PDF —
19 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-ઇન્ફિતાર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-ઇન્ફિતાર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર. સૂરા અલ-ઇન્ફિતાર (Meccan) 19 આયત.

← અત-તકવીરસૂરા અલ-ઇન્ફિતાર અલ-મુતફ્ફિફીન →


19 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓﭔ
82:1 જ્યારે આકાશ ફાટી પડશે
ﭕﭖﭗﭘ
82:2 અને જ્યારે તારાઓ વિખરાઇ જશે
ﭙﭚﭛﭜ
82:3 અને જ્યારે દરિયાઓ વહી પડશે
ﭝﭞﭟﭠ
82:4 અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
ﭡﭢﭣﭤﭥﭦ
82:5 (ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
ﭧﭨﭩﭪﭫﭬﭭ
82:6 હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે
ﭮﭯﭰﭱﭲ
82:7 જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો
ﭳﭴﭵﭶﭷﭸﭹ
82:8 જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો
ﭺﭻﭼﭽﭾ
82:9 કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો
ﭿﮀﮁﮂ
82:10 નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત
ﮃﮄﮅ
82:11 લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે
ﮆﮇﮈﮉ
82:12 જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે
ﮊﮋﮌﮍﮎ
82:13 નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે
ﮏﮐﮑﮒﮓ
82:14 અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે
ﮔﮕﮖﮗ
82:15 બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે
ﮘﮙﮚﮛﮜ
82:16 અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે
ﮝﮞﮟﮠﮡﮢ
82:17 અને તને શું ખબર બદલાનો દિવસ શું છે
ﮣﮤﮥﮦﮧﮨﮩ
82:18 ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે
ﮪﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕ
82:19 (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers