અન-નિસા · 76/176
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નિસા
الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا ۝٧٦
Allazeena aamanoo yuqaatiloona fee sabeelil laahi wallazeena kafaroo yuqaatiloona fee sabeelit Taaghoot faqaatiloo awliyaaa`ash Shaitaan; inna kaidash Shairaani kaana da`eefa
📖 ગુજરાતીમાં
જે લોકો ઈમાન લાવ્યા છે તે લોકો અલ્લાહના માર્ગમાં જેહાદ કરે છે અને જે લોકો ઇન્કાર કરે છે તે અલ્લાહ તઆલા સિવાય બીજા લોકો માટે લડે છે, બસ ! તમે શેતાનના સાથીઓ સાથે લડાઇ કરો, ખરેખર શેતાનની યુક્તિઓ ઘણી જ નબળી છે

🎧 સાંભળો


📜 આયત 74-78 — સૂરા અન-નિસા

74۞ فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
બસ ! જે લોકો દુનિયાના જીવનને આખેરતના બદલામાં વેચી નાખે છે તેઓએ અલ્લાહ તઆલાના માર્ગમાં લડવું જોઇએ અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાના માર્ગમાં લડતા શહીદ થઇ જાય અથવા વિજય મેળવી લે, નિ:શંક તેઓને અમે ઘણો જ સવાબ આપીશું
75وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا
શું કારણ છે કે તમે અલ્લાહ તઆલાના માર્ગમાં અને તે નબળા પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકોના છુટકારા માટે જેહાદ ન કરો ? જે આવી રીતે દુઆઓ કરી રહ્યા છે કે હે અમારા પાલનહાર ! આ અત્યાચારીઓ ની વસ્તીથી અમને મુક્તિ આપ અને અમારા માટે તારા પોતાના તરફથી દેખરેખ કરનાર નક્કી કર અને અમારા માટે ખાસ તારી પોતાની તરફથી મદદ કરનાર બનાવ
76الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا
જે લોકો ઈમાન લાવ્યા છે તે લોકો અલ્લાહના માર્ગમાં જેહાદ કરે છે અને જે લોકો ઇન્કાર કરે છે તે અલ્લાહ તઆલા સિવાય બીજા લોકો માટે લડે છે, બસ ! તમે શેતાનના સાથીઓ સાથે લડાઇ કરો, ખરેખર શેતાનની યુક્તિઓ ઘણી જ નબળી છે
77أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝ પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેઓને જેહાદનો આદેશ આપવામાં આવ્યો તો તે જ સમયે તેઓનું એક જૂથ લોકોથી એવી રીતે ડરવા લાગ્યું જેવું કે અલ્લાહ તઆલાથી ડરતા હોય, પરંતુ તેના કરતા પણ વધારે અને કહેવા લાગ્યા, હે અમારા પાલનહાર ! તેં અમારા પર જેહાદ કેમ ફરજિયાત કરી દીધું ? કેમ અમને થોડુંક જીવન વધારે ન આપ્યું ? તમે કહી દો કે દુનિયાનો સોદો ઘણો જ ઓછો છે અને ડરવાવાળાઓ માટે તો આખેરત જ ઉત્તમ છે અને તમારા પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે
78أَيْنَمَا تَكُونُوا يُدْرِككُّمُ الْمَوْتُ وَلَوْ كُنتُمْ فِي بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِ اللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ اللَّهِ ۖ فَمَالِ هَٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا
તમે જ્યાં પણ હોવ, મૃત્યુ તમને આવી પહોંચશે, ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં હોય અને જો તેઓને કોઇ ભલાઇ પહોંચે છે તો કહે છે આ અલ્લાહ તઆલા તરફથી છે અને જો કોઇ બુરાઇ પહોંચે છે તો કહે છે કે આ તારા તરફથી છે, તેઓને કહી દો કે આ બધું જ અલ્લાહ તઆલા તરફથી જ છે, તેઓને શું થઇ ગયું છે કે કોઇ વાત સમજવા માટે તૈયાર નથી
અન-નિસાકુરાન સૂચિ
176આયત
MedinanRevelation
76આયત

ભાષાંતર — અન-નિસા 76

સૂરા અન-નિસા આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે લોકો ઈમાન લાવ્યા છે તે લોકો અલ્લાહના માર્ગમાં જેહાદ…

સૂરા આયત 76/176 — સૂરા અન-નિસા النساء (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નિસા સાંભળો, સૂરા અન-નિસા ભાષાંતર, સૂરા અન-નિસા mp3, સૂરા અન-નિસા pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers