સૂરા અલ-આદિયાત pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-આદિયાત pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-આદિયાત ભાષાંતર. સૂરા અલ-આદિયાત (Meccan) 11 આયત.
Related
- સૂરા અલ-આદિયાત ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-આદિયાત mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-આદિયાત

ﮱﯓﯔ
100:1
હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ
ﯕﯖﯗ
100:2
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ
ﯘﯙﯚ
100:3
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ
ﯛﯜﯝﯞ
100:4
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
ﯟﯠﯡﯢ
100:5
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
ﭑﭒﭓﭔﭕ
100:6
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
ﭖﭗﭘﭙﭚ
100:7
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે
ﭛﭜﭝﭞﭟ
100:8
તે માલના મોંહ માં પણ સખત છે
ﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨ
100:9
શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે
ﭩﭪﭫﭬﭭ
100:10
અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે
ﭮﭯﭰﭱﭲﭳ
100:11
ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







