PDF —
31 આયત Medinan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-ઇન્સાન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-ઇન્સાન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ઇન્સાન ભાષાંતર. સૂરા અલ-ઇન્સાન (Medinan) 31 આયત.



31 આયત · Medinan · ગુજરાતી
bismillah
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧ
76:1 નિ:શંક માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲ
76:2 નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી કસોટી માટે પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો
ﯳﯴﯵﯶﯷﯸﯹﯺ
76:3 અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ન
ﯻﯼﯽﯾﯿﰀﰁ
76:4 નિ:શંક અમે ઇન્કારીઓ માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે
ﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
76:5 નિ:શંક સદાચારી લોકો તે જામ (શરાબના પ્યાલા) પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું છે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
76:6 જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ કાઢી લઇ જશે (જ્યાં ઇચ્છશે)
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
76:7 જે નઝર (ફકત અલ્લાહ માટે માનેલી માનતા) પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે જેની આપત્તિ ચારેય બાજુ ફેલાઇ જનારી છે
ﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
76:8 અને અલ્લાહ તઆલાની મોહબ્બતમાં ખાવાનું ખવડાવે છે, ગરીબ, અનાથ અને કેદીઓને
ﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
76:9 અમે તો તમને ફકત અલ્લાહ તઆલા ની પ્રસન્નતા માટે ખવડાવીએ છીએ. ન તમારાથી બદલો ઇચ્છીએ છે અને ન તો આભાર
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
76:10 નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ભય રાખીએ છીએ જે ઉદાસ અને સખત હશે
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
76:11 બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લીધા અને તેમને તાજગી અને ખુશી પહોંચાડી
ﮅﮆﮇﮈﮉﮊ
76:12 અને તેમને તેમની ધૈર્યના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપ્યા
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖ
76:13 તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં સૂરજનો તડકો જોશે ન ઠંડીની ઉગ્રતા
ﮗﮘﮙﮚﮛﮜﮝ
76:14 તે જન્નતોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦ
76:15 અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામોને (શરાબના પ્યાલા) ફેરવવામાં આવશે જે કાચના હશે
ﮧﮨﮩﮪﮫﮬ
76:16 કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે
ﮭﮮﮯﮰﮱﯓﯔ
76:17 અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે
ﯕﯖﯗﯘﯙ
76:18 જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
76:19 અને તેની આજુબાજુ ફરતા હશે તે નાના બાળકો જે હંમેશા રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે
ﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
76:20 તમે ત્યાં જ્યાં પણ નજર દોડાવશો નેઅમતો જ નેઅમતો અને મહાન સત્તાને જ જોશો
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
76:21 તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે
ﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄ
76:22 (કહેવામાં આવશે) કે આ છે તમારા કાર્યો નો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી
ﰅﰆﰇﰈﰉﰊﰋ
76:23 નિ:શંક અમે તમારા પર થોડું થોડું કરીને કુરઆન અવતરિત કર્યુ
ﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
76:24 બસ ! તું પોતાના પાલનહારના આદેશ પર ડટી જા. અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ના માન
ﰖﰗﰘﰙﰚﰛ
76:25 અને પોતાના પાલનહારના નામનું સવાર સાંજ સ્મરણ કર્યા કર
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
76:26 અને રાત્રિના સમયે તેની સામે સજદા કર. અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ (સ્મરણ) કર્યા કર
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
76:27 નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને પોતાની પાછળ એક ભારે દિવસને છોડી દે છે
ﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
76:28 અમે તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લાવીશું
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷ
76:29 ખરેખર આ તો એક શિખામણ છે બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે
ﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
76:30 અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે
ﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
76:31 જેને ઇચ્છે તેને પોતાની કૃપામાં દાખલ કરી લે. અને અત્યાચારીઓ માટે તેણે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers