La sourate Al-Mursalat en Gujarati
| દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ |
| પછી તીવ્ર હવાઓના સોગંદ |
| પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ |
| પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર |
| અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ |
| જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે |
| જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે |
| બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે |
| અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે |
| અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે |
| અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે |
| કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે |
| નિર્ણયના દિવસ માટે |
| અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે |
| શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા |
| ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા |
| અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા |
| પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો |
| એક નક્કી કરેલ સમય સુધી |
| પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી |
| જીવિત લોકોને પણ અને મૃતકોને પણ |
وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا(27) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા |
| ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ |
| જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે |
| નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે |
| જાણે કે તે પીળા ઊંટો છે |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે |
| ન તેમને તક આપવામાં આવશે |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે |
| બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે |
| અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે |
| (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં |
| નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા |
| તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે |
| હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Mursalat : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Mursalat complète en haute qualité.
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
Donnez-nous une invitation valide




