La sourate Al-Ala en Gujarati
પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર |
જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો |
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો |
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી |
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો |
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો |
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ(7) સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે |
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું |
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય |
ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે |
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે |
જે મોટી આગમાં જશે |
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે) |
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો |
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો |
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો |
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે |
આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે |
(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Ala : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Ala complète en haute qualité.















Donnez-nous une invitation valide