La sourate Saba en Gujarati
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેની માલિકી હેઠળ બધું જ છે જે આકાશો અને ધરતીમાં છે. આખેરતમાં પણ પ્રશંસા તેના માટે જ છે, તે હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખનાર છે |
જે ધરતીમાં ઉતરે અને જે તે માંથી ઊપજે, જે આકાશ માંથી ઉતરે અને જે તેની તરફ ચઢી જાય, તે બધું જ જાણે છે અને તે દયાળુ, અત્યંત માફ કરનાર છે |
ઇન્કાર કરનારાઓ કહે છે કે અમારા પર કયામત નહીં આવે, તમે કહી દો ! કે મારા પાલનહારના સોંગદ, જે અદૃશ્ય (નીવાતો)ને જાણે છે, કે તે ખરેખર તમારા પર આવશે, અલ્લાહ તઆલાથી એક કણ બરાબર પણ વસ્તુ આકાશો અને ધરતીમાં છુપી નથી, પરંતુ તેના કરતા પણ નાની અને મોટી દરેક વસ્તુ ખુલ્લી કિતાબમાં છે |
જેથી તે ઈમાનવાળાઓ અને સદાચારી લોકોને સારો બદલો આપે, આ જ લોકો માટે માફી અને ઇજજતવાળી રોજી છે |
وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ(5) અને અમારી આયતોને હીન બતાવવાની જે લોકોએ મહેનત કરી છે, આ તે લોકો છે, જેમના માટે ખૂબ જ ખરાબ યાતના છે |
અને જે લોકોની પાસે જ્ઞાન છે, તેઓ જોઇ લેશે કે જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત થયું છે, તે (ખરેખર) સત્ય છે અને અલ્લાહ વિજયી, પ્રશંસાવાળા અલ્લાહના રસ્તાનું માર્ગદર્શન આપે છે |
અને ઇન્કાર કરનારાઓએ કહ્યું, અમે તમને એક એવા વ્યક્તિની જાણ આપીશું, જે તમારી પાસે એ વાતની જાણ આપી રહ્યો છે કે જ્યારે તમે અત્યંત કણ કણ બની જશો, તો તમે ફરીવાર એક નવા સર્જનમાં આવશો |
(અમે નથી કહી શકતા) કે તેણે પોતે અલ્લાહ પર જૂઠાણું ઘડી કાઢ્યું, અથવા તેને પાગલપણું છે, પરંતુ (સત્ય વાત એ છે) કે આખેરત પર ઈમાન ન ધરાવનારા જ યાતના અને દૂરની પથભ્રષ્ટતામાં છે |
શું તેઓ પોતાની આગળ-પાછળ આકાશ અને ધરતીને જોઇ નથી રહ્યા ? જો અમે ઇચ્છીએ તો તેમને ધરતીમાં જ ધસાવી દઇએ, અથવા તેમના પર આકાશના ટુકડા નાંખી દઇએ, નિ:શંક આમાં સંપૂર્ણ પુરાવા છે તે દરેક બંદા માટે, જે ચિંતન કરે |
અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી, હે પર્વતો ! તેની સાથે મન લગાવી અલ્લાહના નામનું સ્મરણ કર્યા કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડ નરમ કરી દીધું |
કે તમે સંપૂર્ણ કવચ (બખતર) બનાવો અને તેની (કડીઓ) સરખી રાખો, તમે સૌ સત્કાર્યો કરતા રહો, નિ:શંક હું તમારા કાર્યોને જોઇ રહ્યો છું |
અને અમે સુલૈમાન માટે હવાને વશમાં કરી દીધી, કે સવારનો સમયગાળો તેના માટે એક મહિના બરાબર હતો, તેવી જ રીતે સાંજનો સમય પણ અને અમે તેમના માટે તાંબાનું ઝરણું વહાવી દીધું અને તેમના પાલનહારના આદેશથી કેટલાક જિન્નાત તેમના વશમાં રહી તેમની સામે કામ કરતા હતા. અને તેમના માંથી જે પણ અમારા આદેશની અવગણના કરે, અમે તેને ભડકેલી આગનો સ્વાદ ચખાડીશું |
જે કંઈ સુલૈમાન ઇચ્છતા, તે જિન્નાત તૈયાર કરી દેતા, જેવી રીતે કે કિલ્લાઓ, ચિત્રો અને હોજ જેવા થાળ અને સગડીઓ પર મોટા મોટા દેગડા, હે દાઉદના સંતાનો ! તેના આભારમાં સત્કાર્યો કરો. મારા બંદાઓ માંથી આભારી બંદાઓ થોડાંક જ હોય છે |
પછી જ્યારે અમે તેમના મૃત્યુનો આદેશ આપ્યો તો, તેની જાણ જિન્નાતોને કોઇએ ન આપી, (લાકડામાં પડતા) કીડા સિવાય જે તેમની લાકડીને ખાઇ રહ્યા હતા, બસ ! જ્યારે (સુલૈમાન) પડી ગયા તે સમયે જિન્નાતોએ જાણી લીધું કે જો તેઓ અદૃશ્યની (વાતો) જાણતા હોત, આ અપમાનિત કરી દેનારી સજામાં ન રહેતા |
સબાની કોમ માટે પોતાની જગ્યાઓમાં નિશાની હતી, તેમની જમણી-ડાબી બાજુ બે બગીચા હતા, (અમે તેમને આદેશ આપ્યો હતો કે) પોતાના પાલનહારે આપેલી રોજી ખાઓ અને તેનો આભાર માનો, આ શ્રેષ્ઠ શહેર છે અને તે માફ કરનાર, પાલનહાર છે |
પરંતુ તે લોકોએ અવગણના કરી, તો અમે તેમના પર જળ-પ્રલય મોકલ્યો અને અમે તેમના બગીચાઓના બદલામાં બે (એવા) બગીચા આપ્યા, જેના ફળ કડવા અને ઝાઉ (એક પ્રકારનું વૃક્ષ) અને કેટલાક બોરડીના વૃક્ષો |
ذَٰلِكَ جَزَيْنَاهُم بِمَا كَفَرُوا ۖ وَهَلْ نُجَازِي إِلَّا الْكَفُورَ(17) અમે તેમની કૃતઘ્નતા નો બદલો આવો આપ્યો, અમે સખત સજા ફક્ત કૃતધ્નીઓને આપીએ છીએ |
અને અમે તેમના અને તેમની વસ્તી વચ્ચે, જેમાં અમે બરકત આપી રાખી હતી, કેટલીક વસ્તી બીજી પણ હતી, જે રસ્તામાં આવતી હતી અને તેમાં હરવા-ફરવાના માર્ગો નક્કી કરી દીધા હતા, તેમાં રાત-દિવસ શાંતિપૂર્વક હરો-ફરો |
પરંતુ તે લોકોએ કહ્યું, કે હે અમારા પાલનહાર ! અમારી મુસાફરી દૂર-દૂર કરી દે, તે લોકોએ પોતે જ પોતાના હાથો વડે પોતાનું ખરાબ ઇચ્છયું, એટલા માટે અમે તેમને (પાછલા લોકોની જેમ) વિખેરી નાંખ્યા અને તેમના ટુકડે-ટુકડા કરી નાંખ્યા, નિ:શંક દરેક ધીરજવાન અને આભારી માટે આમાં ખૂબ શિખામણો છે |
وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ(20) અને શેતાને તેમના વિશે પોતાનું અનુમાન સાચું કરી બતાવ્યું, આ લોકો સૌ તેનું અનુસરણ કરનારા બની ગયા, ઈમાનવાળાઓના એક જૂથ સિવાય |
શેતાનનું તેમની ઉપર કોઇ દબાણ ન હતું, એટલા માટે કે અમે તે લોકોને, જેઓ આખેરત પર ઈમાન ધરાવે છે, જાહેર કરી દઇએ, તે લોકો માંથી જેઓ શંકા કરે છે અને તમારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખી રહ્યો છે |
કહી દો કે અલ્લાહ સિવાય જે લોકો વિશે અનુમાન કરો છો (સૌ)ને પોકારી લો, તેમના માંથી કોઇ આકાશો અને ધરતી માંથી એક કણ બરાબર પણ અધિકાર ધરાવતા નથી, ન તો તેમાં તે લોકોનો કોઇ ભાગ છે, ન તો તેમના માંથી કોઇ અલ્લાહની મદદ કરે છે |
ભલામણ પણ તેની પાસે કંઈ ફાયદો નહીં પહોંચાડે, તે લોકો સિવાય જેમને પરવાનગી આપવામાં આવે, ત્યાં સુધી કે જ્યારે તે લોકોના હૃદયો માંથી ભયને ખતમ કરી દેવામાં આવે છે, તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું ? જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે |
પૂછો ! કે તમને આકાશો અને ધરતીમાં રોજી કોણ આપે છે ? (પોતે) જવાબ આપો કે “અલ્લાહ તઆલા”. (સાંભળો) ! અમે અથવા તમે, સત્ય માર્ગ પર છે અથવા સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે |
قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ(25) કહી દો ! કે અમે કરેલ અપરાધ વિશે તમારા માંથી કોઇને સવાલ કરવામાં નહીં આવે, ન તમારા કાર્યોની પૂછતાછ અમને કરવામાં આવશે |
قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ(26) તેમને જણાવી દો કે આપણા સૌને આપણો પાલનહાર ભેગા કરી, પછી આપણી વચ્ચે સાચો નિર્ણય કરી દેશે, તે નિર્ણય કરનાર અને હિકમતવાળો છે |
