સૂરા અત-તકવીર અરબી અને ગુજરાતી

સૂરા અત-તકવીરને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (29 આયત — مكية). અત-તકવીર સાંભળો, અત-તકવીર ભાષાંતર, અત-તકવીર mp3, અત-તકવીર pdf.

સૂરા અત-તકવીર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
إِذَا الشَّمْسُ كُوِّرَتْ ۝١
📖 ભાષાંતર આયત 1
જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે
وَإِذَا النُّجُومُ انكَدَرَتْ ۝٢
📖 ભાષાંતર આયત 2
અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે
وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે
وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ ۝٥
📖 ભાષાંતર આયત 5
અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ ۝٦
📖 ભાષાંતર આયત 6
અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ ۝٧
📖 ભાષાંતર આયત 7
અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ ۝٨
📖 ભાષાંતર આયત 8
અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
بِأَيِّ ذَنبٍ قُتِلَتْ ۝٩
📖 ભાષાંતર આયત 9
કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી
وَإِذَا الصُّحُفُ نُشِرَتْ ۝١٠
📖 ભાષાંતર આયત 10
અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
وَإِذَا السَّمَاءُ كُشِطَتْ ۝١١
📖 ભાષાંતર આયત 11
અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે
وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ ۝١٢
📖 ભાષાંતર આયત 12
અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે
وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ ۝١٣
📖 ભાષાંતર આયત 13
અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે
عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ ۝١٤
📖 ભાષાંતર આયત 14
પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે
فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ ۝١٥
📖 ભાષાંતર આયત 15
હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા
الْجَوَارِ الْكُنَّسِ ۝١٦
📖 ભાષાંતર આયત 16
ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની
وَاللَّيْلِ إِذَا عَسْعَسَ ۝١٧
📖 ભાષાંતર આયત 17
અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે
وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ ۝١٨
📖 ભાષાંતર આયત 18
અને સવારની જ્યારે ચમકવા લાગે
إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ۝١٩
📖 ભાષાંતર આયત 19
નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે
ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ ۝٢٠
📖 ભાષાંતર આયત 20
જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે
مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ۝٢١
📖 ભાષાંતર આયત 21
જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ ۝٢٢
📖 ભાષાંતર આયત 22
અને તમારા સાથી પાગલ નથી
وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ ۝٢٣
📖 ભાષાંતર આયત 23
તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે
وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ ۝٢٤
📖 ભાષાંતર આયત 24
અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી
وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ ۝٢٥
📖 ભાષાંતર આયત 25
અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
فَأَيْنَ تَذْهَبُونَ ۝٢٦
📖 ભાષાંતર આયત 26
પછી તમે ક્યાં જઇ રહ્યા છો
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ۝٢٧
📖 ભાષાંતર આયત 27
આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ۝٢٨
📖 ભાષાંતર આયત 28
(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ ۝٢٩
📖 ભાષાંતર આયત 29
અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો
← 80 અત-તકવીર (81/114) 82 →
વાંચો સૂરા અત-તકવીર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

81التكوير At-Takwir 📚 29 આયત مكية

આયત-આયત – સૂરા અત-તકવીર — 29 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers