PDF —
29 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અત-તકવીર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અત-તકવીર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અત-તકવીર ભાષાંતર. સૂરા અત-તકવીર (Meccan) 29 આયત.

← અબસસૂરા અત-તકવીર અલ-ઇન્ફિતાર →


29 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭙﭚﭛﭜ
81:1 જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે
ﭝﭞﭟﭠ
81:2 અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે
ﭡﭢﭣﭤ
81:3 અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે
ﭥﭦﭧﭨ
81:4 અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
ﭩﭪﭫﭬ
81:5 અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
ﭭﭮﭯﭰ
81:6 અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
ﭱﭲﭳﭴ
81:7 અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
ﭵﭶﭷﭸ
81:8 અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
ﭹﭺﭻﭼ
81:9 કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી
ﭽﭾﭿﮀ
81:10 અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
ﮁﮂﮃﮄ
81:11 અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે
ﮅﮆﮇﮈ
81:12 અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે
ﮉﮊﮋﮌ
81:13 અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે
ﮍﮎﮏﮐﮑ
81:14 પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે
ﮒﮓﮔﮕ
81:15 હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા
ﮖﮗﮘ
81:16 ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની
ﮙﮚﮛﮜ
81:17 અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે
ﮝﮞﮟﮠ
81:18 અને સવારની જ્યારે ચમકવા લાગે
ﮡﮢﮣﮤﮥ
81:19 નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે
ﮦﮧﮨﮩﮪﮫﮬ
81:20 જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે
ﮭﮮﮯﮰ
81:21 જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે
ﮱﯓﯔﯕ
81:22 અને તમારા સાથી પાગલ નથી
ﯖﯗﯘﯙﯚ
81:23 તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે
ﯛﯜﯝﯞﯟﯠ
81:24 અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી
ﯡﯢﯣﯤﯥﯦ
81:25 અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
ﯧﯨﯩ
81:26 પછી તમે ક્યાં જઇ રહ્યા છો
ﯪﯫﯬﯭﯮﯯ
81:27 આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
ﯰﯱﯲﯳﯴﯵ
81:28 (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
81:29 અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers