PDF —
182 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અસ-સાફ્ફાત pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અસ-સાફ્ફાત pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર. સૂરા અસ-સાફ્ફાત (Meccan) 182 આયત.

← યાસીનસૂરા અસ-સાફ્ફાત સાદ →


182 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓ
37:1 સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના
ﭔﭕﭖ
37:2 પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના
ﭗﭘﭙ
37:3 પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના
ﭚﭛﭜﭝ
37:4 નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
37:5 આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે
ﭦﭧﭨﭩﭪﭫﭬ
37:6 અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું
ﭭﭮﭯﭰﭱﭲ
37:7 અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼ
37:8 મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે
ﭽﭾﭿﮀﮁﮂ
37:9 ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
37:10 પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘ
37:11 તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું
ﮙﮚﮛﮜ
37:12 પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે
ﮝﮞﮟﮠﮡ
37:13 અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા
ﮢﮣﮤﮥﮦ
37:14 અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે
ﮧﮨﮩﮪﮫﮬﮭ
37:15 અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖ
37:16 શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે
ﯗﯘﯙ
37:17 શું આપણા પહેલાના પૂર્વજોને પણ
ﯚﯛﯜﯝﯞ
37:18 તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો
ﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
37:19 તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે
ﯧﯨﯩﯪﯫﯬ
37:20 અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
37:21 આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽ
37:22 અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા
ﯾﯿﰀﰁﰂﰃﰄﰅ
37:23 (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો
ﰆﰇﰈﰉﰊ
37:24 અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે
ﭑﭒﭓﭔﭕ
37:25 તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા
ﭖﭗﭘﭙﭚ
37:26 પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા
ﭛﭜﭝﭞﭟﭠ
37:27 તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે
ﭡﭢﭣﭤﭥﭦﭧ
37:28 કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા
ﭨﭩﭪﭫﭬﭭ
37:29 તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹ
37:30 અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁ
37:31 હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું
ﮂﮃﮄﮅﮆ
37:32 બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
ﮇﮈﮉﮊﮋﮌ
37:33 આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે
ﮍﮎﮏﮐﮑ
37:34 અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
ﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
37:35 આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા
ﮝﮞﮟﮠﮡﮢﮣ
37:36 અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
ﮤﮥﮦﮧﮨﮩ
37:37 (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે
ﮪﮫﮬﮭﮮ
37:38 નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો
ﮯﮰﮱﯓﯔﯕﯖ
37:39 તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા
ﯗﯘﯙﯚﯛ
37:40 પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
ﯜﯝﯞﯟﯠ
37:41 તેમના માટે જ નક્કી કરેલ રોજી છે
ﯡﯢﯣﯤ
37:42 (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે
ﯥﯦﯧﯨ
37:43 નેઅમતો વાળી જન્નતોમાં
ﯩﯪﯫﯬ
37:44 આસનો પર એકબીજાની સામે હશે
ﯭﯮﯯﯰﯱﯲ
37:45 શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે
ﯳﯴﯵﯶ
37:46 જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે
ﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
37:47 ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
ﯿﰀﰁﰂﰃ
37:48 અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
ﰄﰅﰆﰇ
37:49 એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
ﰈﰉﰊﰋﰌﰍ
37:50 (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે
ﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
37:51 તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો
ﭑﭒﭓﭔﭕ
37:52 જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
37:53 શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે
ﭞﭟﭠﭡﭢ
37:54 કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો
ﭣﭤﭥﭦﭧﭨ
37:55 જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે
ﭩﭪﭫﭬﭭﭮ
37:56 કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
ﭯﭰﭱﭲﭳﭴﭵ
37:57 જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
ﭶﭷﭸﭹ
37:58 શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
ﭺﭻﭼﭽﭾﭿﮀ
37:59 પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે
ﮁﮂﮃﮄﮅﮆ
37:60 પછી તો આ ભવ્ય સફળતા છે
ﮇﮈﮉﮊﮋ
37:61 આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ
ﮌﮍﮎﮏﮐﮑﮒ
37:62 શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ
ﮓﮔﮕﮖﮗ
37:63 જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે
ﮘﮙﮚﮛﮜﮝﮞ
37:64 નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે
ﮟﮠﮡﮢﮣ
37:65 જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે
ﮤﮥﮦﮧﮨﮩﮪ
37:66 (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
37:67 પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે
ﯔﯕﯖﯗﯘﯙ
37:68 પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે
ﯚﯛﯜﯝﯞ
37:69 નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા
ﯟﯠﯡﯢﯣ
37:70 અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા
ﯤﯥﯦﯧﯨﯩ
37:71 તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા
ﯪﯫﯬﯭﯮ
37:72 જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા
ﯯﯰﯱﯲﯳﯴ
37:73 હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ
ﯵﯶﯷﯸﯹ
37:74 અલ્લાહના નિકટના બંદાઓ સિવાય
ﯺﯻﯼﯽﯾﯿ
37:75 અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે
ﰀﰁﰂﰃﰄﰅ
37:76 અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
ﭑﭒﭓﭔﭕ
37:77 અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
ﭖﭗﭘﭙﭚ
37:78 અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું
ﭛﭜﭝﭞﭟﭠ
37:79 નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે
ﭡﭢﭣﭤﭥ
37:80 અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
ﭦﭧﭨﭩﭪ
37:81 તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
ﭫﭬﭭﭮ
37:82 પછી અમે બીજાને ડુબાડી દીધા
ﭯﭰﭱﭲﭳﭴ
37:83 અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા
ﭵﭶﭷﭸﭹﭺ
37:84 જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
ﭻﭼﭽﭾﭿﮀﮁ
37:85 તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
ﮂﮃﮄﮅﮆﮇ
37:86 શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
ﮈﮉﮊﮋﮌ
37:87 તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
ﮍﮎﮏﮐﮑ
37:88 હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
ﮒﮓﮔﮕ
37:89 અને કહ્યું કે હું બિમાર છું
ﮖﮗﮘﮙ
37:90 આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
ﮚﮛﮜﮝﮞﮟﮠ
37:91 (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા
ﮡﮢﮣﮤﮥ
37:92 તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા
ﮦﮧﮨﮩﮪ
37:93 પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા
ﮫﮬﮭﮮ
37:94 તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા
ﮯﮰﮱﯓﯔ
37:95 (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો
ﯕﯖﯗﯘﯙ
37:96 જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
37:97 તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો
ﯢﯣﯤﯥﯦﯧ
37:98 તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા
ﯨﯩﯪﯫﯬﯭﯮ
37:99 અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે
ﯯﯰﯱﯲﯳﯴ
37:100 હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ
ﯵﯶﯷﯸ
37:101 તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
37:102 પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો
ﭑﭒﭓﭔﭕ
37:103 જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો
ﭖﭗﭘﭙ
37:104 તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
37:105 ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
ﭣﭤﭥﭦﭧﭨ
37:106 ખરેખર આ ખુલ્લી કસોટી હતી
ﭩﭪﭫﭬ
37:107 અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી
ﭭﭮﭯﭰﭱ
37:108 અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
ﭲﭳﭴﭵ
37:109 ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે
ﭶﭷﭸﭹ
37:110 અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
ﭺﭻﭼﭽﭾ
37:111 નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
ﭿﮀﮁﮂﮃﮄ
37:112 અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે
ﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
37:113 અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે
ﮑﮒﮓﮔﮕﮖ
37:114 નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો
ﮗﮘﮙﮚﮛﮜ
37:115 અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો
ﮝﮞﮟﮠﮡ
37:116 અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા
ﮢﮣﮤﮥ
37:117 અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી
ﮦﮧﮨﮩ
37:118 અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
ﮪﮫﮬﮭﮮ
37:119 અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
ﮯﮰﮱﯓﯔ
37:120 કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ
ﯕﯖﯗﯘﯙ
37:121 નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
ﯚﯛﯜﯝﯞ
37:122 નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
ﯟﯠﯡﯢﯣ
37:123 નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા
ﯤﯥﯦﯧﯨﯩ
37:124 જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી
ﯪﯫﯬﯭﯮﯯ
37:125 શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો
ﯰﯱﯲﯳﯴﯵ
37:126 અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે
ﭑﭒﭓﭔ
37:127 પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
ﭕﭖﭗﭘﭙ
37:128 અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય
ﭚﭛﭜﭝﭞ
37:129 અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
ﭟﭠﭡﭢﭣ
37:130 ઇલ્યાસ પર સલામ
ﭤﭥﭦﭧﭨ
37:131 અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
ﭩﭪﭫﭬﭭ
37:132 નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા
ﭮﭯﭰﭱﭲ
37:133 નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા
ﭳﭴﭵﭶﭷ
37:134 અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો
ﭸﭹﭺﭻﭼ
37:135 તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ
ﭽﭾﭿﮀ
37:136 પછી અમે બીજાને નષ્ટ કરી દીધા
ﮁﮂﮃﮄﮅ
37:137 અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો
ﮆﮇﮈﮉﮊ
37:138 અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા
ﮋﮌﮍﮎﮏ
37:139 અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા
ﮐﮑﮒﮓﮔﮕ
37:140 જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા
ﮖﮗﮘﮙﮚ
37:141 પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
ﮛﮜﮝﮞﮟ
37:142 તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા
ﮠﮡﮢﮣﮤﮥ
37:143 બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા
ﮦﮧﮨﮩﮪﮫﮬ
37:144 તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા
ﮭﮮﮯﮰﮱﯓ
37:145 બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા
ﯔﯕﯖﯗﯘﯙ
37:146 અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું
ﯚﯛﯜﯝﯞﯟﯠ
37:147 અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા
ﯡﯢﯣﯤﯥ
37:148 બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું
ﯦﯧﯨﯩﯪﯫ
37:149 તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
ﯬﯭﯮﯯﯰﯱﯲ
37:150 અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું
ﯳﯴﯵﯶﯷﯸ
37:151 જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
ﯹﯺﯻﯼﯽ
37:152 કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે
ﯾﯿﰀﰁﰂ
37:153 શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી
ﭑﭒﭓﭔﭕ
37:154 તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો
ﭖﭗﭘ
37:155 શું તમે સમજતા પણ નથી
ﭙﭚﭛﭜﭝ
37:156 અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે
ﭞﭟﭠﭡﭢﭣ
37:157 તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯ
37:158 અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
ﭰﭱﭲﭳﭴ
37:159 જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે
ﭵﭶﭷﭸﭹ
37:160 અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય
ﭺﭻﭼﭽ
37:161 ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો
ﭾﭿﮀﮁﮂ
37:162 કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા
ﮃﮄﮅﮆﮇﮈ
37:163 જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય
ﮉﮊﮋﮌﮍﮎﮏ
37:164 (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે
ﮐﮑﮒﮓ
37:165 અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે
ﮔﮕﮖﮗ
37:166 અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે
ﮘﮙﮚﮛ
37:167 ઇન્કાર કરનાર કહેતા હતા
ﮜﮝﮞﮟﮠﮡﮢ
37:168 કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું
ﮣﮤﮥﮦﮧ
37:169 તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં
ﮨﮩﮪﮫﮬﮭ
37:170 પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે
ﮮﮯﮰﮱﯓﯔ
37:171 અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે
ﯕﯖﯗﯘ
37:172 કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે
ﯙﯚﯛﯜﯝ
37:173 અને અમારું જ લશ્કર વિજય મેળવશે
ﯞﯟﯠﯡﯢ
37:174 હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો
ﯣﯤﯥﯦ
37:175 અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
ﯧﯨﯩ
37:176 શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
ﯪﯫﯬﯭﯮﯯﯰ
37:177 સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
ﯱﯲﯳﯴﯵ
37:178 તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
ﯶﯷﯸﯹ
37:179 અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
ﯺﯻﯼﯽﯾﯿﰀ
37:180 પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
ﰁﰂﰃﰄ
37:181 પયગંબરો પર સલામ છે
ﰅﰆﰇﰈﰉ
37:182 અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers