La sourate Al-Haqqah en Gujarati
الْحَاقَّةُ(1) સાબિત થવાવાળી |
સાબિત થવાવાળી શું છે |
અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે |
તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી |
(જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા |
અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા |
જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય |
શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે |
وَجَاءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ(9) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો |
فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً(10) અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા |
إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ(11) જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા |
لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ(12) જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે |
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે |
وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً(14) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે |
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે |
અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે |
وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ(17) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે |
તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે |
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ(19) તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો” |
મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ |
બસ ! તે એક મનગમતા જીવનમાં હશે |
ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં |
જેના ગુચ્છા નમી પડેલા હશે |
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ(24) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા |
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ(25) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત” |
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે |
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત |
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ |
મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી |
આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો |
પછી તેને દોઝખમાં નાખી દો |
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ(32) પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે |
નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો |
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો |
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે |
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે |
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય |
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો |
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા |
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે |
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો |
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો |
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે |
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત |
તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા |
પછી તેની ધોરી નસ કાપી નાખતા |
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત |
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે |
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે |
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે |
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે |
બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Haqqah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Haqqah complète en haute qualité.















Donnez-nous une invitation valide