PDF —
36 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-મુતફ્ફિફીન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-મુતફ્ફિફીન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર. સૂરા અલ-મુતફ્ફિફીન (Meccan) 36 આયત.

← અલ-ઇન્ફિતારસૂરા અલ-મુતફ્ફિફીન અલ-ઇન્શિકાક →


36 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﯖﯗﯘ
83:1 વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે
ﯙﯚﯛﯜﯝﯞﯟ
83:2 જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે
ﯠﯡﯢﯣﯤﯥ
83:3 અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે
ﯦﯧﯨﯩﯪﯫ
83:4 શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી
ﭑﭒﭓ
83:5 તે મોટા દિવસ માટે
ﭔﭕﭖﭗﭘﭙ
83:6 જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે
ﭚﭛﭜﭝﭞﭟﭠ
83:7 નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે
ﭡﭢﭣﭤﭥ
83:8 તને શું ખબર કે સિજ્જીન શું છે
ﭦﭧﭨ
83:9 (આ તો) લેખિત પુસ્તક છે
ﭩﭪﭫﭬ
83:10 તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે
ﭭﭮﭯﭰﭱ
83:11 જેઓ બદલાના દિવસને જુઠલાવે છે
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹ
83:12 તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁ
83:13 જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
ﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
83:14 કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે
ﮍﮎﮏﮐﮑﮒﮓ
83:15 કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે
ﮔﮕﮖﮗﮘ
83:16 ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે
ﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
83:17 પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા
ﮡﮢﮣﮤﮥﮦﮧ
83:18 નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે
ﮨﮩﮪﮫﮬ
83:19 તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે
ﮭﮮﮯ
83:20 (તે તો) લેખિત પુસ્તક છે
ﮰﮱﯓ
83:21 નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે
ﯔﯕﯖﯗﯘ
83:22 નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે
ﯙﯚﯛﯜ
83:23 ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
ﯝﯞﯟﯠﯡﯢ
83:24 તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો
ﯣﯤﯥﯦﯧ
83:25 આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯ
83:26 જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ
ﯰﯱﯲﯳ
83:27 અને તેની મિલાવટ તસ્નીમની હશે
ﯴﯵﯶﯷﯸ
83:28 (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁ
83:29 અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા
ﰂﰃﰄﰅﰆ
83:30 અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા
ﰇﰈﰉﰊﰋﰌﰍ
83:31 અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા
ﰎﰏﰐﰑﰒﰓﰔ
83:32 અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે
ﰕﰖﰗﰘﰙ
83:33 તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા
ﭑﭒﭓﭔﭕﭖﭗ
83:34 બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે
ﭘﭙﭚﭛ
83:35 ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે
ﭜﭝﭞﭟﭠﭡﭢ
83:36 કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers