PDF —
17 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અત-તારિક pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અત-તારિક pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અત-તારિક ભાષાંતર. સૂરા અત-તારિક (Meccan) 17 આયત.

← અલ-બુરૂજસૂરા અત-તારિક અલ-આલા →


17 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓ
86:1 સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના
ﭔﭕﭖﭗﭘ
86:2 તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે
ﭙﭚﭛ
86:3 તે ચમકતો તારો છે
ﭜﭝﭞﭟﭠﭡﭢ
86:4 કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય
ﭣﭤﭥﭦﭧ
86:5 માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે
ﭨﭩﭪﭫﭬ
86:6 તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે
ﭭﭮﭯﭰﭱﭲ
86:7 જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે
ﭳﭴﭵﭶﭷ
86:8 ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે
ﭸﭹﭺﭻ
86:9 જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે
ﭼﭽﭾﭿﮀﮁﮂ
86:10 તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક
ﮃﮄﮅﮆ
86:11 વરસાદવાળા આકાશના સોગંદ
ﮇﮈﮉﮊ
86:12 અને ફાટવાવાળી જમીનના સોગંદ
ﮋﮌﮍﮎ
86:13 વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે
ﮏﮐﮑﮒ
86:14 આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી
ﮓﮔﮕﮖ
86:15 ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે
ﮗﮘﮙ
86:16 અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું
ﮚﮛﮜﮝﮞ
86:17 તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers