PDF —
26 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-ગાશિયા pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-ગાશિયા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ગાશિયા ભાષાંતર. સૂરા અલ-ગાશિયા (Meccan) 26 આયત.

← અલ-આલાસૂરા અલ-ગાશિયા અલ-ફજ્ર →


26 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭽﭾﭿﮀﮁ
88:1 શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે
ﮂﮃﮄﮅ
88:2 તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે
ﮆﮇﮈ
88:3 (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે
ﮉﮊﮋﮌ
88:4 તેઓ ધગધગતી આગમાં જશે
ﮍﮎﮏﮐﮑ
88:5 અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે
ﮒﮓﮔﮕﮖﮗﮘ
88:6 તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય
ﮙﮚﮛﮜﮝﮞﮟ
88:7 જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે
ﮠﮡﮢﮣ
88:8 કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે
ﮤﮥﮦ
88:9 પોતાના પ્રયત્નોથી ખુશ હશે
ﮧﮨﮩﮪ
88:10 ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે
ﮫﮬﮭﮮﮯ
88:11 તેમાં કોઇ બકવાસ નહી સાંભળે
ﮰﮱﯓﯔ
88:12 તેમાં એક વહેતુ ઝરણું હશે
ﯕﯖﯗﯘ
88:13 (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે
ﯙﯚﯛ
88:14 તેમાં પ્યાલા મુકેલા (હશે)
ﯜﯝﯞ
88:15 અને એક કતારમાં લાગેલા તકીયા હશે
ﯟﯠﯡ
88:16 અને મખમલી જાજમો ફેલાયેલી હશે
ﯢﯣﯤﯥﯦﯧﯨ
88:17 શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે
ﯩﯪﯫﯬﯭ
88:18 અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
ﯮﯯﯰﯱﯲ
88:19 અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે
ﯳﯴﯵﯶﯷ
88:20 અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે
ﯸﯹﯺﯻﯼ
88:21 બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો
ﯽﯾﯿﰀ
88:22 તમે તેમના ઉપર રખેવાળ નથી
ﭑﭒﭓﭔﭕ
88:23 હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે
ﭖﭗﭘﭙﭚ
88:24 તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે
ﭛﭜﭝﭞ
88:25 ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે
ﭟﭠﭡﭢﭣ
88:26 પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers