La sourate Al-Mulk en Gujarati
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ(1) ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં સલ્તનત છે. અને જે દરેક વસ્તુઓ પર શક્તિમાન છે |
જેણે મૃત્યુ અને જીવનને તે માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે સર્વોપરી (અને) ક્ષમા કરનાર છે |
જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, (તો એ જોવાવાળા) અલ્લાહ કૃપાળુ ના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુએ, ફરીવાર (નજર થમાવીને) જોઇ લે શું કોઇ તિરાડ પણ દેખાઇ છે |
ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ(4) ફરીવાર બે બે વખત જોઇ લે, તારી નજર તારી તરફ અપમાનિત (અને લાચાર) થઇને થાકીને પાછી ફરશે |
નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી |
وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ(6) અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે |
إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ(7) જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે |
નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો |
તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો |
وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ(10) અને કહેશે કે અગર અમે સાંભળતા હોત અથવા તો સમજ્યા હોત તો જહન્નમીઓમાં ન હોત |
فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ(11) બસ તેમણે પોતાનું પાપ સ્વીકારી લીધું, હવે આ જહન્નમીઓ દૂર થઇ જાવ |
إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ(12) નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે |
وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ(13) તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે |
શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે |
તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે |
أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ(16) શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય |
أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ(17) અથવા શું તમે આ વાતથી નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હતી |
وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ(18) અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો તેમના પર નજર દોડાવો કે મારી પકડ કેવી સખત થઇ |
શું આ લોકો પોતાના ઉપર ફેલાયેલા અને (કયારેક) સમેટાયેલા (ઉડતા) પંખીઓ ને નથી જોતા, તેમને (અલ્લાહ) કૃપાળુ એ જ (હવા અને વાતાવરણમાં) ટકાવી રાખ્યા છે, નિ:શંક દરેક વસ્તુ તેની દેખરેખ હેઠળ છે |
સિવાય અલ્લાહના તમારૂ તે કેવું લશ્કર છે, જે તમારી મદદ કરી શકે, ઇન્કારીઓ તો ખરેખર ધોકામાં જ છે |
أَمَّنْ هَٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ(21) અગર અલ્લાહ તઆલા તમારી રોજી રોકી લે તો બતાઓ કોણ છે જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને વિમુખતા પર હઠે ચઢી ગયા છે |
હાં, તે વ્યક્તિ વધુ સત્યના માર્ગ ઉપર છે જે ઊંધું ઘાલીને ચાલી રહ્યો છે, અથવા તો તે જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય |
કહી દો ! કે તે જ (અલ્લાહ) છે જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો |
قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ(24) કહી દો ! કે તે જ છે જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને જેની તરફ તમને એકઠા કરવામાં આવશે |
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ(25) (ઇન્કારીઓ) સવાલ કરે છે કે તે વચન ક્યારે થશે, અગર તમે સાચા હોય (તો બતાવો) |
قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ(26) તમે કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું |
જ્યારે આ લોકો તે વચનને નજીક જોઇ લેશે તે વખતે તે ઇન્કારીઓના મુખ બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ છે જેની તમે ઇચ્છા કરતા હતા |
તમે કહી દો! અગર મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે ઇન્કારીઓને દુ:ખદાયી યાતનાથી કોણ બચાવશે |
તમે કહી દો ! કે તે જ કૃપાળુ છે. અમે તો તેના પર ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે નરી પથભ્રષ્ટતામાં કોણ છે |
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ(30) તમે કહી દો ! હા એ તો બતાવો કે જો તમારૂ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે જે તમારા માટે વહેતું પાણી લાવે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Mulk : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Mulk complète en haute qualité.















Donnez-nous une invitation valide