સૂરા અલ-જિન્ન
PDF —
28 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-જિન્ન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-જિન્ન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-જિન્ન ભાષાંતર. અલ-જિન્ન (Meccan) 28 આયત.



સૂરા અલ-જિન્ન
28 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞ
(મુહમ્મદ સ.અ.વ.) તમે કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યુ અને કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩ
જે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે. અમે તેના પર ઇમાન લઇ આવ્યા. (હવે) અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ ઉચ્ચ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
અને એ કે આપણામાં નો મૂર્ખ અલ્લાહ વિશે સત્ય વિરૂધ્ધ વાત
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆ
અને અમે તો એવું જ સમજતા રહ્યા કે શક્ય નથી કે માનવી અને જિન્નાત અલ્લાહ પર જૂઠ રચે
ﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒ
વાત એવી છે કે કેટલાક માનવીઓ કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતો પોતાની પથભ્રષ્ટતામાં વધી ગયા
ﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
અને (માનવીઓ) એ પણ જિન્નાતો જેવું અનુમાન કર્યુ હતુ કે અલ્લાહ કોઇને પણ નહીં મોકલે . (અથવા તો કોઇને બીજીવાર જીવીત નહીં કરે)
ﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥ
અને અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓ થી છવાયેલુ જોયુ
ﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔ
તે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવે છે તે એક અંગારાને પોતાની લાગમાં જૂએ છે
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢ
અમે નથી જાણતા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭ
અને એ કે (નિ:શંક) કેટલાક તો અમારામાં સદાચારીઓ છે. અને કેટલાક તેના વિરૂધ્ધ પણ છે, અમે વિવિધ રીતે વહેંચાયેલા છીએ
ﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹ
અને અમે સમજી લીધુ કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ
ﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉ
અમે તો સત્ય માર્ગની વાત સાંભળતા જ તેના પર ઇમાન લાવ્યા અને જે પણ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜ
હા ! અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી થઇ ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો
ﭝﭞﭟﭠﭡﭢ
અને જે અત્યાચારીઓ છે તે જહન્નમનું ઇંધણ બનશે
ﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
અને (હે નબી એવું પણ કહી દો) કે જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶ
જેથી અમે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના સ્મરણથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત યાતનામાં નાખી દેશે
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
અને મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્ય ને ન પોકારો
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
અને જ્યારે અલ્લાહનો બંદો તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડયા
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓ
તમે કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારૂ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો
ﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
કહી દો કે હું તમારા કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર ધરાવતો નથી
ﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩ
કહી દો કે મને કદાપિ કોઇ અલ્લાહથી નહી બચાવી શકે અને મને કદાપિ
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜ
પરંતુ (મારું કામ) અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દેવાનુ છે, (હવે) જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે. જેમાં આવા લોકો હંમેશા રહેશે
ﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨ
(તેમની આંખ નહીં ખુલે) અહીં સુધી કે તેને જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે
ﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
કહી દો કે મને ખબર નથી કે જેનું વચન તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા મારો પાલનહાર તેના માટે દૂરનો સમય નક્કી કરશે
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼ
તે અદૃશ્યને જાણવાવાળો છે અને તે પોતાના અદૃશ્યની જાણ કોઈને કરતો નથી
ﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
સિવાય તે પયગંબરના, જેને તે પસંદ કરી લે, પરંતુ તેની આગળ-પાછળ પણ ચોકીદાર નક્કી કરી દે છે
ﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘ
જેથી તેમના પાલનહારના આદેશોને પહોંચાડવાની જાણ થઇ જાય, અલ્લાહ તઆલાએ તેમની આજુબાજુ (ની દરેક વસ્તુઓ) ને ઘેરામાં લઇ રાખી છે અને દરેક વસ્તુને ગણી રાખેલ છે

પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers