La sourate Nuh en Gujarati
નિ:શંક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોક્લ્યા કે પોતાની કોમને ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમની પાસે દુ:ખદાયી યાતના આવી જાય |
(નૂહ અ.સ.એ) કહ્યુ, કે અય મારી કોમ ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું |
કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો |
તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત |
(નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા |
પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા |
મેં જ્યારે પણ તેમને તારી ક્ષમા તરફ બોલાવ્યા, તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ કરી અને ખુબ જ ઘમંડ કર્યુ |
પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા |
ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا(9) અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ |
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا(10) અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે |
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે |
وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا(12) અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે |
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા |
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે |
أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا(15) શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા |
وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا(16) અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક |
અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ) |
ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે |
અને ખરેખર તમારા માટે ધરતીને અલ્લાહ તઆલાએ પાથરણું બનાવી દીધુ છે |
જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો |
નૂહ (અ.સ.) એ કહ્યુ કે અય મારા પાલનહાર ! તે લોકોએ મારી વાતને રદ કરી, અને તેવા લોકોની વાત માની જેમનું ધન અને સંતાનોએ તેમની ખોટમાં (ખરેખર) વધારો કર્યો |
અને તે લોકોએ ભારે ધોકો કર્યો |
અને તેમણે કહ્યુ કે તમે કદાપિ પોતાના પૂજ્યોને ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો) |
وَقَدْ أَضَلُّوا كَثِيرًا ۖ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا ضَلَالًا(24) અને તેમણે ઘણા લોકોને પથભ્રષ્ટ કર્યા , (અય અલ્લાહ) તુ તે અત્યાચારીઓની પથભ્રષ્ટતાને વધુ કર |
આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. અને અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદ કરનાર ન જોયો |
وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا(26) અને નૂહ (અ.સ.) એ કહ્યુ, કે અય મારા પાલનહાર ! તું જમીન પર કોઇ ઇન્કારીને વસવાવાળો ન છોડીશ |
إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا(27) જો તુ તેમને છોડી દઇશ તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને (પણ) ભટકાવી દેશે. અને દુરાચારી અને ઇન્કારીઓને જ જન્મ આપશે |
અય મારા પાલનહાર ! તુ મને અને મારા માતા-પિતા અને જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં આવ્યા અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને ઇન્કારીઓને બરબાદી સિવાય બીજી કોઇ વાતમાં આગળ ન વધારીશ |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Nuh : choisissez le récitateur pour écouter et télécharger la sourate Nuh complète en haute qualité.















Donnez-nous une invitation valide