કહી દો કે મને પણ તે લોકો બતાવો, જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવી તેમનો સાથ આપી રહ્યા છો, એવું ક્યારેય નહીં, તે અલ્લાહ જ છે, વિજયી, હિકમતવાળો |
અમે તમને દરેક લોકો માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા, હાં લોકો માંથી વધારે પડતા અજાણ છે |
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ(29) સવાલ કરે છે કે તે વચન ક્યારે આવશે ? સાચા હોય તો જણાવી દો |
قُل لَّكُم مِّيعَادُ يَوْمٍ لَّا تَسْتَأْخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ(30) જવાબ આપી દો કે વચનનો સમય નક્કી છે, જેનાથી એક ક્ષણ તમે પાછળ હઠી શકશો ન આગળ વધી શકશો |
ઇન્કાર કરનારાઓએ કહ્યું કે અમે આ કુરઆનને ક્યારેય નહીં માનીએ અને ન તો આ પહેલાની કિતાબોને, હે જોનાર ! કદાચ કે તું તે અત્યાચારીઓને તે સમયે જોતા, જ્યારે તેઓ પોતાના પાલનહાર સામે ઊભા રહી, એકબીજા પર આરોપ મૂકતા હશે, અશક્ત લોકો મોટા લોકોને કહેશે, જો તમે ન હોત તો અમે ઈમાનવાળા હોત |
આ મોટા લોકો તે નબળા લોકોને જવાબ આપશે, કે શું તમારી પાસે સત્ય માર્ગ આવી ગયા પછી અમે તમને તેનાથી રોક્યા હતા ? પરંતુ તમે પોતે જ અપરાધી હતા |
(તેના જવાબમાં) અશક્ત લોકો તે ઘમંડી લોકોને કહેશે કે (ના-ના) પરંતુ રાત-દિવસ ધોકો આપી અમને અલ્લાહનો ઇન્કાર કરવા અને તેની સાથે ભાગીદાર ઠેરાવવા માટેનો તમારો આદેશ, અમારા ઈમાન ન લાવવાનું કારણ બન્યું. યાતનાને જોઇ સૌ અંદર જ અંદર અફસોસ કરી રહ્યા હશે અને ઇન્કાર કરનારાઓના ગળામાં અમે પટ્ટો નાંખી દઇશું, તેઓને ફક્ત તેમણે કરેલ કાર્યોનું વળતર આપવામાં આવશે |
અને અમે તો જે શહેરમાં જે પણ સચેત કરનારો મોકલ્યો, ત્યાંના સુખી લોકોએ એવું જ કહ્યું કે જે વસ્તુ સાથે તમને મોકલવામાં આવ્યા છે અમે તેનો ઇન્કાર કરવાવાળા છે |
وَقَالُوا نَحْنُ أَكْثَرُ أَمْوَالًا وَأَوْلَادًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ(35) અને કહ્યું અમારી પાસે ખૂબ ધન અને સંતાન છે, અમને યાતના આપવામાં આવે એવું થઇ શકતું નથી |
કહી દો કે મારો પાલનહાર જેના માટે ઇચ્છે તેની રોજી પુષ્કળ કરી દે છે અને તંગ પણ કરી દે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી |
અને તમારું ધન તથા સંતાન અમારી પાસે નજીક કરનારા નથી, હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમના માટે તેમના કાર્યોનું બમણું વળતર છે અને તેઓ નીડર અને ડર્યા વગર ઉચ્ચ સ્થાનો પર રહેશે |
وَالَّذِينَ يَسْعَوْنَ فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ(38) અને જે લોકો અમારી આયતોના વિરોધમાં લાગેલા રહે છે, આવા જ લોકોને યાતનામાં જકડી હાજર કરવામાં આવશે |
કહી દો ! કે મારો પાલનહાર પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે, તેના માટે રોજી પુષ્કળ આપે છે અને જેના માટે ઇચ્છે તંગ, તમે જે કંઈ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, અલ્લાહ તેનો બદલો આપશે અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે |
અને તે સૌને અલ્લાહ તે દિવસે ભેગા કરી ફરિશ્તાઓને પૂછશે કે શું આ લોકો તમારી બંદગી કરતા હતા |
તેઓ કહેશે કે તું પવિત્ર છે અને અમારો દોસ્ત તું જ છે, આ લોકો નહીં, પરંતુ આ લોકો જિન્નોની બંદગી કરતા હતા, તેમના માંથી વધારે પડતા લોકો તેમના પર જ ઈમાન ધરાવતા હતા |
બસ ! આજે તમારા માંથી કોઇ (પણ) કોઇના માટે ફાયદા અને નુકસાનનો અધિકાર નહીં ધરાવે અને અમે અત્યાચારી લોકોને કહી દઇશું કે તે આગનો સ્વાદ ચાખો, જેને તમે જુઠલાવતા રહ્યા |
અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે, તો કહે છે કે આ એવો વ્યક્તિ છે જે તમને તમારા પૂર્વજોના પૂજ્યોથી રોકવા ઇચ્છે છે. (તે સિવાય કોઇ વાત નથી) અને કહે છે કે આ તો ઘડી કાઢેલું જુઠ છે અને સત્ય તેમની પાસે આવી ગયું તો પણ ઇન્કાર કરનારાઓ કહે છે કે આ તો ખુલ્લું જાદુ છે |
وَمَا آتَيْنَاهُم مِّن كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِن نَّذِيرٍ(44) અને તેમને (મક્કાવાળાઓ) ન તો અમે કિતાબો આપી રાખી છે, જેનું આ લોકો વાંચન કરતા હોય, ન તેમની પાસે તમારા પહેલા કોઇ સચેત કરનાર આવ્યો |
અને તેમના પહેલાના લોકોએ પણ અમારી આયતોને જુઠલાવી હતી અને તે લોકોને અમે જે આપી રાખ્યું હતું, આ લોકો તો તેમના દસમાં ભાગ સુધી પણ પહોંચ્યા નથી, બસ ! તે લોકોએ મારા પયગંબરોને જુઠલાવ્યા, (પછી જુઓ) મારી યાતના કેવી હતી |
કહી દો ! કે હું તમને ફક્ત એક વાતની શિખામણ આપું છું કે તમે અલ્લાહ માટે (હઠ છોડી) બે-બે મળી અથવા એકલા-એકલા વિચારો તો ખરાં, તમારા તે દોસ્તને કોઇ પાગલપણું નથી, તે તો તમને એક મોટી યાતના આવતા પહેલા સચેત કરે છે |
કહી દો ! કે જે વળતર હું તમારી પાસે માંગુ તે તમારા માટે છે, મારો બદલો તો અલ્લાહ પાસે જ છે, તે દરેક વસ્તુને જાણે છે |
قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ(48) કહી દો કે મારો પાલનહાર સત્ય વાત અવતરિત કરે છે, તે અદૃશ્યની દરેક (વાતોને) જાણે છે |
قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ(49) કહી દો ! કે સત્ય આવી પહોંચ્યું, અસત્ય ન તો પહેલા કંઈ કરી શક્યો છે ન પછી કરશે |
કહી દો ! કે જો હું પથભ્રષ્ટ થઇ જઉં, તો મારા પથભ્રષ્ટ (થવાની મુસીબત) મારા પર જ છે અને જો હું સત્ય માર્ગ પર છું તો વહીના આધારે જે મારા પાલનહારે મારા પર અવતરિત કરી છે, તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જ નજીક છે |
وَلَوْ تَرَىٰ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِن مَّكَانٍ قَرِيبٍ(51) અને જો તમે જુઓ જ્યારે આ ઇન્કાર કરનારાઓ ભયભીત હશે, પછી બચવાની કોઇ જગ્યા નહીં પામે અને નજીકની જગ્યાએથી પકડી લેવામાં આવશે |
وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّىٰ لَهُمُ التَّنَاوُشُ مِن مَّكَانٍ بَعِيدٍ(52) તે સમયે કહેશે કે અમે આ કુરઆન પર ઈમાન લાવ્યા, પરંતુ હવે દૂર થઇ ગયેલી વસ્તુ કઇ રીતે હાથ આવી શકે છે |
وَقَدْ كَفَرُوا بِهِ مِن قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِن مَّكَانٍ بَعِيدٍ(53) આ પહેલા તો તે લોકોએ આનો ઇન્કાર કર્યો હતો અને દૂરથી જોયા વગર જ ફેંકતા રહ્યા |
તેમની મનેચ્છાઓ અને તેમની વચ્ચે પરદો નાંખી દેવામાં આવ્યો છે, જેવું કે આ પહેલા પણ તે લોકોની સાથે કરવામાં આવ્યું જે તેમના જેવા જ હતા, તેઓ પણ શંકામાં હતા |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Saba : choisissez le récitateur pour écouter et télécharger la sourate Saba complète en haute qualité.















Donnez-nous une invitation valide