La sourate Al-Infitar en Gujarati
જ્યારે આકાશ ફાટી પડશે |
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે |
અને જ્યારે દરિયાઓ વહી પડશે |
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે |
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે |
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ(6) હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે |
જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો |
જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો |
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો |
નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત |
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે |
જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે |
નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે |
અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે |
બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે |
અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે |
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે |
ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે |
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ(19) (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Infitar : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Infitar complète en haute qualité.















Donnez-nous une invitation valide