PDF —
52 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-હાક્કા pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-હાક્કા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-હાક્કા ભાષાંતર. સૂરા અલ-હાક્કા (Meccan) 52 આયત.

← અલ-કલમસૂરા અલ-હાક્કા અલ-મઆરિજ →


52 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮯﮰ
69:1 સાબિત થવાવાળી
ﮱﯓﯔ
69:2 સાબિત થવાવાળી શું છે
ﯕﯖﯗﯘﯙ
69:3 અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે
ﯚﯛﯜﯝﯞ
69:4 તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી
ﯟﯠﯡﯢﯣ
69:5 (જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા
ﯤﯥﯦﯧﯨﯩﯪ
69:6 અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
69:7 જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય
ﯼﯽﯾﯿﰀﰁ
69:8 શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
69:9 ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો
ﭘﭙﭚﭛﭜﭝﭞ
69:10 અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
69:11 જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા
ﭧﭨﭩﭪﭫﭬﭭ
69:12 જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે
ﭮﭯﭰﭱﭲﭳﭴ
69:13 બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે
ﭵﭶﭷﭸﭹﭺﭻ
69:14 અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે
ﭼﭽﭾﭿ
69:15 તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે
ﮀﮁﮂﮃﮄﮅ
69:16 અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
69:17 તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે
ﮑﮒﮓﮔﮕﮖﮗ
69:18 તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે
ﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡ
69:19 તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”
ﮢﮣﮤﮥﮦﮧ
69:20 મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ
ﮨﮩﮪﮫﮬ
69:21 બસ ! તે એક મનગમતા જીવનમાં હશે
ﮭﮮﮯﮰ
69:22 ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
ﮱﯓﯔ
69:23 જેના ગુચ્છા નમી પડેલા હશે
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
69:24 (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨ
69:25 પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”
ﯩﯪﯫﯬﯭ
69:26 અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
ﯮﯯﯰﯱ
69:27 કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત
ﯲﯳﯴﯵﯶﯷ
69:28 મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ
ﯸﯹﯺﯻ
69:29 મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી
ﯼﯽﯾ
69:30 આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો
ﯿﰀﰁﰂ
69:31 પછી તેને દોઝખમાં નાખી દો
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
69:32 પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે
ﰋﰌﰍﰎﰏﰐﰑ
69:33 નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો
ﰒﰓﰔﰕﰖﰗ
69:34 અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
ﰘﰙﰚﰛﰜﰝ
69:35 બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
ﭑﭒﭓﭔﭕﭖ
69:36 અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
ﭗﭘﭙﭚﭛ
69:37 જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
ﭜﭝﭞﭟﭠ
69:38 બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
ﭡﭢﭣﭤ
69:39 અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
ﭥﭦﭧﭨﭩ
69:40 કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲ
69:41 આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺ
69:42 અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
ﭻﭼﭽﭾﭿ
69:43 (આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
ﮀﮁﮂﮃﮄﮅ
69:44 અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત
ﮆﮇﮈﮉ
69:45 તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા
ﮊﮋﮌﮍﮎ
69:46 પછી તેની ધોરી નસ કાપી નાખતા
ﮏﮐﮑﮒﮓﮔﮕ
69:47 પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
ﮖﮗﮘﮙ
69:48 નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
ﮚﮛﮜﮝﮞﮟ
69:49 અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
ﮠﮡﮢﮣﮤ
69:50 નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
ﮥﮦﮧﮨ
69:51 અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
ﮩﮪﮫﮬﮭ
69:52 બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers