા અલ-આલા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

87الأعلى Al-A'la 📚 19 આયત مكية



પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers