અલ-બકરા · 271/286
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બકરા
إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ۝٢٧١
In tubdus sadaqaati fani`immaa hiya wa in tukhfoohaa wa tu`toohal fuqaraaa`a fahuwa khayrul lakum; wa yukaffiru `ankum min saiyi aatikum; wallaahu bimaa ta`maloona Khabeer
📖 ગુજરાતીમાં
જો તમે દાનને જાહેર કરો તો પણ સારૂ છે અને જો તમે તેને છુપી રીતે લાચારોને આપી દો તો આ તમારા માટે ઉત્તમ છે, અલ્લાહ તઆલા તમારા પાપોને ખતમ કરી દેશે અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોની ખબર રાખનાર છે
🎧 સાંભળો

📜 આયત 269-273 — અલ-બકરા

269يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
તે જેને ઇચ્છે હિકમત અને બુધ્ધી આપે છે અને જે વ્યક્તિને હિકમત અને બુધ્ધી આપવામાં આવે તેને ઘણી જ મોટી ભલાઇ આપવામાં આવી અને શિખામણ ફકત બુધ્ધીશાળી જ પ્રાપ્ત કરે છે
270وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
તમે જેટલું પણ ખર્ચ કરો, એટલે કે દાન અને જે કંઇ નઝર માનો, તેને અલ્લાહ તઆલા ખુબ જ સારી રીતે જાણે છે અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી
271إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
જો તમે દાનને જાહેર કરો તો પણ સારૂ છે અને જો તમે તેને છુપી રીતે લાચારોને આપી દો તો આ તમારા માટે ઉત્તમ છે, અલ્લાહ તઆલા તમારા પાપોને ખતમ કરી દેશે અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોની ખબર રાખનાર છે
272۞ لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
તેઓને સત્યમાર્ગ પર લાવવા તમારા શિરે નથી, પરંતુ સત્યમાર્ગ અલ્લાહ તઆલા બતાવે છે, જેને ઇચ્છે છે. અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે જ પામશો, તમારે ફકત અલ્લાહ તઆલાની ખુશી માટે જ ખર્ચ કરવું જોઇએ, તમે જે કંઇ પણ ધન ખર્ચ કરશો તેનો પુરે પુરો બદલો તમને આપવામાં આવશે અને તમારો અધિકાર મારવામાં નહી આવે
273لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
દાનનો અધિકાર ફકત ગરીબ લોકોનો છે, જે અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જે શહેરમાં હરી ફરી નથી શકતા, અણસમજું લોકો તેઓના સવાલ ન કરવાના કારણે તેઓને ધનવાન સમજે છે તમે તેઓના મુખો જોઇને તેમને કપાળોથી ઓળખી લેશો તેઓ લોકોને સામેથી સવાલ નથી કરતા, તમે જે કંઇ ધન ખર્ચ કરો તો અલ્લાહ તઆલા તેને જાણનાર છે
અલ-બકરાકુરાન સૂચિ
286આયત
MedinanRevelation
271આયત

ભાષાંતર — અલ-બકરા 271

સૂરા અલ-બકરા આયત 271 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો તમે દાનને જાહેર કરો તો પણ સારૂ છે અને…

સૂરા આયત 271/286 — અલ-બકરા البقرة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બકરા સાંભળો, અલ-બકરા ભાષાંતર, અલ-બકરા mp3, અલ-બકરા pdf. આયત 269–273. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers