La sourate Ad-Dukhaan en Gujarati
حم(1) હા-મિમ્ |
સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના |
إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ(3) નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે |
આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે |
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ |
رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ(6) તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે |
رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ(7) જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય |
لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ(8) તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે |
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે |
فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ(10) તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે |
જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે |
કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ |
أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ(13) તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા |
તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે |
إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ(15) અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો |
يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنتَقِمُونَ(16) જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે |
۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ(17) નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા |
أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ(18) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું |
وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ(19) અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ |
અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો |
અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો |
પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે |
(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે |
وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ(24) તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે |
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા |
તથા ખેતરો અને શાંતિવાળા ઘર |
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી |
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા |
فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ(29) તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી |
وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ(30) અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો |
مِن فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِّنَ الْمُسْرِفِينَ(31) જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો |
وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ(32) અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી |
وَآتَيْنَاهُم مِّنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُّبِينٌ(33) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી |
આ લોકો તો આવું જ કહે છે |
إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ(35) કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે |
જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો |
શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા |
وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ(38) અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું |
مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ(39) પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી |
નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે |
يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ(41) તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે |
إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ(42) સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે |
નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ |
અપરાધીનો ખોરાક છે |
જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે |
સખત ગરમ પાણી જેવું |
તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો |
પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો |
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો |
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા |
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે |
બગીચા અને ઝરણાઓમાં |
પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે |
આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું |
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે |
لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ(56) ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા |
فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ(57) આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે |
فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ(58) અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે |
હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Ad-Dukhaan : choisissez le récitateur pour écouter et télécharger la sourate Ad-Dukhaan complète en haute qualité.
Ahmed Al Ajmy Bandar Balila Khalid Al Jalil Saad Al Ghamdi Saud Al Shuraim Abdul Basit Abdul Rashid Sufi Abdullah Basfar Abdullah Al Juhani Fares Abbad Maher Al Muaiqly Al Minshawi Al Hosary Mishari Al-afasi Yasser Al Dosari
Donnez-nous une invitation valide