Wa izaa kunta feehim fa aqamta lahumus Salaata faltaqum taaa`ifatum minhum ma`aka walyaakhuzooo aslihatahum fa izaa sajadoo fal yakoonoo minw waraaa`ikum waltaati taaa`ifatun ukhraa lam yusalloo falyusallo ma`aka walyaakhuzoo hizrahum wa aslihatahum; waddal lazeena kafaroo law taghfuloona `anaslihatikum wa amti`atikum fa yameeloona `alaikum mailatanw waahidah; wa laa junaaha `alaikum in kaana bikum azam mimmatarin aw kuntum mmardaaa an tada`ooo aslihatakum wa khuzoo hizrakum; innal laaha a`adda lilkaafireena `azaabam muheenaa
📖 ભાષાંતર (ગુજરાતીમાં)
📖 ગુજરાતીમાં
જ્યારે તમે તેઓની સાથે હોવ અને તેઓની વચ્ચે નમાઝ પઢવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય, પછી જ્યારે આ લોકો સિજદો કરી લે, તો આ લોકો હટીને તમારી પાછળ આવી જાય અને તે બીજું જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય અને તમારી સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને શસ્ત્રો લઇ ઊભા રહે, ઇન્કાર કરનારાઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે તમે પોતાના શસ્ત્રો અને સામાનથી અજાણ થઇ જાવ, તો તેઓ તમારા પર અચાનક ચઢાઇ કરે, હાં પોતાના શસ્ત્રો ઉતારવામાં તે સમયે તમારા પર કોઇ ગુનો નથી જ્યારે કે તમને તકલીફ હોય અથવા વરસાદના અથવા બિમારીના કારણે અને પોતાના રક્ષણ માટેની વસ્તુઓ સાથે રાખો, નિ:શંક અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના તૈયાર કરી રાખી છે
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (ऐ रसूल) तुम मुसलमानों में मौजूद हो और (लड़ाई हो रही हो) कि तुम उनको नमाज़ पढ़ाने लगो तो (दो गिरोह करके) एक को लड़ाई के वास्ते छोड़ दो (और) उनमें से एक जमाअत तुम्हारे साथ नमाज़ पढ़े और अपने हरबे तैयार अपने साथ लिए रहे फिर जब (पहली रकअत के) सजदे कर (दूसरी रकअत फुरादा पढ़) ले तो तुम्हारे पीछे पुश्त पनाह बनें और दूसरी जमाअत जो (लड़ रही थी और) जब तक नमाज़ नहीं पढ़ने पायी है और (तुम्हारी दूसरी रकअत में) तुम्हारे साथ नमाज़ पढ़े और अपनी हिफ़ाज़त की चीजे अौर अपने हथियार (नमाज़ में साथ) लिए रहे कुफ्फ़ार तो ये चाहते ही हैं कि काश अपने हथियारों और अपने साज़ व सामान से ज़रा भी ग़फ़लत करो तो एक बारगी सबके सब तुम पर टूट पड़ें हॉ अलबत्ता उसमें कुछ मुज़ाएक़ा नहीं कि (इत्तेफ़ाक़न) तुमको बारिश के सबब से कुछ तकलीफ़ पहुंचे या तुम बीमार हो तो अपने हथियार (नमाज़ में) उतार के रख दो और अपनी हिफ़ाज़त करते रहो और ख़ुदा ने तो काफ़िरों के लिए ज़िल्लत का अज़ाब तैयार कर रखा है
હે નબી! જ્યારે તમે જિહાદના મેદાનમાં હાજર હો અને દુશ્મનનો સામનો ચાલી રહ્યો હોય, ત્યારે તમે સાથીઓને નમાઝ પઢાવવા ઈચ્છો, તો સૈન્યને બે ભાગમાં વહેંચો. એક જૂથ તમારી સાથે નમાઝ માટે ઊભું થાય અને પોતાના હથિયાર સાથે રાખે, જ્યારે બીજું જૂથ દુશ્મન સામે પહેરો ભરે. જ્યારે પહેલું જૂથ તમારી સાથે એક રકાત પૂરી કરે, તો તે પોતે બાકીની નમાઝ પૂરી કરે અને દુશ્મન તરફ પહેરો ભરવા માટે તમારી પાછળ આવી જાય. પછી બીજું જૂથ, જેણે હજુ નમાઝ નથી પઢી, આવે અને તમારી સાથે નમાઝમાં જોડાય. જ્યારે ઈમામ સલામ ફેરવે, ત્યારે તે પોતાની બાકીની નમાઝ પૂરી કરે. આ દરમિયાન બધાએ સાવધાની રાખવી અને હથિયાર સાથે રાખવા. કાફિરો ઈચ્છે છે કે તમે નમાઝમાં હથિયાર અને સામાનથી બેદરકાર થઈ જાઓ, જેથી તેઓ એક જ વારમાં એકસાથે તમારા પર હુમલો કરી દે. પરંતુ જો વરસાદથી તકલીફ હોય અથવા તમે બીમાર હો, તો હથિયાર મૂકી દેવામાં તમારા પર કોઈ દોષ નથી, પણ સાવધાની તો રાખો જ. નિઃશંક અલ્લાહે કાફિરો માટે અપમાનજનક યાતના તૈયાર કરી રાખી છે.
આ આયતમાંથી શીખવા મળતી બોધ:
નમાઝ એવી ઈબાદત છે જે સૌથી કઠિન હાલતમાં પણ છોડવી નહીં, પણ સૂચના મુજબ અદા કરવી.
ઈસ્લામ દીન સમજદારી અને સાવધાનીનો દીન છે; ઈબાદત અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવું જોઈએ.
અલ્લાહે મુશ્કેલીના સમયમાં સરળતા આપી છે, જેમ કે વરસાદ કે બીમારીમાં હથિયાર મૂકવાની છૂટ.
કાફિરોની દુશ્મનાવટ હંમેશા રહે છે, તેથી મુસલમાનોએ એકતા અને સાવધાની સાથે રહેવું જોઈએ.
અલ્લાહ ન્યાયકારી છે; કાફિરો માટે અપમાનજનક યાતના છે, જ્યારે મોમિનો માટે સલામતી અને મદદનો વાયદો છે.
જ્યારે તમે તેઓની સાથે હોવ અને તેઓની વચ્ચે નમાઝ પઢવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય, પછી જ્યારે આ લોકો સિજદો કરી લે, તો આ લોકો હટીને તમારી પાછળ આવી જાય અને તે બીજું જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય અને તમારી સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને શસ્ત્રો લઇ ઊભા રહે, ઇન્કાર કરનારાઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે તમે પોતાના શસ્ત્રો અને સામાનથી અજાણ થઇ જાવ, તો તેઓ તમારા પર અચાનક ચઢાઇ કરે, હાં પોતાના શસ્ત્રો ઉતારવામાં તે સમયે તમારા પર કોઇ ગુનો નથી જ્યારે કે તમને તકલીફ હોય અથવા વરસાદના અથવા બિમારીના કારણે અને પોતાના રક્ષણ માટેની વસ્તુઓ સાથે રાખો, નિ:શંક અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના તૈયાર કરી રાખી છે
જે કોઇ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે તેઓ ધરતી પર ઘણી જ રહેવાની જગ્યાઓ પામશે અને વિશાળતા પણ અને જે કોઇ પોતાના ઘરેથી અલ્લાહ તઆલા અને તેના પયગંબર તરફ નીકળી ગયો, પછી જો તે મૃત્યુ પામ્યો તો પણ ચોક્કસપણે તેનો સવાબ અલ્લાહ તઆલા પર નક્કી થઇ ગયો અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયા કરનાર છે
જ્યારે તમે મુસાફરીમાં હોય તો તમારા પર નમાઝોને કસ્ર ( સંક્ષિપ્ત) કરવામાં કોઈ ગુનો નથી, જો તમને ભય હોય કે ઇન્કાર કરનારાઓ તમને સતાવશે, નિ:શંક ઇન્કાર કરનારાઓ તમારા ખુલ્લા દુશ્મન છે
જ્યારે તમે તેઓની સાથે હોવ અને તેઓની વચ્ચે નમાઝ પઢવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય, પછી જ્યારે આ લોકો સિજદો કરી લે, તો આ લોકો હટીને તમારી પાછળ આવી જાય અને તે બીજું જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય અને તમારી સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને શસ્ત્રો લઇ ઊભા રહે, ઇન્કાર કરનારાઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે તમે પોતાના શસ્ત્રો અને સામાનથી અજાણ થઇ જાવ, તો તેઓ તમારા પર અચાનક ચઢાઇ કરે, હાં પોતાના શસ્ત્રો ઉતારવામાં તે સમયે તમારા પર કોઇ ગુનો નથી જ્યારે કે તમને તકલીફ હોય અથવા વરસાદના અથવા બિમારીના કારણે અને પોતાના રક્ષણ માટેની વસ્તુઓ સાથે રાખો, નિ:શંક અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના તૈયાર કરી રાખી છે
પછી જ્યારે તમે નમાઝ પઢતા રહો, ઊભા-ઊભા, બેઠાં-બેઠાં અને સૂતાં-સૂતાં અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરતા રહો અને જ્યારે શાંતિ મળે ત્યારે નમાઝ પાબંદી સાથે પઢો, નિ:શંક નમાઝ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે
તે લોકોનો પીછો કરવામાં નબળા ન પડો, જો તમને તકલીફ પહોંચતી હોય તો તેઓને પણ તમારી જેમ જ તકલીફ પહોંચે છે અને તમે અલ્લાહ તઆલાથી તે અપેક્ષા રાખો છો જે અપેક્ષાઓ તેઓને નથી અને અલ્લાહ તઆલા જાણનાર, હિકમતવાળો છે
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.