Aw kallazee marra `alaa qaryatinw wa hiya khaawiyatun `alaa `urooshihaa qaala annaa yuhyee haazihil laahu ba`da mawtihaa fa amaatahul laahu mi`ata `aamin suumma ba`asahoo qaala kam labista qaala labistu yawman aw ba`da yawmin qaala bal labista mi`ata `aamin fanzur ilaa ta`aamika wa sharaabika lam yatasannah wanzur ilaa himaarika wa linaj`alaka Aayatal linnaasi wanzur ilal`izaami kaifa nunshizuhaa summa naksoohaa lahmaa; falammaa tabiyana lahoo qaala a`lamu annal laaha `alaakulli shai`in Qadeer
📖 ભાષાંતર (ગુજરાતીમાં)
📖 ગુજરાતીમાં
અથવા તો તે વ્યક્તિ માફક જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
(ऐ रसूल तुमने) मसलन उस (बन्दे के हाल पर भी नज़र की जो एक गॉव पर से होकर गुज़रा और वो ऐसा उजड़ा था कि अपनी छतों पर से ढह के गिर पड़ा था ये देखकर वह बन्दा (कहने लगा) अल्लाह अब इस गॉव को ऐसी वीरानी के बाद क्योंकर आबाद करेगा इस पर ख़ुदा ने उसको (मार डाला) सौ बरस तक मुर्दा रखा फिर उसको जिला उठाया (तब) पूछा तुम कितनी देर पड़े रहे अर्ज क़ी एक दिन पड़ा रहा एक दिन से भी कम फ़रमाया नहीं तुम (इसी हालत में) सौ बरस पड़े रहे अब ज़रा अपने खाने पीने (की चीज़ों) को देखो कि बुसा तक नहीं और ज़रा अपने गधे (सवारी) को तो देखो कि उसकी हड्डियाँ ढेर पड़ी हैं और सब इस वास्ते किया है ताकि लोगों के लिये तुम्हें क़ुदरत का नमूना बनाये और अच्छा अब (इस गधे की) हड्डियों की तरफ़ नज़र करो कि हम क्योंकर जोड़ जाड़ कर ढाँचा बनाते हैं फिर उनपर गोश्त चढ़ाते हैं पस जब ये उनपर ज़ाहिर हुआ तो बेसाख्ता बोल उठे कि (अब) मैं ये यक़ीने कामिल जानता हूं कि ख़ुदा हर चीज़ पर क़ादिर है
لَمْ يَتَسَنَّهْ: તે બગડ્યું નથી, તેમાં કોઈ ફેરફાર થયો નથી.
نُنشِزُهَا: અમે તેને ઊંચું કરીએ છીએ, એકબીજા સાથે જોડીએ છીએ.
نَكْسُوهَا: અમે તેને ઢાંકીએ છીએ, તેના પર ચઢાવીએ છીએ.
આયતની તફસીર:
આ આયતમાં અલ્લાહ તઆલા એક એવા વ્યક્તિનો જિક્ર કરે છે જે એક ઉજ્જડ ગામ પરથી પસાર થયો, જેની દીવાલો અને છત પડી ગયા હતા અને તે ખંડેર બની ગયું હતું. તેણે આ જોઈને આશ્ચર્ય સાથે કહ્યું કે આ ગામને તેના મૃત્યુ પછી અલ્લાહ કેવી રીતે જીવિત કરશે? આ તેની અલ્લાહની કુદરત પર શંકા નહોતી, પરંતુ આશ્ચર્ય અને વિચાર હતો.
ત્યારે અલ્લાહએ તેને મૃત્યુ આપ્યું અને સો વર્ષ સુધી તે મૃત રહ્યો. પછી અલ્લાહએ તેને ફરી જીવિત કર્યો અને પૂછ્યું કે તું કેટલો સમય મૃત રહ્યો? તેણે જવાબ આપ્યો કે હું એક દિવસ કે દિવસનો થોડો ભાગ રહ્યો. કારણ કે તેને મૃત્યુ દિવસની શરૂઆતમાં આવ્યું હતું અને જીવન દિવસના અંતે મળ્યું હતું, તેથી તેને લાગ્યું કે થોડો જ સમય પસાર થયો છે.
અલ્લાહએ તેને કહ્યું કે નહીં, પરંતુ તું સો વર્ષ સુધી મૃત રહ્યો. હવે તું તારા ખોરાક અને પાણી તરફ જો, જે સો વર્ષ પસાર થવા છતાં પણ બગડ્યા નથી, જ્યારે કે સામાન્ય રીતે ખોરાક અને પાણી ખૂબ જ ઝડપથી બગડી જાય છે. આ અલ્લાહની કુદરતનો સ્પષ્ટ પુરાવો છે.
પછી અલ્લાહએ તેને તેના ગધેડા તરફ જોવા કહ્યું, જે મૃત થઈ ગયું હતું અને તેના હાડકાં વિખેરાઈ ગયા હતા. અલ્લાહએ તેને બતાવ્યું કે કેવી રીતે તે હાડકાંને ઊંચા કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે, પછી તેના પર માંસ ચઢાવવામાં આવે છે અને ફરી જીવન આપવામાં આવે છે. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે તે વ્યક્તિ લોકો માટે અલ્લાહની કુદરતની નિશાની બની જાય, જે મૃત્યુ પછીના જીવન પર દલીલ કરે.
જ્યારે તે વ્યક્તિએ આ બધું પોતાની આંખોથી જોયું, ત્યારે તેને સત્ય સ્પષ્ટ થઈ ગયું અને તેણે કબૂલ કર્યું કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, તે મૃત્યુ પછી ફરી જીવન આપવા પર સક્ષમ છે.
આ આયતમાંથી મળતા ફાયદા:
અલ્લાહની કુદરત અપાર છે — તે મૃત્યુ પછી જીવન આપી શકે છે, જેમ તેણે સો વર્ષ પછી તે વ્યક્તિને અને તેના ગધેડાને જીવિ
અથવા તો તે વ્યક્તિ માફક જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
ઇમાન લાવવાવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે છે, તે તેઓને અંધકાર માંથી પ્રકાશ તરફ લાવે છે અને ઇન્કારીઓના દોસ્તો શેતાનો છે, તે તેઓને પ્રકાશ માંથી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે
શું તમે તેને નથી જોયો જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ (અ.સ.) સાથે તેના પાલનહાર વિશે ઝગડો કરી રહ્યો હતો, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) કહ્યું કે મારો પાલનહાર તો તે છે જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે કહેવા લાગ્યો કે હું પણ જીવિત કરૂં છું અને મૃત્યુ આપુ છું, ઇબ્રાહીમ (અ.સ.)એ કહ્યું અલ્લાહ તઆલા સૂર્યને પૂર્વ દિશા માંથી કાઢે છે તું તેને પશ્ર્ચિમ દિશા માંથી કાઢી બતાવ, હવે તો તે ઇન્કારી અચંબામાં પડી ગયો અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો
અથવા તો તે વ્યક્તિ માફક જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
અને જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું કે હે મારા પાલનહાર ! મને બતાવ તું મૃતકોને કેવી રીતે જીવિત કરીશ ? (અલ્લાહ તઆલાએ) કહ્યું શું તને ઇમાન નથી ? જવાબ આપ્યો ઇમાન તો છે પરંતુ મારૂ હૃદય સંતુષ્ટ થઇ જાય, ફરમાવ્યું ચાર પંખીઓ લઇ લો, તેઓના ટુકડા કરી નાખો, પછી દરેક પર્વત પર તેનો એક એક ટુકડો મુકી દો, પછી તેને પોકારો, તમારી પાસે દોડીને આવી જશે અને જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી, હિકમતોવાળો છે
જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ તે દાણા જેવું છે જેમાંથી સાત ડાળખીઓ નીકળે અને દરેક ડાળખીમાં સો દાણા હોય અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે વધારીને આપે અને અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.