સૂરા અલ-બુરૂજ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-બુરૂજ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-બુરૂજ ભાષાંતર. સૂરા અલ-બુરૂજ (Meccan) 22 આયત.
Related
- સૂરા અલ-બુરૂજ ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-બુરૂજ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-બુરૂજ

ﭛﭜﭝﭞ
85:1
બુરૂજોવાળા આકાશના સોગંદ
ﭟﭠﭡ
85:2
વચનબધ કરાયેલા દિવસના સોગંદ
ﭢﭣﭤ
85:3
હાજર થવાવાળા અને હાજર કરેલાના સોગંદ
ﭥﭦﭧﭨ
85:4
(કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા
ﭩﭪﭫﭬ
85:5
તે એક આગ હતી ઇંધણવાળી
ﭭﭮﭯﭰﭱ
85:6
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા
ﭲﭳﭴﭵﭶﭷﭸ
85:7
અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂ
85:8
અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
85:9
જેના માટે આકાશ અને જમીન ની બાદશાહત છે અને અલ્લાહ તઆલાની સામે જ છે દરેક વસ્તુ
ﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
85:10
નિ:શંક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમની યાતના છે અને બળવાની યાતના છે
ﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬﮭ
85:11
નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે
ﮮﮯﮰﮱﯓ
85:12
નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે
ﯔﯕﯖﯗﯘ
85:13
તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે
ﯙﯚﯛﯜ
85:14
તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે
ﯝﯞﯟﯠ
85:15
અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે
ﯡﯢﯣﯤ
85:16
જે ઇચ્છે તેને કરી નાખનાર છે
ﯥﯦﯧﯨﯩ
85:17
શું તમને સેનાઓ ની સુચના પહોંચી છે
ﯪﯫﯬ
85:18
(એટલે કે) ફિરઔન અને ષમૂદ ની
ﯭﯮﯯﯰﯱﯲ
85:19
(કંઇ નહી) પરંતુ ઇન્કારીઓ જુઠલાવવામાં લાગેલા છે
ﯳﯴﯵﯶﯷ
85:20
અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે
ﯸﯹﯺﯻﯼ
85:21
પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ
ﯽﯾﯿﰀ
85:22
લૌહે મહફૂઝ માં (લખેલું)
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







