Satajidoona aakhareena yureedoona ai yaamanookum wa yaamanoo qawmahum kullamaa ruddooo ilal itnati urkisoo feehaa; fa il lam ya`tazilookum wa yulqooo ilai kumus salama wa yakuffooo aidiyahum fakhuzoohum waqtuloohum haisu saqif tumoohum; wa ulaaa`ikum ja`alnaa lakum `alaihim sultaanam mubeenaa
📖 ભાષાંતર (ગુજરાતીમાં)
📖 ગુજરાતીમાં
તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
अनक़रीब तुम कुछ ऐसे और लोगों को भी पाओगे जो चाहते हैं कि तुमसे भी अमन में रहें और अपनी क़ौम से भी अमन में रहें (मगर) जब कभी झगड़े की तरफ़ बुलाए गए तो उसमें औंधे मुंह के बल गिर पड़े पस अगर वह तुमसे न किनारा कशी करें और न तुम्हें सुलह का पैग़ाम दें और न लड़ाई से अपने हाथ रोकें पस उनको पकड़ों और जहॉ पाओ उनको क़त्ल करो और यही वह लोग हैं जिनपर हमने तुम्हें सरीही ग़लबा अता फ़रमाया
હે ઈમાનવાળાઓ! તમને એવા બીજા લોકો મળશે જે બે મુખવાળા છે — તેઓ ઇચ્છે છે કે તમારા તરફથી પણ સલામત રહે અને પોતાની કોમ (કાફિરો) તરફથી પણ સલામત રહે. તમારી સામે તેઓ ઈમાનનો દાવો કરે છે, જેથી તમે તેઓને નુકસાન ન પહોંચાડો, અને જ્યારે પોતાના કાફિર લોકો પાસે પાછા જાય છે ત્યારે તેઓ કુફ્ર દર્શાવે છે, જેથી તેઓ પણ તેઓની સલામતી આપે. જ્યારે પણ તેઓને કુફ્ર તરફ અથવા તમારા વિરુદ્ધ યુદ્ધ તરફ દોરવામાં આવે છે, ત્યારે તેઓ તેમાં ઊંધા પડી જાય છે અને પૂરેપૂરા ડૂબી જાય છે — એટલે કે તેઓ કુફ્ર અને દગાબાજીમાં સૌથી આગળ નીકળી જાય છે. આવા લોકો જો તમારાથી અલગ થઈ જવાનું, તમારી સાથે સંધિ અને શાંતિ સ્વીકારવાનું અને તમારા પર હુમલો કરવાથી પોતાના હાથ રોકવાનું ન છોડે, તો તેઓને પકડી લો અને જ્યાં પણ તેઓ મળે ત્યાં તેઓને કતલ કરો. આવા લોકો સામે અમે તમને સ્પષ્ટ દલીલ અને ખુલ્લી હુજ્જત આપી છે, કારણ કે તેઓની દગાબાજી, બેમુખીપણું અને વારંવાર કરેલા વચનભંગને કારણે તેઓ શિક્ષાને લાયક બન્યા છે.
આયતમાંથી શીખવા મળતી ફાયદાઓ:
ઈસ્લામ શાંતિ અને ન્યાયનો ધર્મ છે — જે લોકો યુદ્ધ છોડી દે, શાંતિ સ્વીકારે અને હુમલો ન કરે, તેઓ સામે લડવાની છૂટ નથી. આ દર્શાવે છે કે ઈસ્લામમાં યુદ્ધ માત્ર આત્મરક્ષા અને દુષ્ટતાને રોકવા માટે છે.
દગાબાજી અને બેમુખીપણું ખૂબ ખતરનાક છે — જે લોકો બંને પક્ષને છેતરે છે, તેઓ સમાજમાં અશાંતિ અને અવિશ્વાસ ફેલાવે છે.
તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે
તેઓની ઇચ્છા છે કે જેવી રીતે તેઓ ઇન્કાર કરનારા છે તમે પણ તેઓની જેમ ઇન્કાર કરવા લાગો અને પછી બધા સરખા બની જાવ, બસ ! જ્યાં સુધી આ લોકો ઇસ્લામ માટે વતન ન છોડે, તેઓ માંથી કોઇને પણ સાચા મિત્ર ન બનાવો, પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો તેઓને પકડો અને કતલ કરી દો જ્યાં પણ તેઓ મળી જાય, ખબરદાર ! તેઓ માંથી કોઇને પણ પોતાનો મિત્ર અને મદદ કરનાર ન સમજી લેશો
તે લોકો સિવાય, જે તે જૂથના હોય જેમની સાથે તમારો કરાર થઇ ચૂકયો છે, અથવા જે તમારી પાસે તે પરિસ્થિતિમાં આવે કે તમારી સાથે યુદ્ધ કરવાનો ઇરાદો નથી અને પોતાના લોકો સાથે પણ યુદ્ધ કરવાની ઇચ્છા નથી અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તેઓને તમારા પર પ્રભુત્વ આપી દેતો અને તેઓ તમારી સાથે ચોક્કસ યુદ્ધ કરતા, બસ ! જો આ લોકો તમારાથી અળગા રહે અને તમારી સાથે યુદ્ધ ન કરે અને તમારી પાસે શાંતિનો સંદેશ મોકલે, તો અલ્લાહ તઆલાએ તમારા માટે તેઓ સાથે લડાઇ બાબતે કોઇ માર્ગ નથી રાખ્યો
તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે
કોઇ ઈમાનવાળા માટે બીજા ઈમાનવાળા ભાઇને કતલ કરી નાખવું યોગ્ય નથી પરંતુ જો ભૂલથી થઇ જાય (તે અલગ વાત છે), જે વ્યક્તિ કોઇ મુસલમાનને કારણ વગર કતલ કરી દે તેના પર એક મુસલમાન દાસને મુકત કરવું અને કતલ થયેલ ના સગાઓને (ખૂનના બદલામાં સો ઊંટ બરાબરનું ધન) આપવાનું રહેશે, હાં તે અલગ વાત છે કે તે લોકો સદકો (દાન) સમજી માફ કરી દે અને જો કતલ થયેલ તમારા શત્રુઓ માંથી હોય અને તે મુસલમાન હોય તો ફકત એક ઈમાનવાળા દાસને મુકત કરવો જરૂરી છે અને જો કતલ થયેલ તે જૂથનો હોય કે તમારા અને તેઓની વચ્ચે કરાર થયેલો છે તો ખૂનના બદલામાં ધન જરૂરી છે, જે તેના સગાઓને આપવામાં આવશે અને એક મુસલમાન દાસને મુકત કરવું પણ (જરૂરી છે). બસ ! જેની પાસે (દાસ અથવા ધન) ન હોય તેના પર બે મહીનાના રોઝા રાખવા જરૂરી છે, અલ્લાહ તઆલા પાસે માફી મેળવવા માટે અને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણનાર અને હિકમતવાળો છે
અને જે કોઇ, કોઇ ઈમાનવાળાને ઇરાદાપૂર્વક કતલ કરી દે તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ તઆલાનો ગુસ્સો છે, તેના પર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને તેના માટે મોટી યાતના તૈયાર કરી રાખી છે
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.