સૂરા અલ-ગાશિયા અરબી અને ગુજરાતી

સૂરા અલ-ગાશિયાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (26 આયત — مكية). અલ-ગાશિયા સાંભળો, અલ-ગાશિયા ભાષાંતર, અલ-ગાશિયા mp3, અલ-ગાશિયા pdf.

સૂરા અલ-ગાશિયા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ ۝١
📖 ભાષાંતર આયત 1
શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ ۝٢
📖 ભાષાંતર આયત 2
તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે
عَامِلَةٌ نَّاصِبَةٌ ۝٣
📖 ભાષાંતર આયત 3
(અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે
تَصْلَىٰ نَارًا حَامِيَةً ۝٤
📖 ભાષાંતર આયત 4
તેઓ ધગધગતી આગમાં જશે
تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ ۝٥
📖 ભાષાંતર આયત 5
અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ۝٦
📖 ભાષાંતર આયત 6
તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય
لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ ۝٧
📖 ભાષાંતર આયત 7
જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ ۝٨
📖 ભાષાંતર આયત 8
કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે
لِّسَعْيِهَا رَاضِيَةٌ ۝٩
📖 ભાષાંતર આયત 9
પોતાના પ્રયત્નોથી ખુશ હશે
فِي جَنَّةٍ عَالِيَةٍ ۝١٠
📖 ભાષાંતર આયત 10
ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે
لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً ۝١١
📖 ભાષાંતર આયત 11
તેમાં કોઇ બકવાસ નહી સાંભળે
فِيهَا عَيْنٌ جَارِيَةٌ ۝١٢
📖 ભાષાંતર આયત 12
તેમાં એક વહેતુ ઝરણું હશે
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ ۝١٣
📖 ભાષાંતર આયત 13
(અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ ۝١٤
📖 ભાષાંતર આયત 14
તેમાં પ્યાલા મુકેલા (હશે)
وَنَمَارِقُ مَصْفُوفَةٌ ۝١٥
📖 ભાષાંતર આયત 15
અને એક કતારમાં લાગેલા તકીયા હશે
وَزَرَابِيُّ مَبْثُوثَةٌ ۝١٦
📖 ભાષાંતર આયત 16
અને મખમલી જાજમો ફેલાયેલી હશે
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ۝١٧
📖 ભાષાંતર આયત 17
શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે
وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ ۝١٨
📖 ભાષાંતર આયત 18
અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ ۝١٩
📖 ભાષાંતર આયત 19
અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે
وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ ۝٢٠
📖 ભાષાંતર આયત 20
અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે
فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ ۝٢١
📖 ભાષાંતર આયત 21
બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ۝٢٢
📖 ભાષાંતર આયત 22
તમે તેમના ઉપર રખેવાળ નથી
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ۝٢٣
📖 ભાષાંતર આયત 23
હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે
فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ ۝٢٤
📖 ભાષાંતર આયત 24
તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ ۝٢٥
📖 ભાષાંતર આયત 25
ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم ۝٢٦
📖 ભાષાંતર આયત 26
પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો
← 87 અલ-ગાશિયા (88/114) 89 →
વાંચો સૂરા અલ-ગાશિયા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

88الغاشية Al-Ghashiyah 📚 26 આયત مكية

આયત-આયત – સૂરા અલ-ગાશિયા — 26 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers