સૂરા અલ-કલમ અરબી અને ગુજરાતી

સૂરા અલ-કલમને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (52 આયત — مكية). અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf.

સૂરા અલ-કલમ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ ۝١
📖 ભાષાંતર આયત 1
નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે
مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ ۝٢
📖 ભાષાંતર આયત 2
તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી
وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ ۝٥
📖 ભાષાંતર આયત 5
બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
بِأَييِّكُمُ الْمَفْتُونُ ۝٦
📖 ભાષાંતર આયત 6
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ۝٧
📖 ભાષાંતર આયત 7
નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે
فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ ۝٨
📖 ભાષાંતર આયત 8
બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ ۝٩
📖 ભાષાંતર આયત 9
તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય
وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ ۝١٠
📖 ભાષાંતર આયત 10
અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો
هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ ۝١١
📖 ભાષાંતર આયત 11
બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ ۝١٢
📖 ભાષાંતર આયત 12
ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી
عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ ۝١٣
📖 ભાષાંતર આયત 13
અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે
أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ ۝١٤
📖 ભાષાંતર આયત 14
તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે
إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ۝١٥
📖 ભાષાંતર આયત 15
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ ۝١٦
📖 ભાષાંતર આયત 16
અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું
إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ ۝١٧
📖 ભાષાંતર આયત 17
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
وَلَا يَسْتَثْنُونَ ۝١٨
📖 ભાષાંતર આયત 18
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ ۝١٩
📖 ભાષાંતર આયત 19
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
فَأَصْبَحَتْ كَالصَّرِيمِ ۝٢٠
📖 ભાષાંતર આયત 20
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
فَتَنَادَوْا مُصْبِحِينَ ۝٢١
📖 ભાષાંતર આયત 21
હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા
أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ ۝٢٢
📖 ભાષાંતર આયત 22
કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો
فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ ۝٢٣
📖 ભાષાંતર આયત 23
ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા
أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ ۝٢٤
📖 ભાષાંતર આયત 24
કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે
وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ ۝٢٥
📖 ભાષાંતર આયત 25
અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)
فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ ۝٢٦
📖 ભાષાંતર આયત 26
જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા
بَلْ نَحْنُ مَحْرُومُونَ ۝٢٧
📖 ભાષાંતર આયત 27
ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ
قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ ۝٢٨
📖 ભાષાંતર આયત 28
તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા
قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ ۝٢٩
📖 ભાષાંતર આયત 29
તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ ۝٣٠
📖 ભાષાંતર આયત 30
ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા
قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ ۝٣١
📖 ભાષાંતર આયત 31
કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા
عَسَىٰ رَبُّنَا أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ ۝٣٢
📖 ભાષાંતર આયત 32
ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ
كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ۝٣٣
📖 ભાષાંતર આયત 33
આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત
إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ ۝٣٤
📖 ભાષાંતર આયત 34
ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે
أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ ۝٣٥
📖 ભાષાંતર આયત 35
શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ۝٣٦
📖 ભાષાંતર આયત 36
તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો
أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ ۝٣٧
📖 ભાષાંતર આયત 37
શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય
إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ ۝٣٨
📖 ભાષાંતર આયત 38
કે તેમાં તમારી મનચાહી વાતો હોય
أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ ۝٣٩
📖 ભાષાંતર આયત 39
અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો
سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ ۝٤٠
📖 ભાષાંતર આયત 40
તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે
أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِن كَانُوا صَادِقِينَ ۝٤١
📖 ભાષાંતર આયત 41
શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે
يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ ۝٤٢
📖 ભાષાંતર આયત 42
જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે
خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ ۝٤٣
📖 ભાષાંતર આયત 43
નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા
فَذَرْنِي وَمَن يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ ۝٤٤
📖 ભાષાંતર આયત 44
બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે
وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ ۝٤٥
📖 ભાષાંતર આયત 45
અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે
أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ ۝٤٦
📖 ભાષાંતર આયત 46
શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય
أَمْ عِندَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ ۝٤٧
📖 ભાષાંતર આયત 47
અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ ۝٤٨
📖 ભાષાંતર આયત 48
બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી
لَّوْلَا أَن تَدَارَكَهُ نِعْمَةٌ مِّن رَّبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ ۝٤٩
📖 ભાષાંતર આયત 49
અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત
فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ ۝٥٠
📖 ભાષાંતર આયત 50
તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો
وَإِن يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ ۝٥١
📖 ભાષાંતર આયત 51
અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે
وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ۝٥٢
📖 ભાષાંતર આયત 52
ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે
← 67 અલ-કલમ (68/114) 69 →
વાંચો સૂરા અલ-કલમ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

68القلم Al-Qalam 📚 52 આયત مكية



પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers