PDF —
78 આયત Medinan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અર-રહમાન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અર-રહમાન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અર-રહમાન ભાષાંતર. સૂરા અર-રહમાન (Medinan) 78 આયત.

← અલ-કમરસૂરા અર-રહમાન અલ-વાકિયા →


78 આયત · Medinan · ગુજરાતી
bismillah
ﭷﭸ
55:1 અત્યંત દયાળુએ
ﭹﭺﭻ
55:2 કુરઆન શીખવાડયું
ﭼﭽﭾ
55:3 તેણે જ માનવીનું સર્જન કર્યુ
ﭿﮀﮁ
55:4 અને તેને બોલતા શીખવાડયું
ﮂﮃﮄﮅ
55:5 સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે
ﮆﮇﮈﮉ
55:6 તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે
ﮊﮋﮌﮍﮎ
55:7 તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
ﮏﮐﮑﮒﮓ
55:8 જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
ﮔﮕﮖﮗﮘﮙﮚ
55:9 ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો
ﮛﮜﮝﮞ
55:10 અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી
ﮟﮠﮡﮢﮣﮤ
55:11 જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે
ﮥﮦﮧﮨﮩ
55:12 અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે
ﮪﮫﮬﮭﮮ
55:13 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮯﮰﮱﯓﯔﯕ
55:14 તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી
ﯖﯗﯘﯙﯚﯛﯜ
55:15 અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા
ﯝﯞﯟﯠﯡ
55:16 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯢﯣﯤﯥﯦ
55:17 તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો
ﯧﯨﯩﯪﯫ
55:18 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭑﭒﭓﭔ
55:19 તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે
ﭕﭖﭗﭘﭙ
55:20 તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા
ﭚﭛﭜﭝﭞ
55:21 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭟﭠﭡﭢﭣ
55:22 તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે
ﭤﭥﭦﭧﭨ
55:23 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭩﭪﭫﭬﭭﭮﭯ
55:24 અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે
ﭰﭱﭲﭳﭴ
55:25 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭵﭶﭷﭸﭹ
55:26 ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે
ﭺﭻﭼﭽﭾﭿﮀ
55:27 ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે
ﮁﮂﮃﮄﮅ
55:28 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑ
55:29 દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે
ﮒﮓﮔﮕﮖ
55:30 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮗﮘﮙﮚﮛ
55:31 (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું
ﮜﮝﮞﮟﮠ
55:32 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
55:33 હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા
ﯔﯕﯖﯗﯘ
55:34 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
55:35 તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો
ﯢﯣﯤﯥﯦ
55:36 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯧﯨﯩﯪﯫﯬﯭ
55:37 બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું
ﯮﯯﯰﯱﯲ
55:38 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
55:39 તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે
ﯼﯽﯾﯿﰀ
55:40 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﰁﰂﰃﰄﰅﰆﰇ
55:41 પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે
ﭑﭒﭓﭔﭕ
55:42 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭖﭗﭘﭙﭚﭛﭜ
55:43 આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા
ﭝﭞﭟﭠﭡﭢ
55:44 તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે
ﭣﭤﭥﭦﭧ
55:45 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭨﭩﭪﭫﭬﭭ
55:46 અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે
ﭮﭯﭰﭱﭲ
55:47 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭳﭴﭵ
55:48 (બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે
ﭶﭷﭸﭹﭺ
55:49 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭻﭼﭽﭾ
55:50 તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
ﭿﮀﮁﮂﮃ
55:51 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮄﮅﮆﮇﮈﮉ
55:52 બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે
ﮊﮋﮌﮍﮎ
55:53 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
55:54 જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ નજીક હશે
ﮚﮛﮜﮝﮞ
55:55 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨ
55:56 ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય
ﮩﮪﮫﮬﮭ
55:57 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﮮﮯﮰﮱ
55:58 તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે
ﯓﯔﯕﯖﯗ
55:59 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯘﯙﯚﯛﯜﯝ
55:60 ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે
ﯞﯟﯠﯡﯢ
55:61 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯣﯤﯥﯦ
55:62 અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે
ﯧﯨﯩﯪﯫ
55:63 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯬﯭ
55:64 જે બન્ને ગીચ લીલીછમ છે
ﯮﯯﯰﯱﯲ
55:65 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯳﯴﯵﯶ
55:66 તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે
ﯷﯸﯹﯺﯻ
55:67 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﯼﯽﯾﯿﰀ
55:68 તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે
ﰁﰂﰃﰄﰅ
55:69 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭑﭒﭓﭔ
55:70 તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે
ﭕﭖﭗﭘﭙ
55:71 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭚﭛﭜﭝﭞ
55:72 (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે
ﭟﭠﭡﭢﭣ
55:73 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭤﭥﭦﭧﭨﭩﭪ
55:74 તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો
ﭫﭬﭭﭮﭯ
55:75 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭰﭱﭲﭳﭴﭵﭶ
55:76 લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે
ﭷﭸﭹﭺﭻ
55:77 બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
ﭼﭽﭾﭿﮀﮁﮂ
55:78 તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers