સૂરા નૂહ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા નૂહ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા નૂહ ભાષાંતર. સૂરા નૂહ (Meccan) 28 આયત.
Related
- સૂરા નૂહ ભાષાંતરગુજરાતી
- સૂરા નૂહ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા નૂહ

ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆ
71:1
નિ:શંક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોક્લ્યા કે પોતાની કોમને ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમની પાસે દુ:ખદાયી યાતના આવી જાય
ﮇﮈﮉﮊﮋﮌﮍ
71:2
(નૂહ અ.સ.એ) કહ્યુ, કે અય મારી કોમ ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું
ﮎﮏﮐﮑﮒﮓ
71:3
કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો
ﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨ
71:4
તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત
ﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
71:5
(નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા
ﮱﯓﯔﯕﯖﯗ
71:6
પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
71:7
મેં જ્યારે પણ તેમને તારી ક્ષમા તરફ બોલાવ્યા, તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ કરી અને ખુબ જ ઘમંડ કર્યુ
ﯧﯨﯩﯪﯫ
71:8
પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા
ﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
71:9
અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ
ﯴﯵﯶﯷﯸﯹﯺ
71:10
અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે
ﭑﭒﭓﭔﭕ
71:11
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟ
71:12
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે
ﭠﭡﭢﭣﭤﭥﭦ
71:13
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા
ﭧﭨﭩﭪ
71:14
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
71:15
શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
71:16
અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક
ﭼﭽﭾﭿﮀﮁ
71:17
અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)
ﮂﮃﮄﮅﮆﮇ
71:18
ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે
ﮈﮉﮊﮋﮌﮍ
71:19
અને ખરેખર તમારા માટે ધરતીને અલ્લાહ તઆલાએ પાથરણું બનાવી દીધુ છે
ﮎﮏﮐﮑﮒ
71:20
જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો
ﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
71:21
નૂહ (અ.સ.) એ કહ્યુ કે અય મારા પાલનહાર ! તે લોકોએ મારી વાતને રદ કરી, અને તેવા લોકોની વાત માની જેમનું ધન અને સંતાનોએ તેમની ખોટમાં (ખરેખર) વધારો કર્યો
ﮡﮢﮣﮤ
71:22
અને તે લોકોએ ભારે ધોકો કર્યો
ﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
71:23
અને તેમણે કહ્યુ કે તમે કદાપિ પોતાના પૂજ્યોને ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો)
ﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
71:24
અને તેમણે ઘણા લોકોને પથભ્રષ્ટ કર્યા , (અય અલ્લાહ) તુ તે અત્યાચારીઓની પથભ્રષ્ટતાને વધુ કર
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪ
71:25
આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. અને અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદ કરનાર ન જોયો
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵ
71:26
અને નૂહ (અ.સ.) એ કહ્યુ, કે અય મારા પાલનહાર ! તું જમીન પર કોઇ ઇન્કારીને વસવાવાળો ન છોડીશ
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀ
71:27
જો તુ તેમને છોડી દઇશ તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને (પણ) ભટકાવી દેશે. અને દુરાચારી અને ઇન્કારીઓને જ જન્મ આપશે
ﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑ
71:28
અય મારા પાલનહાર ! તુ મને અને મારા માતા-પિતા અને જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં આવ્યા અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને ઇન્કારીઓને બરબાદી સિવાય બીજી કોઇ વાતમાં આગળ ન વધારીશ
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







