PDF —
52 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-કલમ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-કલમ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કલમ ભાષાંતર. સૂરા અલ-કલમ (Meccan) 52 આયત.



52 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮉﮊﮋﮌﮍﮎ
68:1 નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે
ﮏﮐﮑﮒﮓﮔ
68:2 તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી
ﮕﮖﮗﮘﮙﮚ
68:3 અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે
ﮛﮜﮝﮞﮟ
68:4 અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
ﮠﮡﮢ
68:5 બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
ﮣﮤﮥ
68:6 કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
ﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
68:7 નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે
ﯓﯔﯕﯖ
68:8 બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
ﯗﯘﯙﯚﯛ
68:9 તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય
ﯜﯝﯞﯟﯠﯡ
68:10 અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો
ﯢﯣﯤﯥ
68:11 બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર
ﯦﯧﯨﯩﯪ
68:12 ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી
ﯫﯬﯭﯮﯯ
68:13 અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે
ﯰﯱﯲﯳﯴﯵ
68:14 તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽ
68:15 જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
ﯾﯿﰀﰁ
68:16 અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
68:17 નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
ﭜﭝﭞ
68:18 અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
68:19 બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
ﭧﭨﭩ
68:20 બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
ﭪﭫﭬ
68:21 હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
68:22 કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો
ﭵﭶﭷﭸ
68:23 ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા
ﭹﭺﭻﭼﭽﭾﭿ
68:24 કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે
ﮀﮁﮂﮃﮄ
68:25 અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)
ﮅﮆﮇﮈﮉﮊ
68:26 જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા
ﮋﮌﮍﮎ
68:27 ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖ
68:28 તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા
ﮗﮘﮙﮚﮛﮜﮝ
68:29 તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા
ﮞﮟﮠﮡﮢﮣ
68:30 ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા
ﮤﮥﮦﮧﮨﮩ
68:31 કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕ
68:32 ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ
ﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠ
68:33 આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત
ﯡﯢﯣﯤﯥﯦﯧ
68:34 ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે
ﯨﯩﯪﯫ
68:35 શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું
ﯬﯭﯮﯯﯰ
68:36 તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો
ﯱﯲﯳﯴﯵﯶ
68:37 શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય
ﯷﯸﯹﯺﯻﯼ
68:38 કે તેમાં તમારી મનચાહી વાતો હોય
ﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉ
68:39 અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો
ﰊﰋﰌﰍﰎ
68:40 તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે
ﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗ
68:41 શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે
ﰘﰙﰚﰛﰜﰝﰞﰟﰠﰡ
68:42 જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
68:43 નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩ
68:44 બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે
ﭪﭫﭬﭭﭮﭯﭰ
68:45 અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે
ﭱﭲﭳﭴﭵﭶﭷﭸ
68:46 શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય
ﭹﭺﭻﭼﭽﭾ
68:47 અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
68:48 બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕ
68:49 અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત
ﮖﮗﮘﮙﮚﮛ
68:50 તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો
ﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨ
68:51 અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે
ﮩﮪﮫﮬﮭﮮ
68:52 ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers