PDF —
55 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-કમર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-કમર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કમર ભાષાંતર. સૂરા અલ-કમર (Meccan) 55 આયત.

← અન-નજમસૂરા અલ-કમર અર-રહમાન →


55 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮬﮭﮮﮯﮰ
54:1 કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો
ﮱﯓﯔﯕﯖﯗﯘﯙ
54:2 આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
54:3 તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે
ﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
54:4 નિ:શંક તેમની પાસે તે વાતો આવી પહોંચી છે જેમાં ઝાટકણી (ની શિખામણ) છે
ﯪﯫﯬﯭﯮﯯﯰ
54:5 અને સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ આ ડરાવનારી વાતોએ પણ કોઇ ફાયદો ન પહોંચાડયો
ﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
54:6 બસ ! (હે પયગંબર) તમે તેમનાથી છેટા રહો. જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙ
54:7 આ નમેલી આંખો કબરોમાંથી એવી રીતે નીકળશે જેવાકે વિખેરાયેલા તીડાં છે
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣ
54:8 પોકારવાવાળા તરફ દોડતા હશે અને ઇન્કારીઓ કહેશે આ દિવસ ઘણો જ સખત છે
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮ
54:9 આ લોકો પહેલા નૂહની કોમના લોકોએ પણ અમારા બંદાને જુઠલાવ્યા હતા અને પાગલ કહીં ઝાટકી નાખ્યો હતો
ﭯﭰﭱﭲﭳﭴ
54:10 બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર છું તું મારી મદદ કર
ﭵﭶﭷﭸﭹﭺ
54:11 બસ ! અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા
ﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
54:12 અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું
ﮅﮆﮇﮈﮉﮊ
54:13 અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા
ﮋﮌﮍﮎﮏﮐﮑ
54:14 જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો તે લોકો માટેજેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો
ﮒﮓﮔﮕﮖﮗﮘ
54:15 અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર
ﮙﮚﮛﮜﮝ
54:16 બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥ
54:17 અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
ﮦﮧﮨﮩﮪﮫﮬ
54:18 આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗ
54:19 અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું
ﯘﯙﯚﯛﯜﯝﯞ
54:20 જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો
ﯟﯠﯡﯢﯣ
54:21 બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
ﯤﯥﯦﯧﯨﯩﯪﯫ
54:22 નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
ﯬﯭﯮﯯ
54:23 ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા
ﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
54:24 અને કહેવા લાગ્યા શું અમારા માંથી એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે નિ:શંક ભૂલ અને પાગલપણામાં પડેલા હોઇશું
ﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄ
54:25 શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અહંકારી છે
ﰅﰆﰇﰈﰉﰊ
54:26 હવે સૌ જાણી લે શે કાલે કે કોણ જુઠો અને અહંકારી હતો
ﰋﰌﰍﰎﰏﰐﰑﰒ
54:27 નિ:શંક અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલીશું. બસ ! (હે સાલિહ અ.સ.) તમે રાહ જૂઓ અને ધૈર્ય રાખો
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚ
54:28 હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેઓની વચ્ચે વહેંચણી માટે છે, દરેક પોતાની વારી પર હાજર થશે
ﭛﭜﭝﭞﭟ
54:29 તેમણે પોતાના સાથીને બોલાવ્યો જેણે હુમલો કર્યો અને પગ કાપી નાખ્યા
ﭠﭡﭢﭣﭤ
54:30 બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
ﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭ
54:31 અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵ
54:32 અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
ﭶﭷﭸﭹﭺ
54:33 લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા
ﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅ
54:34 નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. લૂતના ઘરવાળા સિવાય તેમને અમે સહરીના સમયે
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
54:35 મારા ઉપકારથી બચાવી લીધા, દરેક આભારીને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ
ﮏﮐﮑﮒﮓﮔ
54:36 નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞ
54:37 અને (લૂત) ને તેઓએ તેના મહેમાનો વિશે ઊશ્કેર્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) મારી યાતના અને મારી પકડની મજા ચાખો
ﮟﮠﮡﮢﮣﮤ
54:38 અને સાચ્ચી વાત છે કે તેઓને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ યાતનાએ નષ્ટ કરી દીધા
ﮥﮦﮧﮨ
54:39 બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો
ﮩﮪﮫﮬﮭﮮﮯﮰ
54:40 અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
ﮱﯓﯔﯕﯖﯗ
54:41 અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
54:42 તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા
ﯠﯡﯢﯣﯤﯦﯧﯨﯩﯪ
54:43 હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે
ﯫﯬﯭﯮﯯﯰ
54:44 અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે
ﯱﯲﯳﯴﯵ
54:45 નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
ﯶﯷﯸﯹﯺﯻﯼ
54:46 પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
ﯽﯾﯿﰀﰁﰂ
54:47 નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌ
54:48 જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
ﰍﰎﰏﰐﰑﰒ
54:49 નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
54:50 અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
ﭘﭙﭚﭛﭜﭝﭞ
54:51 અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
ﭟﭠﭡﭢﭣﭤ
54:52 જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે
ﭥﭦﭧﭨﭩ
54:53 (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે
ﭪﭫﭬﭭﭮﭯ
54:54 નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે
ﭰﭱﭲﭳﭴﭵﭶ
54:55 સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers