સૂરા અત-તારિક અરબી અને ગુજરાતી

સૂરા અત-તારિકને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (17 આયત — مكية). અત-તારિક સાંભળો, અત-તારિક ભાષાંતર, અત-તારિક mp3, અત-તારિક pdf.

સૂરા અત-તારિક વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالسَّمَاءِ وَالطَّارِقِ ۝١
📖 ભાષાંતર આયત 1
સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના
وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ ۝٢
📖 ભાષાંતર આયત 2
તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે
النَّجْمُ الثَّاقِبُ ۝٣
📖 ભાષાંતર આયત 3
તે ચમકતો તારો છે
إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ ۝٤
📖 ભાષાંતર આયત 4
કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય
فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ ۝٥
📖 ભાષાંતર આયત 5
માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે
خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ ۝٦
📖 ભાષાંતર આયત 6
તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે
يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ ۝٧
📖 ભાષાંતર આયત 7
જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે
إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ ۝٨
📖 ભાષાંતર આયત 8
ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે
يَوْمَ تُبْلَى السَّرَائِرُ ۝٩
📖 ભાષાંતર આયત 9
જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે
فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ۝١٠
📖 ભાષાંતર આયત 10
તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક
وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ ۝١١
📖 ભાષાંતર આયત 11
વરસાદવાળા આકાશના સોગંદ
وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ ۝١٢
📖 ભાષાંતર આયત 12
અને ફાટવાવાળી જમીનના સોગંદ
إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ ۝١٣
📖 ભાષાંતર આયત 13
વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે
وَمَا هُوَ بِالْهَزْلِ ۝١٤
📖 ભાષાંતર આયત 14
આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ۝١٥
📖 ભાષાંતર આયત 15
ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે
وَأَكِيدُ كَيْدًا ۝١٦
📖 ભાષાંતર આયત 16
અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું
فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا ۝١٧
📖 ભાષાંતર આયત 17
તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે
← 85 અત-તારિક (86/114) 87 →
વાંચો સૂરા અત-તારિક ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

86الطارق At-Tariq 📚 17 આયત مكية

આયત-આયત – સૂરા અત-તારિક — 17 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers