અલ-બકરા · 189/286
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બકરા
۞ يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۝١٨٩
Yas`aloonaka `anil ahillati qul hiya mawaaqeetu linnaasi wal Hajj; wa laisal birru bi an taatul buyoota min zuhoorihaa wa laakinnal birra manit taqaa; waatul buyoota min abwaa bihaa; wattaqullaaha la`allakum tuflihoon
📖 ગુજરાતીમાં
લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) અને ઘરો ના પાછળથી તમારૂ આવવું કંઇ સદકાર્ય નથી, પરંતુ સદાચારી તે છે જે ડરવાવાળો હોય અને ઘરોમાં તો દરવાજાઓ માંથી આવ્યા કરો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00
📜

ભાષાંતર — Tafsir

١) શબ્દોના અર્થ:

  • الْأَهِلَّةِ: એ હિલાલનું બહુવચન છે, એટલે ચાંદ્ર મહિનાની શરૂઆતમાં દેખાતો પાતળો ચંદ્ર, જે ધીરે ધીરે પૂર્ણ ચંદ્ર થાય છે અને પછી ઘટતો જાય છે.
  • مَوَاقِيتُ: એ મીકાતનું બહુવચન છે, એટલે નિર્ધારિત સમયો અથવા સમય નક્કી કરવાના ચિહ્નો.
  • الْبِرُّ: ભલાઈ, નેકી, સદાચાર.
  • اتَّقَى: તકવા અપનાવ્યું, એટલે અલ્લાહથી ડરીને પાપોથી બચ્યો.
  • تُفْلِحُونَ: તમે સફળ થાઓ, તમને ઇચ્છિત વસ્તુઓ મળે અને ડરનારી વસ્તુઓથી છુટકારો મળે.

٢) આયતની તફસીર:

લોકો નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ને પૂછે છે કે ચંદ્ર શરૂઆતમાં પાતળો કેમ દેખાય છે, પછી ધીરે ધીરે મોટો અને પૂર્ણ થાય છે, અને પછી ફરી પાતળો થઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં અલ્લાહ તઆલા ફરમાવે છે: આ ચંદ્રના ઘટવા-વધવાનું કારણ એ છે કે તે લોકો માટે સમય નક્કી કરવાના ચિહ્નો છે. તેમના દ્વારા લોકો પોતાની ઇબાદતોના સમય જાણે છે, જેમ કે રોઝા રાખવાનો મહિનો, હજ અને ઉમરાના મહિના, ઝકાતનું વર્ષ પૂર્ણ થવાનો સમય, અને લોકો પોતાના વ્યવહારોના સમય પણ જાણે છે, જેમ કે દેવાની ચુકવણીની મુદત અને દિયત (ખૂનના મુઆવજા) ની મુદત. જો ચંદ્ર એક જ હાલતમાં રહેતો, તો લોકો સમય ન જાણી શકતા. એટલા માટે અલ્લાહે ચંદ્રની હાલતમાં ફેરફાર રાખ્યો, જ્યારે સૂર્યને એક જ હાલતમાં ચાલુ રાખ્યો.

પછી અલ્લાહ તઆલા જાહિલિયતના એક ખોટા રિવાજનો ઇનકાર કરે છે: જ્યારે કોઈ હજ કે ઉમરાનો ઇહરામ બાંધતો, તો તે ઘરમાં દરવાજા વાટે પ્રવેશ કરતો નહીં, પણ પાછળની બાજુથી ઘરમાં ઘૂસતો, અને એને ભલાઈ માનતો. અલ્લાહ ફરમાવે છે: સાચી ભલાઈ એ નથી કે તમે ઘરોમાં પાછળની બાજુથી આવો, પણ સાચી ભલાઈ એ છે કે માણસ અલ્લાહથી ડરે, તેના આદેશો પાળે અને પાપોથી બચે. અને ઇહરામની હાલતમાં પણ ઘરોમાં તેમના દરવાજા વાટે જ પ્રવેશ કરો, કારણ કે અલ્લાહે તમને એવી કોઈ વસ્તુનો આદેશ નથી આપ્યો જેમાં તકલીફ અને મુશ્કેલી હોય. આ રીતે ઘરમાં દરવાજા વાટે પ્રવેશ કરવો વધુ સરળ અને સહેલો છે. અને હે લોકો! તમે અલ્લાહથી ડરો, તેના આદેશો પાળો અને પાપોથી બચો, જેથી તમે દુનિયા અને આખિરતની ભલાઈઓ મેળવીને સફળ થાઓ.

٣) આયતમાંથી મળતા ફાયદા અને શીખ:

  • અલ્લાહે ચંદ્રના ઘટવા-વધવાની વ્યવસ્થા માનવજાતની સુવિધા માટે કરી


📜 આયત 187-191 — સૂરા અલ-બકરા

187أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ
રોઝાની રાત્રીઓમાં પોતાની પત્નિઓ સાથે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે, તે તમારો પોશાક છે અને તમે તેણીઓનો પોશાક છો, તમારી છુપી અપ્રમાણિકતાને અલ્લાહ તઆલા જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમને માફ કરી દીધા, હવે જો તમે તેણીઓ સાથે સમાગમ કર્યું અને અલ્લાહ તઆલાની લખેલી વસ્તુઓને શોધવાની પરવાનગી છે, તમે ખાતા-પીતા રહો અહીં સુધી કે સવારનો સફેદ દોરો કાળા દોરા વડે જાહેર થઇ જાય, પછી રાત સુધી રોઝો પુરો કરો અને પત્નિઓ સાથે તે સમયે સમાગમ ન કરો, જ્યારે તમે મસ્જિદોમાં એઅતેકાફમાં હોય, આ અલ્લાહ તઆલાની હદો છે, તમે તેણીઓની નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ બચતા રહે
188وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ
અને એક બીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ, અને ન ન્યાયાધીશોને લાંચ આપી કોઇનું ધન અત્યાચાર કરી અપનાવી લો, જ્યારે કે તમે જાણો છો
189۞ يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) અને ઘરો ના પાછળથી તમારૂ આવવું કંઇ સદકાર્ય નથી, પરંતુ સદાચારી તે છે જે ડરવાવાળો હોય અને ઘરોમાં તો દરવાજાઓ માંથી આવ્યા કરો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ
190وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
અલ્લાહના માર્ગમાં લડો તેઓની સાથે જે તમારા સાથે લડે છે અને અતિરેક ન કરો, અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો
191وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
તેઓને મારો, જ્યાં પણ મળે અને તેઓને કાઢો ત્યાંથી જ્યાંથી તેઓએ તમને કાઢયા છે અને (સાંભળો) વિદ્રોહ કત્લથી વધારે સખત છે અને મસ્જિદે હરામ પાસે તેઓ સાથે ઝઘડો ન કરો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારા સાથે ઝઘડો ન કરે, જો તેઓ તમારા સાથે ઝઘડે તો તમે પણ તેઓને મારો, ઇન્કારીઓ માટે આ જ બદલો છે
અલ-બકરાકુરાન સૂચિ
286આયત
MedinanRevelation
189આયત

ભાષાંતર — અલ-બકરા 189

સૂરા અલ-બકરા આયત 189 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો…

સૂરા આયત 189/286 — સૂરા અલ-બકરા البقرة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બકરા સાંભળો, સૂરા અલ-બકરા ભાષાંતર, સૂરા અલ-બકરા mp3, સૂરા અલ-બકરા pdf. આયત 187–191. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, October 19, 2026

Don't forget us in your sincere prayers