સૂરા સાદ
PDF —
Built right in your browser — download starts automatically
સૂરા સાદ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા સાદ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા સાદ ભાષાંતર. સાદ (Meccan) 88 આયત.
Related
- સાદ ભાષાંતરગુજરાતી
- સાદ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા સાદ

ﭑﭒﭓﭔﭕﭖ
સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ
ﭗﭘﭙﭚﭛﭜﭝ
જો કે ઇન્કાર કરનારાઓ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો
ﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
અને ઇન્કાર કરનારાઓને એ વાત પર આશ્વર્ય થયું કે તેમના માંથી જ એક, તેઓને સચેત કરનાર આવ્યો અને કહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે
ﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
શું તેણે આટલા બધા પૂજ્યોનો એક જ પૂજ્ય કરી દીધો, ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના પૂજ્યો પર અડગ રહો. નિ:શંક આ વાત કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗ
અમે તો આવી વાત પહેલાના દીનમાં પણ નથી સાંભળી, કંઈ નથી બસ ! આતો ઘડી કાઢેલી વાતો છે
ﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩ
શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી અવતરિત કરવામાં આવી ? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો પ્રકોપ ચાખ્યો જ નથી
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત પાલનહારની કૃપાના ખજાના છે
ﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞ
અથવા શું આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુની બાદશાહત તેમની જ છે, પછી તો તે લોકો દોરડું બાંધી ચઢી જાય
ﯟﯠﯡﯢﯣﯤﯥ
આ પણ (મોટા મોટા) લશ્કરો માંથી હારી ગયેલું (નાનું) લશ્કર છે
ﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮ
તેમના પહેલા પણ નૂહ અને આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા
ﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷ
અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, આ જ (મોટા) લશ્કરો હતા
ﯸﯹﯺﯻﯼﯽﯾﯿ
તેમના માંથી એક પણ એવા ન હતા જેમણે પયગંબરોને ન જુઠલાવ્યા હોય, બસ ! મારી યાતના તેમના માટે સાબિત થઇ ગઇ
ﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
તે લોકો બસ ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે
ﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓ
અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર ! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદ અ.સ.ને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા, નિ:શંક તે ખૂબ જ રજૂ થનારા હતા
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેમની સાથે સાંજે અને સવારે અલ્લાહના નામનું સ્મરણ કરે
ﭦﭧﭨﭩﭪﭫﭬ
અને પક્ષીઓને પણ ભેગા થઇ , દરેક તેમની આજ્ઞાનું પાલન કરતા હતા
ﭭﭮﭯﭰﭱﭲﭳ
અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી
ﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼ
અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી ? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા
ﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖ
જ્યારે તેઓ દાઊદ અ.સ. પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો
ﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦ
(સાંભળો) ! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે
ﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫ
તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ અ.સ. સમજી ગયા કે અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી
ﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶ
બસ ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે
ﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖ
હે દાઊદ ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો તે તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત યાતના છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣ
અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો ઇન્કાર કરનારાઓનું છે, ઇન્કાર કરનારાઓ માટે આગની ખરાબી છે
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱ
શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને પથભ્રષ્ટ લોકો જેવા કરી દઇશું
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻ
આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે અવતરિત કરી કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે
ﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને ખૂબ જ ઝૂકવાવાળા હતા
ﮅﮆﮇﮈﮉﮊﮋ
જ્યારે તેમની પાસે સાંજના સમયે ખૂબ જ કેળવેલા ઘોડા લાવવામાં આવ્યા
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗ
તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો
ﮘﮙﮚﮛﮜﮝﮞﮟ
તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા
ﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩ
અને અમે સુલૈમાન અ.સ.ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
કહ્યું કે હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤ
બસ ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી
ﯥﯦﯧﯨﯩ
અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારાઓને અને ડુબકી લગાવનારને
ﯪﯫﯬﯭﯮ
અને બીજા જિન્નાઅતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા
ﯯﯰﯱﯲﯳﯴﯵﯶ
આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી
ﯷﯸﯹﯺﯻﯼﯽ
તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે
ﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉ
અને અમારા બંદા ઐયૂબ અ.સ.નું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે
ﰊﰋﰌﰍﰎﰏﰐﰑ
પોતાનો પગ માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે
ﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
અને પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને સોગંદ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵ
અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ અ.સ.નું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ હાથ અને આંખોવાળા હતા
ﭶﭷﭸﭹﭺﭻ
અમે તેમને એક ખાસ વાત એટલે કે આખેરતની યાદ સાથે ખાસ કરી દીધા
ﭼﭽﭾﭿﮀﮁ
આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા
ﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લ (અ.સ.)નું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓ
આ શિખામણ છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે
ﮔﮕﮖﮗﮘﮙ
(એટલે કે હંમેશા બાકી રહેવાવાળી) જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા છે
ﮚﮛﮜﮝﮞﮟﮠﮡ
જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે
ﮢﮣﮤﮥﮦﮧ
અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે
ﮨﮩﮪﮫﮬﮭ
આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖ
નિ:શંક રોજી (ખાસ) અમારી કૃપા છે જે ક્યારેય સમાપ્ત થવાની નથી
ﯗﯘﯙﯚﯛﯜﯝ
આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે
ﯞﯟﯠﯡﯢ
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
ﯣﯤﯥﯦﯧ
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
ﯨﯩﯪﯫﯬ
તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸ
આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆ
તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે
ﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒ
તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા
ﭜﭝﭞﭟﭠﭡﭢ
શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે
ﭣﭤﭥﭦﭧﭨﭩ
ખરેખર જહન્નમી લોકોનો આ ઝઘડો જરૂર થશે
ﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶ
કહી દો ! કે, હું તો ફક્ત સચેત કરનારો છું અને એક, વિજયી, અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે
ﭿﮀﮁﮂﮃ
તમે કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે
ﮄﮅﮆﮇ
જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો
ﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐﮑ
મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા
ﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚ
મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરનાર છું
ﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤ
જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું
ﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮ
તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો
ﮯﮰﮱﯓﯔ
તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો
ﯕﯖﯗﯘﯙﯚﯛ
પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે ઇન્કાર કરનારાઓ માંથી હતો
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫ
(અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે
ﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶ
તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે
ﯷﯸﯹﯺﯻﯼ
આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે
ﯽﯾﯿﰀﰁﰂﰃ
અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે
ﰄﰅﰆﰇﰈﰉﰊ
કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ
ﰋﰌﰍﰎﰏ
(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી
ﰐﰑﰒﰓﰔ
નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી
ﰕﰖﰗﰘﰙ
કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ
ﰚﰛﰜﰝﰞ
તારા તે બંદાઓ સિવાય, જેમને વિશિષ્ટ કરી લીધા
ﭑﭒﭓﭔﭕ
કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું
ﭩﭪﭫﭬﭭﭮ
આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે
ﭯﭰﭱﭲﭳ
નિ:શંક તમે આની સત્યતાને થોડાંક જ સમય પછી જાણી લેશો
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







