PDF —
118 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-મુમિનૂન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-મુમિનૂન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-મુમિનૂન ભાષાંતર. સૂરા અલ-મુમિનૂન (Meccan) 118 આયત.

← અલ-હજસૂરા અલ-મુમિનૂન અન-નૂર →


118 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓﭔ
23:1 નિ:શંક ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી
ﭕﭖﭗﭘﭙﭚ
23:2 જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે
ﭛﭜﭝﭞﭟﭠ
23:3 જેઓ બકવાસ વાતોથી મોઢું ફેરવી દે છે
ﭡﭢﭣﭤﭥ
23:4 જેઓ ઝકાત આપનારા છે
ﭦﭧﭨﭩﭪ
23:5 જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵ
23:6 પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી
ﭶﭷﭸﭹﭺﭻﭼﭽ
23:7 જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
ﭾﭿﮀﮁﮂﮃ
23:8 જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
ﮄﮅﮆﮇﮈﮉ
23:9 જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
ﮊﮋﮌﮍ
23:10 આ જ લોકો વારસદાર છે
ﮎﮏﮐﮑﮒﮓﮔ
23:11 જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
23:12 નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું
ﮝﮞﮟﮠﮡﮢﮣ
23:13 પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું
ﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
23:14 પછી ટીપાને અમે જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર અમે માંસ ચઢાવી દીધું, પછી બીજી બનાવટમાં તેનું સર્જન કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે
ﯜﯝﯞﯟﯠﯡ
23:15 ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો
ﯢﯣﯤﯥﯦﯧ
23:16 પછી, નિ:શંક કયામતના દિવસે તમને સૌને ઉઠાડવામાં આવશે
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
23:17 અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી બેદરકાર નથી
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟ
23:18 અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ
ﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭ
23:19 તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેથી તમારા માટે તેમાં ઘણા પ્રકારના ફળો હોય છે, તેમાંથી જ તમે ખાઓ પણ છો
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
23:20 અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈ
23:21 તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને દૂધ પીવડાવીએ છીએ અને બીજા ઘણા ફાયદાઓ તમારા માટે તેમાં છે, તેમાંથી કેટલાંક ને તમે ખાઓ પણ છો
ﮉﮊﮋﮌﮍ
23:22 અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો
ﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟ
23:23 નિ:શંક અમે નૂહ અ.સ.ને તેમની કોમ તરફ પયગંબર બનાવી અવતરિત કર્યા. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, શું તમે (તેનાથી) ડરતા નથી
ﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
23:24 તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, આતો તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની આ ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને અવતરિત કરતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
23:25 નિ:શંક આ વ્યક્તિ પાગલ છે, બસ ! તમે તેને એક સમય સુધી મહેતલ આપો
ﯧﯨﯩﯪﯫﯬ
23:26 નૂહ અ.સ.એ દુઆ કરી, હે મારા પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎ
23:27 તો અમે તેમની તરફ વહી અવતરિત કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, જ્યારે અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ તેમાં મૂકી દો અને પોતાના ઘરવાળાઓને પણ, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા થઇ ગઇ છે, ખબરદાર જે લોકોએ અત્યાચાર કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
23:28 જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને અત્યાચારી લોકોથી છૂટકારો આપ્યો
ﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩ
23:29 અને કહેજો કે હે મારા પાલનહાર ! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱ
23:30 ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે
ﭲﭳﭴﭵﭶﭷﭸ
23:31 ત્યાર પછી અમે ઘણી કૌમોનું સર્જન કર્યું
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈ
23:32 પછી તે લોકો માંથી પયગંબર પણ મોકલ્યા, જેથી તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે કેમ ડરતા નથી
ﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢ
23:33 અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખેરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તેઓ પીવે છે
ﮣﮤﮥﮦﮧﮨﮩﮪ
23:34 જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગ્યા, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બનશો
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕ
23:35 શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો
ﯖﯗﯘﯙﯚﯛ
23:36 નહીં, નહીં દૂર અને ઘણું જ દૂર છે તે, જેનું તમને વચન આપવામાં આવે છે
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
23:37 (જીવન) તો ફક્ત દુનિયાનું જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને એવું નથી કે આપણે પાછા જીવિત કરવામાં આવીશું
ﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
23:38 આ તો બસ ! એવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી
ﯴﯵﯶﯷﯸﯹ
23:39 પયગંબરે દુઆ કરી કે પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર
ﯺﯻﯼﯽﯾﯿ
23:40 જવાબ આપ્યો કે આ લોકો તો નજીક માંજ પોતાના કર્મો પર દિલગીરી વ્યક્ત કરશે
ﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉ
23:41 છેવટે ન્યાય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! અત્યાચારીઓ માટે દૂરી છે
ﰊﰋﰌﰍﰎﰏﰐ
23:42 ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
23:43 ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન તો પાછળ રહી ગઇ
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯ
23:44 પછી અમે એક-પછી એક પયગંબરોને અવતરિત કરતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવ્યા, તેમને જુઠલાવ્યા, બસ ! અમે એકને બીજા પાછળ લગાવી દીધા અને તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા
ﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸ
23:45 પછી અમે મૂસા અ.સ. અને તેમના ભાઇ હારૂન અ.સ.ને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે અવતરિત કર્યા
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
23:46 ફિરઔન અને તેના લશ્કરો તરફ, બસ ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈ
23:47 કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ ? જો કે તેમની કોમ પોતે (પણ) અમારી દેખરેખ હેઠળ છે
ﮉﮊﮋﮌﮍ
23:48 બસ ! તે લોકોએ તે બન્નેને જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલાઓ માંથી થઇ ગયા
ﮎﮏﮐﮑﮒﮓﮔ
23:49 અમે મૂસા અ.સ.ને કિતાબ પણ આપી, જેથી લોકો સત્ય માર્ગ પર આવી જાય
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
23:50 અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક, અને વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું
ﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭ
23:51 હે પયગંબરો ! હલાલ વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗ
23:52 નિ:શંક આ તમારો દીન એક જ દીન છે અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારાથી ડરતા રહો
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢ
23:53 પછી તે લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે
ﯣﯤﯥﯦﯧﯨ
23:54 બસ ! તમે (પણ) તેમને વિદ્રોહ માટે થોડોક સમય આપી દો
ﯩﯪﯫﯬﯭﯮﯯﯰ
23:55 શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમનું ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે)
ﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹ
23:56 તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી
ﯺﯻﯼﯽﯾﯿﰀﰁ
23:57 નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે
ﰂﰃﰄﰅﰆﰇ
23:58 અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે
ﰈﰉﰊﰋﰌﰍ
23:59 અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
23:60 અને જે લોકો આપે છે અને જે કંઇ પણ આપે છે અને તે લોકોના હૃદય કાંપે છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે
ﭜﭝﭞﭟﭠﭡﭢﭣ
23:61 આ જ તે લોકો છે, જેઓ ઝડપથી ફાયદો પ્રાપ્ત કરી રહ્યા છે અને આ જ તે લોકો છે, જે તેની તરફ દોડે છે
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱ
23:62 અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એવી કિતાબ છે જે સત્ય વાત કરે છે, તેમના પર સહેજ પણ અત્યાચાર કરવામાં નહીં આવે
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
23:63 પરંતુ તેમના હૃદય આ વિશે બેદરકાર છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા કાર્યો છે, જેમને તેઓ કરવાવાળા છે
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉ
23:64 ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને યાતનામાં પકડી લીધા, તો તે ભાગદોડ કરવા લાગ્યા
ﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒ
23:65 આજે ન ભાગો, ખરેખર અમારી વિરુદ્ધ તમારી મદદ કરવામાં નહીં આવે
ﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
23:66 મારી આયતો તો તમારી સમક્ષ પઢવામાં આવતી હતી, તો પણ તમે પોતાની એડી પર ઊંધા ભાગતા હતાં
ﮝﮞﮟﮠﮡ
23:67 ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં
ﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬ
23:68 શું તે લોકોએ એ વાત વિશે ન વિચાર્યું ? પરંતુ તેમની પાસે તે વસ્તુ આવી, જે તેમના પૂર્વજો પાસે નહતી આવી
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕ
23:69 અથવા, તે લોકોએ પોતાના પયગંબરને ન ઓળખ્યા, કે તેના ઇન્કાર કરનારા બની બેઠા છે
ﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
23:70 અથવા આ લોકો કહે છે કે પાગલ છે ? પરંતુ તે તો તેમના માટે સત્ય લાવ્યા છે, હાં ! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતથી ચીડાય છે
ﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
23:71 જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાય, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણ થી મોઢું ફેરવનાર છે
ﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
23:72 શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો ? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે
ﯿﰀﰁﰂﰃﰄ
23:73 નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો
ﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍ
23:74 નિ:શંક જે લોકો આખેરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
23:75 અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
23:76 અને અમે તે લોકોની પકડ યાતના દ્વારા કરી, તો પણ આ લોકો પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી
ﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
23:77 ત્યાં સુધી કે જ્યારે અમે તે લોકો માટે સખત યાતનાનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
23:78 તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇ
23:79 અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો
ﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓ
23:80 અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી
ﮔﮕﮖﮗﮘﮙﮚ
23:81 પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે
ﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣ
23:82 કે શું જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા થઇ જઇશું, શું તો પણ અમને ઉઠાવવામાં આવશે
ﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
23:83 અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે
ﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚ
23:84 પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો જાણતા હોય તો
ﯛﯜﯝﯞﯟﯠﯡ
23:85 તરત જ જવાબ આપશે કે “અલ્લાહ”. કહી દો કે પછી તમે શિખામણ કેમ પ્રાપ્ત નથી કરતા
ﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪ
23:86 પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે
ﯫﯬﯭﯮﯯﯰﯱ
23:87 તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે કેમ નથી ડરતા
ﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀ
23:88 સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે ? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો
ﰁﰂﰃﰄﰅﰆﰇ
23:89 આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે
ﭑﭒﭓﭔﭕﭖ
23:90 સત્યતો એ છે કે અમે તેમની સમક્ષ સત્ય વાત પહોંચાડી દીધી અને આ લોકો ખરેખર જૂઠા છે
ﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱ
23:91 ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ પૂજ્ય છે, નહિતો દરેક પૂજ્ય પોતાના સર્જનને લઇને ફરતો અને દરેક એકબીજા પર ચઢી બેસતા, જે ગુણો આ લોકો જણાવી રહ્યા છે, તેનાથી અલ્લાહ પવિત્ર છે
ﭲﭳﭴﭵﭶﭷﭸ
23:92 તે હાજર અને અદૃશ્ય બન્નેને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે પવિત્ર છે
ﭹﭺﭻﭼﭽﭾﭿ
23:93 તમે દુઆ કરો, હે મારા પાલનહાર ! તું મને તે જણાવ, જેનું વચન તે લોકોને કરવામાં આવી રહ્યું છે
ﮀﮁﮂﮃﮄﮅﮆ
23:94 હે મારા પાલનહાર ! તું મને તે અત્યાચારીઓના જૂથમાં ન કરીશ
ﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
23:95 અમે જે કંઇ વચન તેમને આપી રહ્યા છીએ, તે બધું જ તમને બતાવી દેવા ખરેખર સક્ષમ છીએ
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
23:96 દુષ્કર્મને તે રીતે દૂર કરો, જે ખરેખર શ્રેષ્ઠ રીત હોય, જે કંઇ આ લોકો વાતો કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ
ﮚﮛﮜﮝﮞﮟﮠﮡ
23:97 અને દુઆ કરો કે, હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું
ﮢﮣﮤﮥﮦﮧ
23:98 અને હે પાલનહાર ! હું તારા શરણમાં આવું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય
ﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
23:99 ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચે છે, તો કહે છે હે મારા પાલનહાર ! મને પાછો (દુનિયામાં) મોકલી દે
ﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥ
23:100 કે પોતાની છોડેલી દુનિયામાં જઇ સત્કાર્યો કરી લઉં, આવું ક્યારેય નહીં થાય આ તો ફક્ત એક વાત છે, જે આ લોકો કહી રહ્યા છે, તેમની પાછળ તો એક પડદો છે, તેમના બીજી વખત જીવિત થવા સુધી
ﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰ
23:101 બસ ! જ્યારે સૂર ફૂંકી દેવામાં આવશે, તે દિવસે ન તો સંબંધો રહેશે, ન એક-બીજાની વાતચીત
ﯱﯲﯳﯴﯵﯶﯷ
23:102 જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે
ﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
23:103 અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમવાળા થયા
ﰃﰄﰅﰆﰇﰈﰉ
23:104 તેમના મોઢાઓ પર આગ સળગતી રહેશે અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙ
23:105 શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી ? તો પણ તમે તેને જુઠલાવતા હતાં
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
23:106 કહેશે કે હે પાલનહાર ! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે પથભ્રષ્ટ જ હતાં
ﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
23:107 હે અમારા પાલનહાર ! અમને અહીંયાથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે અત્યાચારી છે
ﭫﭬﭭﭮﭯﭰ
23:108 અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો
ﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
23:109 મારા બંદાઓનું એક જૂથ હતું, જે સતત એવું કહેતા રહ્યા કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે. અને અમારા પર દયા કર, તું દરેક દયાવાન લોકોથી સૌથી વધુ દયાળુ છે
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈ
23:110 (પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે તેની સાથે મશ્કરી જ કરતા રહ્યા
ﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑ
23:111 મેં આજે તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે કે તેઓ છેવટે સફળ થઇ ગયા
ﮒﮓﮔﮕﮖﮗﮘﮙ
23:112 અલ્લાહ તઆલા પૂછશે કે તમે ધરતી પર વર્ષની ગણતરી પ્રમાણે કેટ્લું રહ્યા
ﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢ
23:113 તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો
ﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭ
23:114 અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ ! તમે આને પહેલાથી જ જાણી લેતા
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗ
23:115 શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન અમસ્તા જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા ફેરવવામાં જ નહીં આવો
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
23:116 અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે
ﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸ
23:117 જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા પૂજ્યને પોકારે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, નિ:શંક ઇન્કાર કરનારાઓને છૂટકારો નહીં મળે
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀ
23:118 અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers