Wa laatankihul mushrikaati hattaa yu`minn; wa la amatum mu`minatun khairum mim mushrikatinw wa law a`jabatkum; wa laa tunkihul mushrikeena hattaa yu`minoo; wa la`abdummu`minun khairum mimmushrikinw wa law `ajabakum; ulaaa`ika yad`oona ilan Naari wallaahu yad`ooo ilal Jannati walmaghfirati biiznihee wa yubaiyinu Aayaatihee linnaasi la`allahum yatazakkaroon
📖 ભાષાંતર (ગુજરાતીમાં)
📖 ગુજરાતીમાં
અને મુશરિક સ્ત્રીઓ સાથે તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઇમાન ન લાવે, ઇમાનવાળી દાસી આઝાદ મુશરિક સ્ત્રી કરતા ઉત્તમ છે, ભલેને તમને મુશરિક સ્ત્રી જ પસંદ કેમ ન હોય અને ન મુશરિક પૂરૂષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઇમાન ન લાવે, ઇમાન ધરાવનાર દાસ આઝાદ મુશરિક કરતા ઉત્તમ છે, ભલેને મુશરિક તમને પસંદ હોય, આ લોકો જહન્નમ તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નત તરફ, અને પોતાની માફી તરફ, પોતાના આદેશ વડે બોલાવે છે, તે પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और (मुसलमानों) तुम मुशरिक औरतों से जब तक ईमान न लाएँ निकाह न करो क्योंकि मुशरिका औरत तुम्हें अपने हुस्नो जमाल में कैसी ही अच्छी क्यों न मालूम हो मगर फिर भी ईमानदार औरत उस से ज़रुर अच्छी है और मुशरेकीन जब तक ईमान न लाएँ अपनी औरतें उन के निकाह में न दो और मुशरिक तुम्हे कैसा ही अच्छा क्यो न मालूम हो मगर फिर भी ईमानदार औरत उस से ज़रुर अच्छी है और मुशरेकीन जब तक ईमान न लाएँ अपनी औरतें उन के निकाह में न दो और मुशरिक तुम्हें क्या ही अच्छा क्यों न मालूम हो मगर फिर भी बन्दा मोमिन उनसे ज़रुर अच्छा है ये (मुशरिक मर्द या औरत) लोगों को दोज़ख़ की तरफ बुलाते हैं और ख़ुदा अपनी इनायत से बेहिश्त और बख़्शिस की तरफ बुलाता है और अपने एहकाम लोगों से साफ साफ बयान करता है ताकि ये लोग चेते
الْمُشْرِكَاتِ: મુશરિક (અલ્લાહ સાથે શિર્ક કરનારી) સ્ત્રીઓ.
أَمَةٌ: દાસી (બાંદી).
أَعْجَبَتْكُمْ: તમને ગમી ગઈ.
تُنكِحُوا: તમે પરણાવો (લગ્ન કરાવો).
يَدْعُونَ: તેઓ બોલાવે છે, આમંત્રણ આપે છે.
بِإِذْنِهِ: તેની અનુમતિ અને ઇચ્છાથી.
يَتَذَكَّرُونَ: તેઓ શીખ લે, ઉપદેશ ગ્રહણ કરે.
૨) આયતની તફસીર:
હે ઈમાનવાળાઓ! તમે મુશરિક સ્ત્રીઓ સાથે લગ્ન ન કરો, જ્યાં સુધી તેઓ અલ્લાહ પર ઈમાન ન લાવે અને ઇસ્લામમાં દાખલ ન થાય. યાદ રાખો કે એક ઈમાનવાળી દાસી પણ એક મુશરિક સ્ત્રી કરતાં ઘણી સારી છે, ભલે તે મુશરિક સ્ત્રી તેની સુંદરતા કે ધન-દોલતથી તમને ખૂબ ગમી જાય. તે જ પ્રમાણે, તમે તમારી મુસ્લિમ સ્ત્રીઓને મુશરિક પુરુષો સાથે પરણાવો નહીં, જ્યાં સુધી તેઓ ઈમાન ન લાવે. એક ઈમાનવાળો દાસ પણ એક મુશરિક પુરુષ કરતાં વધુ સારો છે, ભલે તે મુશરિક પુરુષ તમને ખૂબ ગમી જાય. આ મુશરિક લોકો — પુરુષો હોય કે સ્ત્રીઓ — તેમના કથન અને કર્મ દ્વારા લોકોને જહન્નમ (નરક) તરફ બોલાવે છે. જ્યારે અલ્લાહ તઆલા પોતાની અનુમતિથી પોતાના બંદાઓને જન્નત (સ્વર્ગ) અને માફી તરફ બોલાવે છે, અને લોકો માટે પોતાની આયતો (હુકમો) સ્પષ્ટ રીતે બયાન કરે છે, જેથી તેઓ ઉપદેશ ગ્રહણ કરે અને સાચો માર્ગ અપનાવે.
૩) આ આયતમાંથી શીખવા મળતા ફાયદા:
ઈમાનની કદર: આ આયત શીખવે છે કે ઈમાન (વિશ્વાસ) એ દુનિયાની દરેક ચીજ — સુંદરતા, ધન, ઊંચો કુળ — કરતાં વધુ કીમતી છે. એક ઈમાનવાળી દાસી પણ મુશરિક સ્ત્રી કરતાં શ્રેષ્ઠ છે.
કુટુંબ અને સમાજની સુરક્ષા: લગ્ન એ જીવનનો પવિત્ર બંધન છે. ઈમાનવાળા જીવનસાથી સાથે લગ્ન કરવાથી ઘરમાં શાંતિ, પ્રેમ અને દીન (ધર્મ)ની ભાવના વધે છે.
દુનિયાની ચમકથી ધોકો ન ખાવો: મુશરિક સ્ત્રી કે પુરુષની સુંદરતા, ધન કે સ્થાન જોઈને લગ્ન ન કરો; કારણ કે તે લોકો નરક તરફ દોરે છે.
અલ્લાહની દયા અને માર્ગદર્શન: અલ્લાહ તઆલા પોતે પોતાના બંદાઓને જન્નત અને માફી તરફ બોલાવે છે — આ તેની અપાર કૃપા છે. તે આયતો બયાન કરે છે જેથી આપણે શીખ લઈએ.
ઈસ્લામની સુંદરતા: ઇસ્લામ ફક્ત ઈબાદતનો ધર્મ નથી, પરંતુ તે આપણા કુટુંબ, લગ્ન અને સામાજિ
અને મુશરિક સ્ત્રીઓ સાથે તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઇમાન ન લાવે, ઇમાનવાળી દાસી આઝાદ મુશરિક સ્ત્રી કરતા ઉત્તમ છે, ભલેને તમને મુશરિક સ્ત્રી જ પસંદ કેમ ન હોય અને ન મુશરિક પૂરૂષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઇમાન ન લાવે, ઇમાન ધરાવનાર દાસ આઝાદ મુશરિક કરતા ઉત્તમ છે, ભલેને મુશરિક તમને પસંદ હોય, આ લોકો જહન્નમ તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નત તરફ, અને પોતાની માફી તરફ, પોતાના આદેશ વડે બોલાવે છે, તે પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્નેમાં ઘણું જ મોટું પાપ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનું પાપ તેઓના ફાયદા કરતા ઘણું જ વધારે છે, તમને પુછે છે કે શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો
દૂનિયા અને આખેરત (પરલોક) ના કાર્યો અને તમને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓ સાથે લાગણી ઉત્તમ છે, તમે જો તેઓનું ધન પોતાના ધન સાથે મેળવી પણ લો, તો તે તમારા ભાઇ છે, ખરાબ અને સારા ઇરાદાને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિંશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે
અને મુશરિક સ્ત્રીઓ સાથે તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઇમાન ન લાવે, ઇમાનવાળી દાસી આઝાદ મુશરિક સ્ત્રી કરતા ઉત્તમ છે, ભલેને તમને મુશરિક સ્ત્રી જ પસંદ કેમ ન હોય અને ન મુશરિક પૂરૂષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઇમાન ન લાવે, ઇમાન ધરાવનાર દાસ આઝાદ મુશરિક કરતા ઉત્તમ છે, ભલેને મુશરિક તમને પસંદ હોય, આ લોકો જહન્નમ તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નત તરફ, અને પોતાની માફી તરફ, પોતાના આદેશ વડે બોલાવે છે, તે પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
તમને માસિક પિરીયડ બાબતે સવાલ કરે છે, કહી દો કે તે ગંદકી છે, માસિક પિરીયડની સ્થિતીમાં સ્ત્રીઓ (સાથે સંભોગ કરવાથી) થી જુદા રહો અને જ્યાં સુધી તેણીઓ પાક ન થઇ જાય તેણીઓની નજીક ન જાઓ, હાઁ જ્યારે તે પાક થઇ જાય તો તેણીઓ પાસે જાઓ જ્યાંથી અલ્લાહએ તમને પરવાનગી આપી છે, અલ્લાહ તઆલા તૌબા કરવાવાળાને અને પાક-સાફ રહેવાવાળાને પસંદ કરે છે
તમારી પત્નિઓ તમારી ખેતી છે, પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો અને પોતાના માટે (સદકાર્યો) આગળ મોકલો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે તેને મળવાના છો અને ઇમાનવાળાઓને શુભસુચના સંભળાવી દો
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.