હૂદ · 11/123
ભાષાંતર ઉચ્ચારણ — હૂદ
إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ۝١١
Illal lazeena sabaroo wa `amilus saalihaati ulaaa`ika lahum maghfiratunw wa ajrun kabeer
📖 ગુજરાતીમાં
સિવાય તે લોકો, જેઓ ધીરજ રાખે છે અને સત્કાર્ય કરતા રહે છે, તેમના માટે જ માફી પણ છે અને ઘણો જ સારો બદલો પણ
🎧 સાંભળો

📜 આયત 9-13 — હૂદ

9وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ
જો અમે માનવીને પોતાની કોઈ નેઅમતનો સ્વાદ ચખાડ્યા પછી તેને લઇ લઇએ તો તે ઘણો જ નિરાશ અને કૃતઘ્ની બની જાય છે
10وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ
અને જો અમે તેને કોઈ નેઅમતનો સ્વાદ ચખાડીએ તે તકલીફ પછી, જે તેને પહોંચી હતી, તો તે કહેવા લાગે છે કે બસ ! ખરાબીઓ મારાથી છેટી થવા લાગી, નિ:શંક તે ઘણો જ ઇતરાનારો, અહંકારી છે
11إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
સિવાય તે લોકો, જેઓ ધીરજ રાખે છે અને સત્કાર્ય કરતા રહે છે, તેમના માટે જ માફી પણ છે અને ઘણો જ સારો બદલો પણ
12فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَن يَقُولُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنتَ نَذِيرٌ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
બસ ! કદાચ તમે આ વહીના કોઈ ભાગને છોડી દેવાના છો, જે તમારી તરફ અવતરિત કરવામાં આવે છે અને આનાથી તમારું હૃદય તંગ છે, ફકત તેમની એ વાતો પર કે તેના પર કોઈ ખજાનો કેમ ન આવ્યો, અથવા તેની સાથે કોઈ ફરિશ્તો આવતો, સાંભળી લો ! તમે તો ફકત સચેત કરનારા છો અને દરેક વસ્તુનો જવાબદાર અલ્લાહ તઆલા જ છે
13أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
શું આ લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, જવાબ આપી દો કે તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો જો તમે સાચા હોવ
હૂદકુરાન સૂચિ
123આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — હૂદ 11

સૂરા હૂદ આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સિવાય તે લોકો, જેઓ ધીરજ રાખે છે અને સત્કાર્ય કરતા…

સૂરા આયત 11/123 — હૂદ هود (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: હૂદ સાંભળો, હૂદ ભાષાંતર, હૂદ mp3, હૂદ pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers