સૂરા અલ-ઇન્ફિતાર અરબી અને ગુજરાતી

સૂરા અલ-ઇન્ફિતારને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (19 આયત — مكية). અલ-ઇન્ફિતાર સાંભળો, અલ-ઇન્ફિતાર ભાષાંતર, અલ-ઇન્ફિતાર mp3, અલ-ઇન્ફિતાર pdf.

સૂરા અલ-ઇન્ફિતાર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
إِذَا السَّمَاءُ انفَطَرَتْ ۝١
📖 ભાષાંતર આયત 1
જ્યારે આકાશ ફાટી પડશે
وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ ۝٢
📖 ભાષાંતર આયત 2
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે
وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને જ્યારે દરિયાઓ વહી પડશે
وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ۝٥
📖 ભાષાંતર આયત 5
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ۝٦
📖 ભાષાંતર આયત 6
હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ ۝٧
📖 ભાષાંતર આયત 7
જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો
فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ ۝٨
📖 ભાષાંતર આયત 8
જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ۝٩
📖 ભાષાંતર આયત 9
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ ۝١٠
📖 ભાષાંતર આયત 10
નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત
كِرَامًا كَاتِبِينَ ۝١١
📖 ભાષાંતર આયત 11
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે
يَعْلَمُونَ مَا تَفْعَلُونَ ۝١٢
📖 ભાષાંતર આયત 12
જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે
إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ۝١٣
📖 ભાષાંતર આયત 13
નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે
وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ ۝١٤
📖 ભાષાંતર આયત 14
અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે
يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ ۝١٥
📖 ભાષાંતર આયત 15
બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે
وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ ۝١٦
📖 ભાષાંતર આયત 16
અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ۝١٧
📖 ભાષાંતર આયત 17
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે
ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ۝١٨
📖 ભાષાંતર આયત 18
ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ ۝١٩
📖 ભાષાંતર આયત 19
(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે
← 81 અલ-ઇન્ફિતાર (82/114) 83 →
વાંચો સૂરા અલ-ઇન્ફિતાર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

82الإنفطار Al-Infitar 📚 19 આયત مكية

આયત-આયત – સૂરા અલ-ઇન્ફિતાર — 19 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers