Перевод суры Ар-РахмАн на Гуджаратский язык
الرَّحْمَٰنُ(1) અત્યંત દયાળુએ |
કુરઆન શીખવાડયું |
તેણે જ માનવીનું સર્જન કર્યુ |
અને તેને બોલતા શીખવાડયું |
સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે |
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે |
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા |
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો |
وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ(9) ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો |
અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી |
જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે |
અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી |
અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે |
તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ(24) અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે |
ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ(29) દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
(જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ(35) તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ(37) બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فَيَوْمَئِذٍ لَّا يُسْأَلُ عَن ذَنبِهِ إِنسٌ وَلَا جَانٌّ(39) તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ(41) પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ(43) આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા |
તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ(54) જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ નજીક હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ(56) ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُدْهَامَّتَانِ(64) જે બન્ને ગીચ લીલીછમ છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
(ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ(76) લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે |
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો |
તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે |
Больше сур в Гуджаратский:
Скачать суру Ar-Rahman с голосом самых известных рекитаторов Корана:
Сура Ar-Rahman mp3: выберите рекитатора, чтобы прослушать и скачать главу Ar-Rahman полностью в высоком качестве
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
Помолитесь за нас хорошей молитвой