سورة الطور بالغوجاراتية
وَالطُّورِ(1) સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના |
અને લખવામાં આવેલ કિતાબના |
જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે |
અને આબાદ ઘરના |
અને ઊંચી છતના |
અને ભડકાવવામાં આવેલ સમુદ્રના |
નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે |
તેને કોઇ રોકનાર નથી |
જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે |
અને પર્વતો ચાલવા લાગશે |
તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે |
જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે |
જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે |
આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા |
(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી |
જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે |
નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે |
فَاكِهِينَ بِمَا آتَاهُمْ رَبُّهُمْ وَوَقَاهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيمِ(18) જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે |
તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા |
مُتَّكِئِينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ(20) ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે |
જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે |
وَأَمْدَدْنَاهُم بِفَاكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ(22) અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું |
يَتَنَازَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ(23) મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ |
۞ وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ(24) અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા |
અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે |
કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા |
બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા |
إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ(28) અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે |
فَذَكِّرْ فَمَا أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ(29) તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ |
أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ(30) શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે |
قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُم مِّنَ الْمُتَرَبِّصِينَ(31) કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું |
أَمْ تَأْمُرُهُمْ أَحْلَامُهُم بِهَٰذَا ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ(32) શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે |
શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા |
હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે |
أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ(35) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે |
أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ(36) શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે |
أَمْ عِندَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ(37) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે |
أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَانٍ مُّبِينٍ(38) અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે |
શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે |
أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ(40) શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય |
શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય |
أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ(42) શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે |
أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ(43) શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે |
وَإِن يَرَوْا كِسْفًا مِّنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَّرْكُومٌ(44) જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે |
فَذَرْهُمْ حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ(45) તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે |
يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ(46) જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે |
وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ(47) નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે |
وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ(48) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો |
અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ |
المزيد من السور باللغة الغوجاراتية:
تحميل سورة الطور بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة الطور كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Sunday, December 22, 2024
لا تنسنا من دعوة صالحة بظهر الغيب