PDF —
42 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અબસ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અબસ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અબસ ભાષાંતર. સૂરા અબસ (Meccan) 42 આયત.



42 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓ
80:1 તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું
ﭔﭕﭖﭗ
80:2 (એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો
ﭘﭙﭚﭛﭜ
80:3 તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો
ﭝﭞﭟﭠﭡ
80:4 અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી
ﭢﭣﭤﭥ
80:5 જે લાપરવાહી કરે છે
ﭦﭧﭨﭩ
80:6 તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો
ﭪﭫﭬﭭﭮ
80:7 જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી
ﭯﭰﭱﭲﭳ
80:8 અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે
ﭴﭵﭶ
80:9 અને તે ડરી (પણ) રહ્યો છે
ﭷﭸﭹﭺ
80:10 તમે તેની તરફ બેધ્યાન છો
ﭻﭼﭽﭾ
80:11 કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે
ﭿﮀﮁﮂ
80:12 જે ચાહે તેનાથી શીખ મેળવે
ﮃﮄﮅﮆ
80:13 (આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે)
ﮇﮈﮉ
80:14 જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે
ﮊﮋﮌ
80:15 એવા લખનારના હાથમાં છે
ﮍﮎﮏ
80:16 જેઓ આદરણીય અને પ્રામણિક છે
ﮐﮑﮒﮓﮔ
80:17 અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે
ﮕﮖﮗﮘﮙ
80:18 તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ
ﮚﮛﮜﮝﮞ
80:19 તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને
ﮟﮠﮡﮢ
80:20 પછી તેના માટે માર્ગ સરળ કર્યો
ﮣﮤﮥﮦ
80:21 પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો
ﮧﮨﮩﮪﮫ
80:22 પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે
ﮬﮭﮮﮯﮰﮱ
80:23 કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ
ﯓﯔﯕﯖﯗ
80:24 માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે
ﯘﯙﯚﯛﯜ
80:25 નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું
ﯝﯞﯟﯠﯡ
80:26 પછી અમે જ ધરતીને ચીરી ફાડી
ﯢﯣﯤﯥ
80:27 પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું
ﯦﯧﯨ
80:28 અને દ્રાક્ષ અને શાકભાજીઓ
ﯩﯪﯫ
80:29 અને જૈતૂન અને ખજુરો
ﯬﯭﯮ
80:30 અને હર્યા-ભર્યા બગીચાઓ
ﯯﯰﯱ
80:31 અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો
ﯲﯳﯴﯵ
80:32 તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે
ﯶﯷﯸﯹ
80:33 બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે
ﯺﯻﯼﯽﯾﯿ
80:34 તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી
ﰀﰁﰂ
80:35 અને પોતાની માતા તેમજ પિતાથી
ﰃﰄﰅ
80:36 અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે
ﰆﰇﰈﰉﰊﰋﰌ
80:37 પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે
ﰍﰎﰏﰐ
80:38 તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે
ﰑﰒﰓ
80:39 (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે
ﰔﰕﰖﰗﰘ
80:40 અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે
ﭑﭒﭓ
80:41 તેમના પર કાળાશ છવાયેલી હશે
ﭔﭕﭖﭗﭘ
80:42 તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers