સૂરા અલ-આલા pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-આલા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-આલા ભાષાંતર. સૂરા અલ-આલા (Meccan) 19 આયત.
Related
- સૂરા અલ-આલા ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-આલા mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-આલા

ﮟﮠﮡﮢﮣ
87:1
પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર
ﮤﮥﮦﮧ
87:2
જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો
ﮨﮩﮪﮫ
87:3
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો
ﮬﮭﮮﮯ
87:4
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી
ﮰﮱﯓﯔ
87:5
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
ﯕﯖﯗﯘ
87:6
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો
ﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
87:7
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
ﯤﯥﯦ
87:8
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
ﯧﯨﯩﯪﯫ
87:9
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય
ﯬﯭﯮﯯ
87:10
ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે
ﭑﭒﭓ
87:11
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે
ﭔﭕﭖﭗﭘ
87:12
જે મોટી આગમાં જશે
ﭙﭚﭛﭜﭝﭞﭟ
87:13
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
ﭠﭡﭢﭣﭤ
87:14
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
ﭥﭦﭧﭨﭩ
87:15
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
ﭪﭫﭬﭭﭮ
87:16
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
ﭯﭰﭱﭲ
87:17
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે
ﭳﭴﭵﭶﭷﭸ
87:18
આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે
ﭹﭺﭻﭼ
87:19
(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







