PDF —
59 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અદ-દુખાન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અદ-દુખાન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અદ-દુખાન ભાષાંતર. સૂરા અદ-દુખાન (Meccan) 59 આયત.



59 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒ
44:1 હા-મિમ્
ﭓﭔﭕ
44:2 સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟ
44:3 નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
ﭠﭡﭢﭣﭤﭥ
44:4 આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે
ﭦﭧﭨﭩﭪﭫﭬﭭ
44:5 અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶ
44:6 તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
44:7 જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
44:8 તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
ﮍﮎﮏﮐﮑﮒ
44:9 પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
ﮓﮔﮕﮖﮗﮘﮙ
44:10 તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
ﮚﮛﮜﮝﮞﮟﮠ
44:11 જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે
ﮡﮢﮣﮤﮥﮦﮧ
44:12 કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ
ﮨﮩﮪﮫﮬﮭﮮﮯ
44:13 તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા
ﮰﮱﯓﯔﯕﯖﯗ
44:14 તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
44:15 અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો
ﯠﯡﯢﯣﯤﯥﯦ
44:16 જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે
ﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰ
44:17 નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા
ﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
44:18 કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
44:19 અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ
ﭜﭝﭞﭟﭠﭡﭢ
44:20 અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો
ﭣﭤﭥﭦﭧﭨ
44:21 અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો
ﭩﭪﭫﭬﭭﭮﭯ
44:22 પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
ﭰﭱﭲﭳﭴﭵ
44:23 (અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
ﭶﭷﭸﭹﭺﭻﭼﭽ
44:24 તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
ﭾﭿﮀﮁﮂﮃ
44:25 તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
ﮄﮅﮆﮇ
44:26 તથા ખેતરો અને શાંતિવાળા ઘર
ﮈﮉﮊﮋﮌ
44:27 અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
ﮍﮎﮏﮐﮑﮒ
44:28 આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
ﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛ
44:29 તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી
ﮜﮝﮞﮟﮠﮡﮢﮣ
44:30 અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો
ﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬ
44:31 જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો
ﮭﮮﮯﮰﮱﯓﯔ
44:32 અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜ
44:33 અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી
ﯝﯞﯟﯠ
44:34 આ લોકો તો આવું જ કહે છે
ﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
44:35 કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે
ﯪﯫﯬﯭﯮﯯ
44:36 જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો
ﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽ
44:37 શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા
ﯾﯿﰀﰁﰂﰃﰄﰅ
44:38 અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું
ﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎ
44:39 પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી
ﭑﭒﭓﭔﭕﭖ
44:40 નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે
ﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
44:41 તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે
ﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
44:42 સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે
ﭫﭬﭭﭮ
44:43 નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ
ﭯﭰﭱ
44:44 અપરાધીનો ખોરાક છે
ﭲﭳﭴﭵﭶ
44:45 જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે
ﭷﭸﭹ
44:46 સખત ગરમ પાણી જેવું
ﭺﭻﭼﭽﭾﭿ
44:47 તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇ
44:48 પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો
ﮈﮉﮊﮋﮌﮍ
44:49 (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
ﮎﮏﮐﮑﮒﮓﮔ
44:50 આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
ﮕﮖﮗﮘﮙﮚ
44:51 નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
ﮛﮜﮝﮞ
44:52 બગીચા અને ઝરણાઓમાં
ﮟﮠﮡﮢﮣﮤ
44:53 પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
ﮥﮦﮧﮨﮩ
44:54 આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
ﮪﮫﮬﮭﮮﮯ
44:55 શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
ﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜ
44:56 ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
ﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥ
44:57 આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
ﯦﯧﯨﯩﯪﯫ
44:58 અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
ﯬﯭﯮﯯ
44:59 હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers